Page #1
--------------------------------------------------------------------------
________________
Pebbjudke Us
4 જૈન ગ્રંથમાળા તે દાદાસાહેબ, ભાવનગર,
eeeheae-2eo : Pë S '' 522A૦૦e
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
| ૨૧
WW
ચરિતાવળી,
ભાગ ૧ લો
લેખક: રા. સુશીલ.
પ્રગટકર્તા - " શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
* *
*,*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
ને ચરિતાવળી
અથવા
ooooo
to Rono other couછે.
જૈન ક્યા સંગ્રહ
ભાગ ૧ લો.
® ~ સગુણાનુરાગી મુનિ કપૂરવિજયજીની ખાસ પ્રેરણાથી Sી રા. સુશીલની કસાયેલી કલમથી લખાયેલી કથાઓ
છપાવી પ્રગટ કરનાર. શ્રી જૈનધર્મ પ્રસારક સભા.
ભાવનગર,
oooooooooooooooooooo
• મહon on how
આવૃત્તિ બીજી. વિક્રમ સંવત ૧૯૯૬ :: વીર સંવત. ૨૪૬૬.
કિંમત ચાર આના.
o oooooooooooo
મુદ્રક:-શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહાદય પ્રેસ-ભાવનગર.
Description - sooooooooooooooo
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
નંબર
કથા જયવિજય હંસરાજ લક્ષ્મીપું જ કળાવતી સતી સુભદ્રા ધનશ્રેણી હસ અને કેશવ વંકચૂલ
વિષય ધર્મની અડગ શ્રદ્ધા ઉપર સત્યવત ઉપર ચોરીના ત્યાગ ઉપર શિયળવ્રત પ્રભાવ બ્રહ્મચર્યનો પ્રભાવ પરિગ્રહત્યાગ રાત્રીભોજનત્યાગ નિયમમાં દઢતા
બીજી આવૃત્તિની પ્રસ્તાવના
ઉપરની આઠ કથાઓ અમે રા. સુશીલ પાસે મનેઝ ભાષામાં લખાવીને બહાર પાડી છે. તેના પ્રારંભમાં પ્રસ્તાવના રૂપે કાંઈપણ કહેવાની ઈચ્છા નથી. જે કહેવાનું છે તે બધું આ સાથે ઉદઘાતમાં સમાયેલું છે.
શ્રી જૈન છે. એજ્યુકેશન બની પ્રેરણાથી આ બીજી આવૃત્તિ છપાવવામાં આવી છે.
સં. ૧૯૯૬ો આધિન સુદિ ૧૫
કુંવરજી આણંદજી
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
UTARUBBIENSISTERESTER
પ્રથમવૃત્તિનો ઉપદ્યાત છે
चिरसंचियपावपणासणीइ, भवसयसहस्समहणीए । चउवीसजिणविणिग्गयकहाइ, वोलंतु मे दिअहा ।।
–વંહિત્તાસૂત્ર ૪૬ જૈન મુનિ મહારાજા, સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકાઓને અહનિશ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે બન્ને વખત પાપની આલોયણું કર્યા પછી મનની શુદ્ધિને અર્થે દિવસે કેમ વ્યતીત કરવા તે માટે ભાવવાની આ શુભ ભાવના છે –
ઘણા લાંબા કાળનાં સંચય કરેલાં પાપનો નાશ કરનારી અને લાખો ભવ ઘટાડનારી, ચોવીશે જિનેશ્વરે કહેલી ઉત્તમ સ્થાઓમાં (તેનાં વાંચન-મનન અને પુનરાવર્તનમાં ) મારા દિવસ પસાર થાઓ.”
આત્મિક ઉન્નતિ મેળવવામાં અને સર્વ પાપ-પુન્યનાં બંધે કાપ્રી નાંખી પરમપદ પ્રાપ્ત કરાવવામાં જિનેશ્વરોએ કથિત અને ત્યારપછી થયેલ સમર્થ આચાર્યો અને મુનિરાજેએ ગૂંથિત કથાઓ કેટલું ઉત્તમ કાર્ય કરે છે તે આ ભાવના દર્શાવે છે.
શાસ્ત્રકારોએ શ્રતસમુદ્રના ચાર વિભાગો પાડ્યા છે. (૧) દ્રવ્યાનુયોગ, (૨) કથાનુગ, (૩) ચરણકરણનુગ, (૪) ગણિતાનુયોગ. આ ચાર વિભાગમાં જૈન ગ્રંથોનો સર્વે લેખનવિભાગ સમાઈ જાય છે. કેટલાક ગ્રંથે પદાર્થોનું પૃથક્કરણ કરે છે. તેમાં દ્રવ્ય, ગુણ, પર્યાય કેવી રીતે લાગુ પડે અને તત્વજ્ઞાનનું શું રહસ્ય છે તે સમજાવનારા હોય છે, કેટલાક ગ્રંથ જૈન ધર્મ પાળનારા કેવા વિશિષ્ટ મહાત્માએ થઈ ગયા છે અને તેમના આત્મા કેવા ઉત્તમ ગુણે ધારણ કરવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
ઐહિક સુખ અને પ્રાંત ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી શક્યા છે તે દર્શાવવા તેનાં દષ્ટાતા દેખાડનારા હોય છે, કેટલાક ગ્રંથે કેવી રીતની આચરણ કરવાથી શ્રાવકધર્મ અને મુનિધર્મ બરાબર બજાવી શકાય તેની વિગત દર્શાવનારા હોય છે અને કેટલાક ગ્રંથે સૂર્યની, ચંદ્રની અને તારા સમુદાયની ગતિ કેવી રીતે થાય છે અને ઊર્વલોક, અધેલો, તિલોક અને મોક્ષપર્યત કેવી રીતે ચૌદ રાજલક રહેલ છે તેને વર્ણવનારા હોય છે. આ ચારે વિભાગો પૈકી કથાનુગના ગ્રંથો વાંચનાર અને સાંભળનાર બન્ને ઉપર સીધી અસર કરનારા હોવાથી અને તેનું રહસ્ય સમજતાં વિશેષ વખત લાગતો ન હોવાથી બાળજીવાને તે ગ્રંથ વિશેષ લાભ કરનાર છે અને વાંચનારાઓનું તરત ધ્યાન ખેંચનારા હોય છે. દ્રવ્યાનુયોગ વગેરે વિષય ચર્ચનારા ગ્રંથ આત્માને વિશેષ લાભ કરનારા, રહસ્ય સમજાવનારા અને ઊંડું જ્ઞાન આપનારા હોય છે, પણ બાળકને વિશેષ મતિ અગર સમયના અભાવે ઊંડું ચિંતવન કરવાને પરિચય ન હોવાથી તેવા ગ્રંથે તેવા છેવનું આકર્ષણ કરી શક્તા નથી. આવા કારણથી જ કથાનુયોગના ગ્રંથ વિશેષ ઉપયોગી અને વાંચનમાં પણ વિશેષ વપરાતા જોવામાં આવે છે.
જેન લેખકો અને આચાર્યોએ જેન કથાઓ અનેક ઉપયોગી બાબતે દર્શાવવા માટે લખવાનો પ્રયત્ન કર્યો છે. આ કથાઓમાં અનેક વિશિષ્ટ ગુણો કેવી રીતે મેળવાય અને તે મેળવનારાઓ કેવી રીતે શ્રેષ્ઠ ઐહિક તથા આત્મિક સુખ પામે તે બતાવવા કથાકારે સારી રીતે પ્રયત્ન કરેલ હેય છે. આ કથાઓને મૂળ વિભાગ જેન ધર્મનાં મૂળ સૂત્રને આધારે લેવામાં આવેલ હોય છે અને કર્તાઓએ તે વિષય ચર્ચવા સાથે તેમાં તેની કવિત્વ શક્તિ ઘટાવેલી હોય છે. આવી કથાઓ માગધી, સંસ્કૃત અને ગુજરાતી દરેક ભાષામાં લભ્ય છે. ખાસ કરીને સંસ્કૃતમાં અને તેને આધારે રચાયેલ રાસાઓમાં કથાઓ ઘણી લખાયેલી છે. કથાસાહિત્ય જૈનમુનિઓએ જેમ બને તેમ વધારે લખવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કૃતમાં તે આવા ગ્રંથે ઘણું છે, નાનાં મોટાં પલ અને ગદ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
૩.
લખાયેલ અનેક પુસ્તકે મોજૂદ છે; સાથે ગુજરાતી ભાષામાં પણ ઘણા જૂના કાળથી લખાયેલ પદ્યમય રાસા મેજૂદ છે. અત્યાર સુધીમાં પ્રસિદ્ધિમાં આવેલા આવા રાઓની સંખ્યા લગભગ બારસે ઉપરાંતની થવા જાય છે. જેને સાહિત્યકારોએ ગુજરાતી ભાષા ખીલવવામાં બહુ મોટો ફાળો આપે છે અને કથાસ્વરૂપે આપેલ રાસાઓના સાહિત્ય તરફ નજર ફેરવીએ ત્યારે જ આ વાતને ખ્યાલ આવે તેમ છે. જેના કથાઓને સુંદર વિભાગ હજુ મૂળ સ્વરૂપે પુસ્તકમાં લખાયેલ છપાઈને બહાર પડવો ઘણો બાકી છે અને તે બહાર પડશે ત્યારે ગુજરાતી ભાષામાં પણ સાહિત્યદષ્ટિએ ઘણું નવું અજવાળું પડશે. આ પ્રમાણે ઉપદેશાત્મક કથાઓને મોટો સંગ્રહ જેનકેમ ધરાવે છે અને તે કથાઓ આબાલવૃદ્ધ સર્વ જીવોને અનેક રીતે ઉપયોગી દિશાઓ સૂચવે છે.
આ કથાઓના લેખકોએ અમુક વિશિષ્ટ ગુણને લક્ષીને કથા લખવાનો પ્રયાસ કરેલ હોય છે. આ સંસારમાં ઉપાધિ કરાવનાર, મોહને વધારનાર, સંસારજાળને ફેલાવનાર અને મુગતિમાં દોરી જનાર અધમ અવગુણ આચરવાથી, તેને સામાન્ય સ્પર્શ કરવાથી પણ કેવી રીતે જીવ અધ:પતન પ્રાપ્ત કરે છે અને તે દુર્ગણોને છોડીને તેના જ વિરોધી સદ્દગુણ આચરવાથી જ કેવું ઐહિક સુખ મેળવી શકે છે અને પ્રાંત દરેક આત્માનું લક્ષ્યબિંદુ જે શાશ્વત સુખ તે કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તે દર્શાવવાને કથાકારેએ સારી રીતે પ્રયત્ન કરેલ છે. આવી કથાઓ લખતાં તેના રચનારા પિતાના પાત્રને એવી રીતે માહામ્ય બતાવે છે અને તેનામાં એવું શૌર્ય કે દૈવી પ્રભાવ દર્શાવે છે કે જે વાંચતાં તેવા ગુણેની પ્રાપ્તિ માટે શંકા ઉત્પન્ન થાય છે, પણ અનેક નરને સુષ્ટિ ઉપર વસે છે, તેમાં કઈ કઈ આવું મહાસ્ય અને વિશિષ્ટ પ્રભાવ મેળવે અને અમુક ગુણ આચરવાથી દેવે સંતુષ્ટ થઈ અનેક પ્રકારની શક્તિ આપે તેમાં ખાસ શંકાનું કારણ નથી. આવી વિશિષ્ટતા ધરાવનારાઓનાં જ ચરિત્રો લખી શકાય છે અને તેવાં દાંતોનું વાંચન જ ધારેલી અસર કરી શકે છે. મધ્યમ પ્રકારના છનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ચાલુ વૃત્તાંત કાંઈપણ નવીનતા દર્શાવતું નથી, તેથી તેવા વૃત્તાંતો ચાલુ જીવન ઉપર અસર ઉપજાવી શકતા નથી. આ જ રીતે દરેક કથાને પ્રાંતભાગે તે પાત્ર દીક્ષા ગ્રહણ કરી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે તેનું પણ તે જ કારણ છે. જે પાત્રો ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે તેવાં હોય તેનાં દષ્ટાંતે જ અનુકરણીય થઈ શકે છે. આવી રીતે લખાયેલી કથામાં રહેલ રહસ્ય અને દરેક કથામાં ચર્ચવામાં આવેલ ઉત્તમ ગુણ જીવને નૈતિક જીવન સુધારવા, ધાર્મિકતા કેળવવા અને ઉત્તમ ગતિ પ્રાપ્તિ કરાવવા માટે માર્ગ દેખાડનારા થાય છે અને કથા વાંચીને તદનુસાર વર્તનાર છવો અવશ્ય ભાવી સુખ મેળવી શકે જ છે. આવી કથાઓ વગર માત્ર અપાયેલ ઉપદેશ જીવોને અસર કરી શકતો નથી, તેથી આવી કથાઓની અને તેના ફેલાવાની ખાસ જરૂર છે. આવી કથાઓની અંદર બીજા રસની સાથે ખાસ કરીને વૈરાગ્ય અને શાંત રસ વિશેષ રીતે પોષવામાં આવેલ હેાય છે, તેથી આવી કથાઓનાં વાંચનથી વાચક વૈરાગ્ય પામી સંસારનિર્વેદ સમજી શકે છે અને આચરી પણ શકે છે.
આવી રીતે કથાસાહિત્ય અનેક રીતે ઉપયોગી છે અને સર્વ જીવને બોધપ્રદ છે, તથા ઉત્તમ રસ્તે દોરી જનાર છે. આ હેતુને લક્ષ્યમાં લઈને આ પુસ્તક બહાર પાડવાનો પ્રકાશકે પ્રયત્ન કરેલ છે. આ પુસ્તકની અંદર જુદા જુદા ગુણોની વિશિષ્ટતા દર્શાવનાર આઠ કથાઓ આપવામાં આવી છે. દરેક કથા વિસ્તારથી વિવેચનપૂર્વક આપવામાં આવી છે. આ પુસ્તકમાં આપેલ કથાઓમાં નીચે પ્રમાણે વિશિષ્ટ ગુણે દર્શાવવામાં આવ્યા છે. ( ૧ ) જય વિજયઆ કથામાં ધર્મ ઉપરની દ્રઢ શ્રદ્ધા અને ગમે તેવા
ઉપસર્ગો થાય, વિપત્તિ આવી પડે તો પણ ધર્મમાર્ગમાંથી ચુત ન થનાર પરિણામે કેવી ઉત્તમ ઋદ્ધિસિદ્ધિ મેળવે છે, તે ખાસ સમજવા લાયક છે. વળી જય અને વિજય બંને બંધુઓને ભ્રાતૃભાવ તથા અન્ય અન્ય માટે અપાતું બલિદાન ખાસ વિચારવા લાયક
છે, પુન્યશાળીને જ્યાં જાય ત્યાં પગલે પગલે ઋહિ મળે છે; તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
અવશ્ય સત્કાર્યો જ આચરવા લાયક છે અને પુન્યાનુબંધી પુન્યને જ બંધ કરવાથી જીવ સર્વ સિદ્ધિ મેળવી શકે છે. આ વગેરે
અનેક બાબતે આ અનુકરણીય દષ્ટાંત બતાવે છે. (૨) હંસરાજા-સત્ય વચનથી થતા ફાયદા અને પ્રાપ્ત થતાં સુખ
ઉપર કહેવામાં આવેલ આ દષ્ટાંત સત્યના સમર્થન માટે ખાસ મનન કરવા લાયક છે. સત્ય બોલતાં કસોટી થાય છે તેમાંથી પાર કેવી રીતે ઊતરવું તથા સત્ય બોલવા જતાં અન્યને આપત્તિ આવી જવાનો ભય હોય ત્યારે કેવી રીતે વર્તી સત્ય સાચવી અન્યને બચાવી લેવા તે માટે આ દષ્ટાંત ઉત્તમ સાધન પૂરાં પાડે છે. બુદ્ધિમાનોએ ખાસ વિચારવા લાયક દષ્ટાંત છે.
(૩) લક્ષ્મીપુંજ-- કોઈની પડી રહેલ અગર અપાયા વગરની વસ્તુ
(અદત્ત) ગ્રહણ કરવાથી કેવું નુકશાન થાય છે અને અદત્ત–ચોરી તજવાથી કેવાં શ્રેષ્ઠ ફળ મળે છે, તે હકીકત આ દષ્ટાન્ત સચોટ રીતે સમજાવે છે. કેઈ પણ માણસનું દ્રવ્ય ચેરી લીધાથી તેના પ્રાણ જવા જેટલું જ તેને દુઃખ થાય છે. આ વ્રતના આદરથી આ ભવ તથા પરભવને વિષે સર્વ પ્રકારની સુખ-સંપત્તિ પ્રાપ્ત થાય
છે. તે હકીકત આ દષ્ટાંતથી બહુ સુંદર રીતે સમજાય છે. (૪) કલાવતી-શિયળ પાળવાના ઉત્તમ લાભો જગજાહેર છે.
મંગ ફળે જગ યશ વધે, દેવ કરે રે સાનિધ; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ.
પાપસ્થાનક ચેાથું વરજીએ. આ પ્રમાણે શ્રી યશોવિજયજી મહારાજ શિયળને પ્રભાવ વર્ણવી ગયેલ છે, તેની ખરી સાબિતી આ દષ્ટાંત પૂરું પાડે છે. કળાવતીને પ્રાપ્ત થતા નવા હાથને માટે શંકા થાય, પણ ઉત્તમ ગુણોની આચરણું ‘ઉત્તમ વસ્તુઓ અવશ્ય પ્રાપ્ત કરાવે જ છે. સદગુણ આચરવાની તે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
મહત્વતા છે, તે આવાં દૃષ્ટાંત અસરકારક રીતે સમજાવે છે. આ દષ્ટાંતમાં પરભવમાં કરેલ પાપ ઉદયમાં આવતાં સુખી જીવ પણ કેવાં દુઃખોને ભોક્તા બની જાય છે તેનું કરેલ વર્ણન બહુ વિચારવા લાયક છે. શિયળગુણનું વર્ણન પણ અનેક રીતે આ દષ્ટાંતમાં બતાવવામાં આવેલ છે. (૫) સતી સુભદ્રા શિયળના માહાસ્ય ઉપરનું આ બીજું દષ્ટાંત
પણ ખાસ મનન કરવા લાયક છે. પ્રાતઃ સ્મરણીય સોળ મુખ્ય સતીઓ પૈકીની આ એક મહાસતી છે, ઐતિહાસિક પ્રસિદ્ધિ પામેલ છે. ચંપાપુરીના દરવાજા શિયળના માહામ્યથી ઉઘાડી આ સતીએ જગતમાં નામ મશહૂર કર્યું છે અને સાસુ, નણંદ વગેરેની ઈર્ષ્યા પણ શિયળવ્રત ધારણ કરનારને વિઘ્નકર્તા થતી નથી, પણ તે જ ઈર્ષ્યા સતીનું માહાતમ્ય વધારવામાં કારણભૂત થાય છે તેની આ દષ્ટાંત સાક્ષી પૂરે છે. હજુ પણ ચંપાપુરીનું એક દ્વાર બંધ જ રહેલ છે તેમ કહેવાય છે. ઘરમાં એક સદ્દગુણ માણસ આવે તે ઘરના સર્વેને ઉદ્ધાર થઈ જાય છે તે હકીકત
પણ આ દષ્ટાંત સ્પષ્ટ રીતે સમજાવે છે. (૬) ધનશ્રેષ્ઠી—ધર્મરૂપ વૃક્ષને ઉમૂલન કરનાર, નીતિ, કૃપા અને
ક્ષમારૂપ કમલિનીને કલેશ પમાડનાર, ધર્મની મર્યાદા રૂપી તટને નાશ કરનાર, શુભ મનરૂપી હંસને ઉડાડનાર, કષાયોની વૃદ્ધિ કરનાર અને સંસાર વધારનાર ધન, ધાન્ય, રૂપું, તેનું કે ઢોરઢાંખર વગેરેને પરિગ્રહ કેવો અનિષ્ટ છે અને પરિગ્રહનું પરિણામ કરી ધનાદિ ઉપરની મૂછને ત્યાગ કરનાર પ્રાંતે કેવો સુખી થાય છે, તે આ દષ્ટાંત ઉત્તમ રીતે સમજાવે છે, દુઃખદાયી, ક્લેશ
વૃદ્ધિકારી પરિગ્રહ સર્વને સર્વદા તજવા લાયક જ છે. (૭) હંસ અને કેશવરાત્રિભોજનના ત્યાગથી પ્રાપ્ત થતું સુખ
સમજવા આ ઉત્તમ દષ્ટાંત છે. રાત્રિભોજન કરવાથી થતા ગેર
કાયદા અને ઉદભવતા વ્યાધિને ઉત્તમ ચિતાર આ દષ્ટાંતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
રજૂ કરેલ છે. રાત્રિભાજન નહિ કરનાર અને તે વ્રતમાં ગમે તેવા કષ્ટદાયી ઉપસર્ગો આવે છતાં દૃઢ રહેનાર પ્રાણી કેવા ઉત્તમ વૈભવ આ ભવમાં. તરતમાં જ મેળવી શકે છે તે દર્શાવવા આ દૃષ્ટાંતમાં પૂરતા પ્રયાસ કરેલ છે. મુનિમહારાજના છઠ્ઠા વ્રત તરીકે ગણાતા અને શ્રાવકાને તથા અન્ય સર્વાંને પણ અવશ્ય આચરવા લાયક નિયમનું ખાસ સમર્થન આ દૃષ્ટાંત કરે છે. ખાસ વાંચવા લાયક છે.
( ૮ ) વંકચૂલ-માનસિક તથા શારીરિક અને આર્થિક અધઃપતન થયા છતાં નાના સરખા નિયમમાં પણ નિશ્ચળ રહેનાર પ્રાણી પાછા સત્વ આ જ ભવમાં ઉન્નત પદે પહેાંચી શકે છે અને ભાવીસુખ પણ સાધી શકે છે, તે હકીકત આ દૃષ્ટાંતમાં સ્પષ્ટ રીતે સમજાવી છે. શ્રાવકના સાતમા વ્રત તરીકે પ્રખ્યાતિ પામેલ ભાગે ભાગ વિરમણ વ્રતમાં આવતા અભક્ષ્ય ત્યાગ, અજાણી વનસ્પાદિને ત્યાગ, માંસ મદિરા ત્યાગ વગેરેથી થતા આ ભવસબંધીના પ્રત્યક્ષ ફાયદાએ ઉન્નતિને પ્રાપ્ત કરેલ વંકચૂલનું દૃષ્ટાંત સુંદર રીતે બતાવે છે.
આ પુસ્તકમાં મૂકવામાં આવેલ ઉપર જગુાવેલી આઠે કથા આવી રીતે ખાસ વાંચવા લાયક જુદી જુદી જાતિની પ્રગતિ કરાવનારા, સંસાર ઘટાડનારા વિષયે। . ચચે છે અને ઉત્તમ દૃષ્ટાંતાથી તે તે ગુણા બને તેટલા વધારે પ્રમાણમાં પેતામાં ઉતારવા વાંચનાર અને શ્રવણુ કરનાર સર્વને પ્રેરણા કરે છે. કથાએની બાબતમાં લેખક મહાશય પ્રથમાવૃત્તિની પ્રસ્તાવનામાં બરેાબર લખે છે કેઃ- જેએએ લેશ માત્ર પશુ વિદ્યાનુ... અધ્યયન કર્યું ન હેાય તેવાએને પણ કથાવિષય સાંભળ
66
૧ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફ્થી ધણા વર્ષો અગાઉ ચિરતાવળીના ત્રણ ભાગેા બહાર પડેલા છે. તેમાંના પહેલા ભાગમાંથી આ આઠ થા લીધેલી છે. તેના મૂળ લેખક તે સભાના મંત્રી અમરચંદું ઘેલાભાઇ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
વાની જિજ્ઞાસા હેય છે. બીજા વિષયમાં વ્યાખ્યાન સમયે ઊંધનારા મનુષ્ય પણ જ્યારે કાંઈ કથાપ્રસંગ આવે છે ત્યારે ટટાર થઈને સાંભળવા બેસે છે અને તેમાં આવતી વાર્તા ધ્યાનપૂર્વક સાંભળે છે. સ્ત્રીઓ, નાનાં બાળકે અને બીજા પણ કઈ રમૂજી વાર્તા કહેતું હોય ત્યાં એક મનથી સાંભળવા ઊભાં રહે છે. આ પ્રમાણે સાંભળતાં કથાઓમાં-ચરિત્રમાં આવેલા વૈરાગ્ય, નીતિ, સત્વ, સૌજન્યતા, સત્યપ્રતિજ્ઞા વગેરે ગુણો ઘણું કરીને સર્વ પ્રકારનાં મનુષ્યોનાં મનરંજન કરવાને તથા તેમને તેવા ગુણવાળાં થઈ વ્યવહારમાં સન્માર્ગે પ્રવર્તાવવાને ઉત્તમ ગુરુરૂપ થઈ પડે છે, માટે બુદ્ધિમાન પુરુષોએ ચરિત્રગ્રંથરૂપ અતિથિનું પ્રીતિપૂર્વક અવલેકિન અને શ્રવણરૂપ વિનોદવડે આતિથ્ય કરવું યોગ્ય છે.”
આ પ્રમાણે કથાનુયોગનાં આવાં પુસ્તક જનસમુદાયને અનેક રીતે ઉપયોગી નીવડે છે. આવી કથાઓનાં પુસ્તકે સન્મિત્રોની માફક સન્માર્ગે દેરે છે, સમય આનંદમાં પસાર કરાવે છે. ઉત્તમ ગુણેની પ્રાપ્તિ કરાવે છે, અધમતા મુકાવે છે અને પ્રાંતે આ લેક પરલેકનાં સર્વશ્રેષ્ઠ સુખે અપે છે. આવી ઉત્તમ વૈરાગ્યપષક અને સન્માર્ગદર્શક કથાઓનાં પુસ્તકે જેમ વધારે વંચાય તેમ વધારે ફાયદો કરે છે. આવાં ઉત્તમ પુસ્તકોને જેમ બને તેમ વધારે પ્રચાર કરો, તેવા પ્રચાર કરનારને બને તેટલી સહાય આપવી અને કથાનો સાર જીવનમાં ઉતારવા પ્રયાસ કરવા તે જ ઉત્તમ મનુષ્ય ભવ અને ઉત્તમ જૈનધર્મ પામવાને લહાવો છે. તથાસ્તુ!
ભાવનગર ) સંવત ૧૯૮૭
કાપડિયા નેમચંદ ગિરધરલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ચિરતાવળી
ભાગ ૧ લા.
જય અને વિજય
પર્
એ નગરનુ નામ નદિપુર. એની શેાભા અને સમૃદ્ધિ કેાઈ પાર વગરની હતી. દુઃખ, દારિદ્રય, દુર્ભાગ્ય કે દુર્ભિક્ષ જેવા શબ્દ પણ કેાઈ દિવસ કાને ન પડે. એના રાજાનું નામ ધ રાજ હતું. તે જેવા શૂરવીર હતા તેવા જ ન્યાય—નીતિમાં નિપુણ હતા. તેને શ્રીકાંતા, શ્રીદત્તા અને શ્રીમતી નામની ત્રણ રાણીઓ હતી. ત્રણે રાણીએ પુત્રવતી હતી. શ્રીકાંતાના પુત્રનુ નામ જય અને શ્રીદત્તાના પુત્રનુ નામ વિજય.
જય અને વિજય કાંતિમાં દેવને પણ શરમાવે તેવા હતા. બાળપણથી જ તેએ વડીલે। અને ગુરુને વિષે ભક્તિભાવ ધરાવતા. મારનાં પીંછાંને જેમ કેાઈ ચીતરવા નથી જતુ, સ્વભાવથી જ જેમ તે મનેાહુર હાય છે તેમ આ બન્ને ભાઈનાં હૃદય પણ સ્વભાવથી જ ધર્મ પરાયણ હતાં.
શ્રીકાંતા અને શ્રીદત્તાની જેમ શ્રીમતીને પણ એક પુત્ર હતા. તેનું નામ નયધીર. શ્રીમતી ખીજી રાણીએ કરતાં વધુ સ્વાથી હતી, પણ કાદવમાંથી સુંદર કમળ જન્મે તેમ નયખીર પેાતાના ગુણેાને લીધે સાને વહાલા લાગતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
જય અને જય અને વિજય પોતાના ગુણને લીધે ધીમે ધીમે પ્રજામાં બહુ જ પ્રિય અને માનીતા થઈ પડ્યા. આથી શ્રીમતી મનમાં ને મનમાં ઈર્ષાની આગથી સળગ્યા કરતી. તે પોતાના પુત્ર નયધીરને રાજગાદી મળે એમ વાંછતી હતી. ઘણી અજ્ઞાની સ્ત્રીઓ જેમ શોકના પુત્ર પ્રત્યે દ્વેષ રાખે છે તેમ શ્રીમતી પણ જય અને વિજયના સંબંધમાં ભારે દ્વેષભાવ ધરાવતી. તેને થતું કે પ્રજાજને જય અને વિજયને હૃદયથી ચાહે અને મારા પુત્રને દાસીપુત્ર જે માને તે પછી આ સુખ-વૈભવ અને રાજાની પ્રીતિ એ બધું શું કામનું ? જય અને વિજયરૂપ કંટકને પિતાના માર્ગમાંથી દૂર કરવાને તે તલપાપડ થઈ રહી.
એટલામાં એક દિવસે કોઈ એક અજાણું પરિત્રાજિકા ફરતી ફરતી આ શ્રીમતીની પાસે આવી ચડી. પરિત્રાજિકા મંત્ર તંત્ર જાણતી હતી. શ્રીમતીએ તેને દ્રવ્યથી રીઝવી પ્રાર્થના કરી કે
મારી શેકના આ બે પુત્રે મારા માર્ગમાંથી દૂર થાય અને મારા પુત્રને રાજગાદી મળે એવો કંઈક ઉપાય બતાવે.” પરિત્રાજિકાએ તે માગણું કબલ કરી. તેને તે દ્રવ્યનું જ કામ હતું. થોડા દ્રવ્યની ખાતર પિતાની શક્તિ અને વિદ્યાને દુરુપયોગ કરે એવા પામર મનુષ્ય પણ આ જગતમાં હોય છે.
પેલી તાપસીએ પિતાની વિદ્યાના બળથી રાજાને એક સ્વપ્ન આપ્યું અને એ સ્વપ્નમાં જ તે રાજાને ઉદ્દેશી કહેવા લાગી કે: “રાજન ! જેને તું તારા પુત્રો માની બેઠે છે તે જય અને વિજય બન્ને ખરું જોતાં તે તારા કાળ સમાન છે. પુત્રના સ્વરૂપમાં બે દૈો જ તારે ત્યાં જગ્યા છે. થોડા જ વખતમાં તે તને મારી નાંખી તારી રાજઋદ્ધિ પડાવી લેશે, માટે સાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
વિજય
ચેત રહેજે, હું રાજ્યની અધિષ્ઠાત્રી દેવી છું અને તારા કલ્યાણની ખાતર જ આટલું કહેવા સારુ અહીં સુધી આવી છું. ”
સ્વપ્નમાંથી જાગૃત થતાં જ રાજા સ્વપ્નની વાત ઉપર વિચાર કરવા લાગ્યા. જય વિજય જેવા વિનયી પુત્રો પિતાને હણે એ વાત તેને કોઈ રીતે ગળે ન ઊતરી. ગભરામણને લીધે તેના અંગે-અંગમાંથી પસીને છુટવા લાગ્યા. એટલામાં તે શ્રીમતી પણ ત્યાં આવી પહોંચી. તેણે પણ પોતાને આવું જ સ્વપ્ન આવ્યાનું વૃત્તાંત નિવેદન કર્યું. રાજાને ખાત્રી થઈ કે એકી સાથે બે જણને એક સરખું સ્વપ્ન આવે એમાં જરૂર કંઈક સત્ય હોવું જોઈએ. જય અને વિજય જેવા વહાલા પુત્રને વિયેગ તેને અસહા થઈ પડ્યો. પણ અધિષ્ઠાત્રી દેવીએ ભાખેલું ભવિષ્ય યાદ આવતાં તે એકદમ ઊભું થયે અને બીજું કંઈ સાહસ ન કરતાં તરતમાં જ જય અને વિજયને કારાગૃહમાં પૂરવાને નિશ્ચય કર્યો.
પહેરેગીરને બોલાવી હુકમ કર્યો: “જય અને વિજયનું હે જેવા હું નથી માગતો. એ બન્ને ભાઈઓને આ મહેલમાં પ્રવેશ કરવાની સખત મનાઈ કરવામાં આવે છે.” આજ્ઞાના પ્રત્યેક શબ્દમાં રાજાને ક્રોધ ઊભરાઈ આવતો હતો. હુકમ સાંભળી પહેરેગીર ચાલ્યા ગયા. શ્રીમતીને તો આજે સોનાને સૂર્ય ઊગવાનો હતો. તેના અંતરમાં અપાર આનંદ વ્યાપે એમાં કંઈ કહેવાપણું જ ન હોય.
પ્રાત:કાળ થયે એટલે બન્ને રાજકુમાર નિત્યના નિયમ પ્રમાણે પિતાના પગ પૂજવા મહેલના દરવાજા પાસે આવી ઊભા રહ્યા. પહેરેગીરે ધ્રુજતા ધ્રુજતા રાજાની આજ્ઞા સંભળાવી. પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
જય અને આમ અચાનક ઉશ્કેરાઈ જવાનું શું કારણ મળ્યું હશે તે આ બન્ને ભાઈઓ કળી શક્યા નહીં, છતાં પિતાની આજ્ઞા તેમણે માથે ચડાવી અને પિતાના મહેલ તરફને માર્ગ લીધે.
જય અને વિજય વિચાર કરવા લાગ્યા: “પિતાજીને જરૂર કેઈએ ભંભેર્યા છે. જ્યાં આપણું માન ન જળવાય ત્યાં પડી રહેવું તે કરતાં તે પરદેશમાં જઈ પોતપોતાના પરાક્રમવડે સન્માન સાથે જીવવું એ જ વધારે ઈષ્ટ છે. એક રીતે દેવે જ આપણને આગળ વધવાની આ સરસ તક આપી છે, માટે કેઈની ઉપર ઈર્ષ્યા કે દ્વેષ ન આણતાં ભાગ્યબળની પરીક્ષા કરવા દેશાંતરમાં ચાલ્યા જવું એ જ એક રાજમાર્ગ છે. ”
પૂવે પુણ્ય કર્યા હશે તે સુખસંપદા ગમે ત્યાંથી આવી મળશે અને જે ભાગ્યમાં નહીં હોય તે બાપે મેળવેલી રાજસદ્ધિ પણ આપણુથી રીસાઈ જવાની.” એવો નિરધાર કરી એ બન્ને ભાઈઓ નંદિપુરની બહાર નીકળી ગયા. જતાં જતાં પિતાને સંબધી એક અન્યક્તિ નગરના મુખ્ય દ્વાર ઉપર લખતા ગયા.
“ ત્રાજવું જે એ ગર્વ ધરાવતું હોય કે મારે લીધે જ સર્વ વસ્તુઓને સરખે તેલ થાય છે, તે એનું એ અભિમાન નકામું છે. ત્રાજવું પોતે જ પક્ષપાત કરીને જે ભારે હોય છે તેને નીચે રાખે છે અને જે હલકું હોય છે તેને ઊંચે ચડાવે છે. ”
સાગરના ઊંચે ઉછળતાં મોજાં જે એમ માનતાં હોય કે સાગરના ગર્ભમાં રહેલાં રત્ન કરતાં પણ દુનિયા અમારી વધુ કિંમત આંકશે તે તેમાં છેતરાય છે. સમુદ્રના તળિયે રહેનારાં રને પિતાના તેજને લીધે મેટા મહીપતિઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
વિજય
મુકુટ ઉપર સ્થાન પામે છે અને અભિમાનથી ઉછળતાં મજા તે બીજી જ ઘડીએ શમી જાય છે. ”
આ અન્યક્તિ દ્વારા તેમણે પિતાને જે કંઈ કહેવાનું હતું તે કહી દીધું. કેઈને માઠું ન લાગે અને પિતાની આત્મશ્રદ્ધા સ્પષ્ટ થાય એવી રીતે વિનયથી અન્યક્તિ લખી તેએાએ વનને માર્ગ લીધે. નગરની બહાર શાંતિનાથ ભગવાનનું એક ચેત્ય હતું ત્યાં બંને ભાઈઓએ બેસી શાંતિથી જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરી અને ધીમે ધીમે આગળ ચાલ્યા.
ઘણે દૂર ગયા પછી થોડી વિશ્રાંતિ મેળવવા એક વડની છાયામાં બેઠા. વિજયકુમાર એટલે બધે થાકી ગયો હતો કે તે બેસતાની સાથે જ ઊંઘી ગયે. જયકુમાર જાગતે રહી તેની ચોકી કરતો બેસી રહ્યો. લગભગ મધ્યરાત્રિએ વડની ઘટામાં બે જણા બહુ જ ધીમેથી વાતચીત કરતા હોય એ અવાજ આવ્યું. જયકુમારે તે તરફ કાન માંડ્યા.
જુઓ નાથ ! આજે આપણે સાચે બે રાજકુમાર અતિથિ તરિકે આ વૃક્ષની છાયામાં ઊતર્યા છે. તેમની આપણાથી બની શકે તેટલી સેવા-સુશ્રુષા અથવા આતિથ્ય સત્કાર કરવાં એ આપણી ફરજ છે. ”
તારી સંમતિ હોય તે એ રાજકુમારોનું એવું સરસ આતિથ્ય કરું કે તેઓ આજ રાત્રે તે શું પણ જીવે ત્યાં સુધી આપણને સંભારે અને જગતમાં અપૂર્વ નામના મેળવી જાય. આજસુધીમાં આપણે ત્યાં ઘણું અતિથિઓ આવી ગયા છે, પણ આ બે અતિથિઓ જેવા પરાક્રમી અને ભાગ્યશાળી પુરુષે તે પહેલી જ વાર પધારે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
જય અને એક તે અતિથિ અને તેમાં ચે વળી ભાગ્યશાળી, ધર્મપ્રિય રાજકુમાર હોય તો તેમને સત્કાર પણ આપ કહો છો તેમ અપૂર્વ રીતે જ થ જોઈએ. ”
“ તે સાંભળ, હું તેમને ત્રણ દિવ્ય વસ્તુઓ આપવા માગું છું. એક તો એવો મહામંત્ર કે જેનું પવિત્ર અંત:કરણે સાત વાર સ્મરણ કર્યું હોય તો સાતમે દિવસે રાજ્યઋદ્ધિ પ્રાપ્ત થાય. વળી તેમને એક મણિ આપવા માગું છું કે જેના પ્રતાપે તે પિતાની ઈચ્છા પ્રમાણે પિતાની આકૃતિ પલટાવી શકે, આકાશમાં ઊડી શકે, સર્વ પ્રકારનાં ઝેરથી સહીસલામત રહી શકે અને સમૃદ્ધિ તથા ભેગે પગ પણ આપોઆપ હાજર થઈ જાય અને ત્રીજી એક એવી વસ્તુ આપવા ઈચ્છું છું કે જે મહિષધીના પ્રભાવે શસ્ત્ર, અસ્ત્ર, ભૂત, પ્રેત, અગ્નિ, પાણી, સર્ષ વગેરે તેને કંઇ જ હાનિ ન પહોંચાડી શકે. ”
“નાથ! આ ભાગ્યશાળી રાજકુમારોને એ જ યોગ્ય છે. મારી પણ એવી ઈચ્છા છે કે આપણા આશ્રયે રાતવાસો રહેલા જિનેશ્વરભગવાનના આ ભક્તો કેઈ દિવસ દુઃખી ન થવા જોઈએ.”
જયકુંવર બેઠે બેઠે આ વાત સાંભળે છે. તેને તે ખાત્રી જ હતી કે યક્ષ-યક્ષિણ સિવાય આવા ગાઢ જંગલમાં બીજું કંઈ જ ન હોય. તેને પોતાનાં ભાગ્યદય વિષે હવે કઈ પણ પ્રકારની શંકા ન રહી. પ્રસન્ન થયેલાં ભાગ્ય પ્રારંભમાં તો થોડું દુઃખ દેખાડે છે, પણ પરિણામે તે સુખની પરંપરા જ પ્રાપ્ત થાય છે. એ સત્ય તેને બરાબર સમજાયું. તે મનમાં ને મનમાં જ વીતરાગદેવની સ્તુતિ કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
વિજય
યક્ષ અને યક્ષિણ ત્રણ અપૂર્વ વસ્તુઓ આપી અદશ્ય થઈ ગયાં. રાત્રિના ત્રીજા પહેરને અંતે જ્યારે વિજય નિદ્રામાંથી જાગે ત્યારે જ રાતમાં બનેલ બનાવ સંબંધી બધી હકીકત કહી સંભળાવી.
આ ત્રણ વસ્તુઓ બેમાંથી કોણે રાખવી એ એક મહાપ્રશ્ન થઈ પડ્યો. મોટે ભાઈ જયકુંવર કહે: “ મારા નાના ભાઈ તરીકે મારે એ ત્રણે વસ્તુઓ તને જ સોંપી દેવી જોઈએ, કારણ કે તેના માટે તું જ ચગ્ય પાત્ર છે. ” નાનો ભાઈ કહે: “ તમે મોટા છે એટલે એ વસ્તુઓ તમારી પાસે જ રહેવી જોઈએ. યક્ષે તમને જ એ આપી છે, એટલે તેની ઉપર તમારો જ અધિકાર છે. ”
જયકુંવરે છેવટે નિર્ણય આપે કે “આપણે બન્ને મંત્ર જપીએ, પછી જેના ભાગ્યમાં હશે તેને રાજદ્ધિ પ્રાપ્ત થશે.” વિજયકુમારે એ નિર્ણય સ્વીકાર્યો.
બને ભાઈ મંત્ર જપવા બેઠા. જયકુંવરે તે માત્ર મંત્ર જપવાને દેખાવ જ કર્યો, કારણ કે તેની ઈચ્છા તે નાનો ભાઈ રાજ્યસંપત્તિ મેળવે એવી હતી. વિજયકુંવરે સાચા ભક્તિભાવથી મંત્રનો જપ કર્યો.
સૂર્યોદય થતાં બન્ને ભાઈઓ આકાશગામિની વિદ્યાના પ્રભાવે આકાશમાં ચાલતાં ઘણે દૂર નીકળી ગયા. સાતમા દિવસને સૂર્ય ઊગે તે પહેલાં તેઓ કામપુર નગરમાં એક ઉદ્યાનમાં ઊતર્યા. જયકુમારને ખાત્રી હતી કે આજે સાતમે દિવસ હેવાથી ભાગ્ય પલટાવું જોઈએ. હવે જે હું પાસે હઈશ તો નાને ભાઈ મને રાજ્ય લેવા આગ્રહ કર્યા વિના નહીં રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
જય અને માટે બહેતર છે કે મારે અહીંથી ચાલ્યા જવું. આ વિચાર કરી વિજયકુમારને કંઈક બહાનું બતાવી દૂર ચાલ્યા ગયે.
વિજયકુમાર ઉદ્યાનમાં બેઠો બેઠો કંઈક વિચાર કરે છે એટલામાં નગરના પ્રધાન વિગેરે અધિકારીઓ એક મદઘેલા હાથી, મનહર અશ્વ અને છત્ર, ચામર, કળશ આદિ સામગ્રી સાથે ઉદ્યાન તરફ જ આવતાં હોય એ દેખાવ તેની નજરે ચડ્યો. આગળ હાથી, તે પછી અશ્વ અને તેમની પછવાડે સુંદર વસ્ત્રાલંકારોથી સજજ રાજપુરુષો ધીમે ધીમે ચાલતા હતા.
પેલે હાથી જાણે કે કોઈની પ્રેરણાથી પ્રેરાત હોય તેમ સીધે વિજયકુંવર પાસે આવીને જ અટકી ગયે. તે જ વખતે પેલા અધે પણ આનંદસૂચક હણહણાટી કરી વધામણી આપી. જોતજોતામાં હસ્તિએ વિજયકુંવર ઉપર કળશ ઢ અને તેને જાળવીને ઉપાડી પિતાની પીઠ ઉપર સ્થા.
રાજપુરુષો પણ સમજી ગયા કે થોડા વખત ઉપર રાજાના સ્વર્ગવાસને લીધે જે રાજગાદી ખાલી પડી છે તેને શુભવવા માટે આ જ કુંવરનું નિર્માણ થઈ ચૂકયું છે. અધિકારીઓ અને પ્રજાજનેએ “જય જય!”ના શબ્દોથી આકાશ ભરી દીધું. તે જ સમયે દેવવાણ થઈ કે “દેવતાઓની પણ આજ પુરુષને રાજગાદી આપવાની ઈચ્છા છે. જે કઈ તેને રાજા તરીકે સ્વીકાર નહીં કરે તેને શિક્ષા કરવામાં આવશે.” સર્વ સામંતે અને પ્રધાનેએ વિજયકુમારને ઉદ્દેશી પિતાનાં મસ્તક નમાવ્યાં.
વિજયકુમારે તે ઘણું યે કહેવા માંડયું કે –“મારા મોટા ભાઈ આટલામાં જ કયાંક હશે અને મોટા ભાઈને મૂકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
વિજય
મારાથી રાજગાદી ન લેવાય.” પરંતુ પ્રધાને, સામંતે અને પુરજનેએ તે તરફ બહુ લક્ષ ન દીધું. તેમણે તે એક જ જવાબ વાળ્યો કે “આપના મોટા ભાઈ અમારે સંપૂર્ણ માન્ય છે, પરંતુ આ આકાશવાણ રાજા તરિકે તો આપને જ અભિષેક કરવાનું ફરમાવે છે. દેવ–આજ્ઞાનું અમારાથી ઉલંઘન ન થાય.”
ઈચ્છા નહીં છતાં વિજયકુમારે કામપુર નગરનું સિંહાસન સ્વીકાર્યું અને મોટા ભાઈને તત્કાળ શોધી કાઢવાનો અનુચરને હુકમ કર્યો. જયકુમારે આ દેખાવ દૂર રહી છુપાઈને જોઈ લીધું. પોતે જે પ્રગટ થાય તે નાનો ભાઈ આગ્રહ કર્યા વિના ન રહે, તેથી ભાઈના કલ્યાણમાં જ પોતાની કુશળતા માની તે વિદ્યાધરની જેમ આકાશમાગે ઘણા દૂરના દેશાવરમાં પહોંચી ગયે. અનુચરે પણ તપાસ કરતાં થાકીને પાછા ફર્યા.
* એક દિવસે જયાપુરી નામની નગરીમાં જયકુમાર ફરતે હતે એટલામાં રૂપ–સાંદર્ય અને લાવણ્યથી નીતરતી એક નવવના તેની નજરે પડી. જયકુમાર તેના રૂપમાં મેહમુગ્ધ બન્ય.
એ રૂપવતી યુવતીનું નામ કામલતા હતું અને તે પોતાનાં રૂપને તથા દેહને વેચી પોતાની આજીવિકા ચલાવતી હતી. જયકુમારે આ હકીકત જાણું, વેશ્યાએ માત્ર ધનની જ સગી હોય છે એ જાણવા છતાં મોહાંધ કુમાર કામલતાની પાછળ ઘેલ બન્યા. યક્ષે આપેલ મણિના પ્રતાપે તે અખૂટ ધન-સંપત્તિ મેળવી શકે એમ હતું, તેથી ધનની ચિંતા કર્યા વગર તે કામલતાની મોહજાળમાં બંધાઈ ભાતભાતના ભેગે પગ ભેગવવા લાગ્યો.
કામલતાની વૃદ્ધમાતાને આશ્ચર્ય થયું કે “ આ પરદેશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
જય અને કંઈ નેકરી, વેપાર કે ધંધે કરતો નથી, વળી તેની સાથે કંઈ વિશેષ માલમિલકત નથી, છતાં જ્યારે જરૂર પડે ત્યારે હજારો સોનામહાર કાઢી આપે છે તે બધું કયાથી આવતું હશે?”કામલતા પોતે તે સરળ હૃદયવાળી સ્ત્રી હતી, પરંતુ આ વૃદ્ધા બહુ જ કપટી અને સ્વાથી હતી. તેણે કામલતાને સમજાવી, જયકુમાર આ બધી લક્ષ્મી ક્યાંથી–કેવી રીતે મેળવે છે? તે વાતનો ખુલાસો મેળવી લેવા આગ્રહ કર્યો. કામલતાએ કહ્યું કે: “આપણે એ પંચાતમાં શા સારુ પડવું જોઈએ? આપણે તો ધનની સાથે કામ છે ને ? તે ગમે ત્યાંથી મેળવતો હોય, આપણે જાણીને શું કરવું છે?” પણ કપટી વૃદ્ધાને એ જવાબથી સંતોષ ન થયો. વૃદ્ધ માતાના વારંવારના આગ્રહથી કામલતાએ એક દિવસે લાગ જોઈને જયકુમારને પૂછયું : “આપ જ્યારે જરૂર પડે ત્યારે સોના-રૂપાની અદ્ધિ ક્યાંથી મેળવી લે છે?” જયકુમારને સ્પષ્ટ જવાબ આપતાં સંકેચ તે જરૂર થયે, પણ કામલતા જેવી એક સુંદરીને કદાચ પ્રેમ ઊડી જાય એ ભય લાગવાથી તેણે પેલા મણિનું માહાસ્ય સમજાવ્યું. મણિના પ્રતાપે જ લક્ષમી આવી મળે છે એમ તેનાથી કહેવાઈ જવાયું.
કામલતાએ પિતાની વૃદ્ધ માતાને એ વાત કહી. પછી તો કટકે કટકે-દ્રવ્ય લેવું તે કરતાં તે દ્રવ્યના મહાસાગર જેવા મણિનું જ ગુપચુપ હરણ કરી લેવું, એવી વૃદ્ધાએ પોતાના મનની સાથે ગાંઠ વાળી. દૂધના પાત્ર સામે બિલ્લીબાઈ જેમ તાકી રહે તેમ પેલી ડોશી પણ જયકુમારના મણિ તરફ જ લક્ષ આપવા લાગી.
જયકુમાર એકદમ છેતરાઈ જાય એ તદન કાચો ન હતો. કેટલાક દિવસ એમ ને એમ ચાલ્યા ગયા ત્યારે ડોશીએ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
વિજય
યુક્તિ ગોઠવી. કુમારને ચંદ્રહાસ નામની મદિરા પાઈ છેક બેશુદ્ધ બનાવી દીધો. પછી તે પૂરેપૂરે મૂર્જીવશ થયે ત્યારે ગુપ્ત વસ્ત્રને છેડે બાંધેલ મણિ છેડી લઈ તેની જગ્યાએ તેવી જ જાતને એક પત્થર બાંધી દીધે. કુમાર જ્યારે ઘેનમાંથી જાગ્યો અને મણિને બદલે પત્થર જે ત્યારે તેને પોતાની મૂઢતા ઉપર ઘણે જ તિરસ્કાર છૂટ્યો. વેશ્યાની સોબતમાં રહી પોતે કેટલે પતિત થયે હતો તેનું તેને ભાન થયું. એ તો ઠીક થયું કે માત્ર મણિ જ લઈ લીધો, પણ મદિરાના ઘેનમાં જે કોઈએ તેનું ગળું કાપી નાખ્યું હોત તો આ ઉત્તમ નરભવને એટલેથી જ અંત આવી જાત, એમ માની તેણે પશ્ચાત્તાપ સાથે એ ગૃહનો ત્યાગ કર્યો. કામલતાને પણ આથી ઘણે ખેદ થયા. કુમારના કેટલાક ગુણે ઉપર તેને હવે અનુરાગ બંધાયો હતો.
વૃદ્ધાએ મણિ ચોરી લીધે તે ખરે, પરંતુ યોગ્યતા વિના જે વસ્તુ મળે છે તે ગમે તેટલી મૂલ્યવાન હોવા છતાં તેને પૂરેપૂરે લાભ મળી શકતો નથી, એ સત્યનો જિંદગીમાં આ પહેલી જ વાર અનુભવ કર્યો. ભારેમાં ભારે ઓષધી હાથ લાગે પણ તે કેમ વાપરવી એનવિધિ ન આવડતો હોય તો ઔષધી પણ નકામી જ થઈ પડે. વૃદ્ધાના વિષયમાં પણ એમ જ બન્યું. મણિની પાસે કેવી રીતે માગણી કરવી, વિધિપૂર્વક કેવી રીતે મંત્ર જપ એમાંનું તે કંઈ જ જાણતી ન હતી. ઈષ્ટ વસ્તુને આપનાર મણિ ડોશીને તે પથ્થરના ટુકડા જેવો જ લાગ્યો. તેને થયું કે આમાં લાભ કરતાં પણ પોતાને જ અધિક નુકશાન થયું છે એમ વિચારી તે આકંદ કરવા લાગી. હવે જે કુમાર કયાંઈ મળે તે તેની પાસે પશ્ચાત્તાપ કરી, ક્ષમા યાચી આ મણિ સુપ્રત કરી દે એવા નિશ્ચય સાથે તે કુમારની શોધમાં બહાર નીકળી પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
જય અને કામલતાના ઘરની બહાર નીકળે તે જ વખતે એક બીજું સૌભાગ્ય જયકુમારની રાહ જોઈ રહ્યું હતું. બન્યું એવું કે એ જ નગરની રાજકુમારી પોતાની કેટલીક સખીઓ સાથે જળવિહાર કરવા નદીકાંઠે ઊભી હતી. એટલામાં તેને કેણ જાણે કેમ પણ મૂચ્છ આવી અને સખીઓ ગભરાઈ ગઈ. રાજાને એ વાતની જાણ થતાં રાજા પિતે ત્યાં આવ્યું. વૈદ્યોએ અને મંત્રશાસ્ત્રીઓએ ઘણું ઘણું ઉપચાર કર્યા, પણ રાજકુમારીની મૂર્છા કેઈથી વળી નહીં. રાજાને એ કુમારી પિતાના પ્રાણ કરતાં અધિક પ્રિય હતી. તેણે ઢઢેરો પીટાવ્યો કે “જે કોઈ પુરુષ આ રાજકન્યાને શુદ્ધિમાં લાવી સુખ પમાડશે તેને રાજા એક કરોડ સોનામહોર આપશે એટલું જ નહીં પણ આ રાજપુત્રી સાથે લગ્ન પણ કરાવી દેશે.” જયકુમારને એ કામ અતિ સહજ હતું. તેના પાસે જે દિવ્ય ઔષધી હતી તેના ઉપચારથી તેણે રાજકન્યાની મૂછ ઉતારી અને કુમારી પણ જાણે પૂર્વ ભવના કેઈ પ્રેમીનાં અકસમાત દર્શન કરતી હોય તેમ રાજકુમારને નેહભીનાં નયને જોઈ રહી. રાજાને આથી અનહદ આનંદ થયે અને પિતાનું વચન પાળી, પુત્રી પરણાવી, રાજકુમારને પોતાની પાસે જ રાખી લીધે.
અહીં પણ કુમારને એક લુચ્ચો માણસ મળે. પહેલાં તે તેણે કુમારની સેવામાં રહી તેને ખૂબ વિશ્વાસ મેળવી લીધો, પણ એક દિવસે જ્યારે કુમાર ભેગ-વિલાસ અને આનંદ-પ્રમોદમાં ચકચૂર પડ્યો હતો તે વખતે છાનામાને પેલી દિવ્ય ઔષધી લઈને દૂર જંગલમાં નાસી ગયો. કુમારને આ વાતની ખબર પડી ત્યારે તેને પોતાની બેદરકારી માટે બહુ જ દુખ થયું. મણિ તે ગુમાવ્યે હતું તેમાં અધૂરામાં પૂરું દિવ્ય ઔષધી પણ ગુમાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
વિજય
૧૩
દીધી. પ્રમાદ, વિલાસ અને ભેળપભેગમાં ભાન ભૂલેલા પુરુષની કેવી દશા થાય છે તેને માટે બે બેધપાઠ મળ્યા. તે પ્રમાદનિદ્રામાંથી જાગે અને એક મેગીની જેમ નગર છેડીને ચાલી નીકળે.
તે માર્ગે જતું હતું એટલામાં સામેથી એક ડોશી આવતી દેખાઈ. આ ડેશી તે બીજું કે નહીં પણ કામલતાની જ પાલક-માતા હતી એમ તે જોઈ શક્યો. ડેશીએ પણ રાજકુમારને ઓળખી લીધે. કુમાર કંઈ બોલે તે પહેલાં જ ડોશીએ કુમારને અતિ દીનભાવે પગે લાગી કહ્યું કેઃ “આ આપની સંપત્તિ આપ જ સંભાળે. અમારા જેવાં અજ્ઞાન મૂઢ માણસને કુટીબદામ જેટલી પણ ઉપયોગી નથી.” પછી પેલો મણિ કુમારના પગ પાસે મૂકી, પિતાના અપરાધ બદલ કરગરી કુમારની ક્ષમા માગી.
કુમાર સમયે કે આ પ્રસંગે ક્રોધ કર નકામે છે. જે કે મનમાં તે તે સળગી રહ્યો હતો અને આ લુચી ડોશીને શિક્ષા આપવા તેના હાથ સળવળી રહ્યા હતા, પણ એક તે વૃદ્ધો પ્રત્યેના વિનયને લઈને અને બીજું કાર્ય સિદ્ધ થયા પછી ક્રોધ કરવો નકામે છે એ વિચાર કરીને તેણે ક્રોધને મનમાં ને મનમાં જ શમાવી દીધો. કામલતાને પોતાને આ કાવતરામાં કંઈ જ ભાગ ન હતું એમ પણ તે ડેશીના કહેવા ઉપરથી જાણી શકયે. અત્યારસુધી કામલતા પ્રત્યે જે ઉદાસીનતા રાખી રહ્યો હતે તે ઊડી ગઈ અને એટ પછી સમુદ્રમાં ભરતી આવે તેમ તેનું અંતઃકરણ કામલતા તરફ પ્રબળ આકર્ષણ અનુભવી રહ્યું.
ડોશીમા ચાલ્યાં ગયાં. દિવ્ય ઔષધી ગુમાવ્યાના શેકમાં શું કરવું તે કુમારથી ન સમજાયું. એક તરફ કામલતાનું આકર્ષણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૪
જય અને બીજી તરફ દિવ્ય ઔષધી પાછી મેળવવાની તીવ્ર ઝંખના. આ બે મૂંઝવણે અત્યારે તેના મનને મૂંઝવી રહી હતી.
એક વૃક્ષને આશ્રયી તે બેઠા હતા ત્યાં અચાનક એક જંગલી જે પુરુષ આવીને તેની પાસે ઊભા રહ્યા અને લુગડાનો છેડે છેડી કંઈક બતાવતો તે બોલ્યા: “મેં ઘણા ઘણા સુજ્ઞ પુરુષોને પૂછી જોયું, પણ આ વસ્તુને કેવી રીતે ઉપયોગ કરે એ કોઈ સમજાવી શકાયું નથી, આપ એ વિષયમાં કંઈ સમજાવી શકશે ?”
આ જંગલી પુરુષની બુદ્ધિ જ બહેર મારી ગઈ હતી. જે એમ ન હોત તો જરૂર આ કુમારને દૂરથી જોઈને તે નાસી જાત, પણ સ્વાર્થ આંધળો હોય છે. એ સ્વાર્થે જ તેની બુદ્ધિશક્તિ હરી લીધી હતી.
કુમારે એ વસ્તુ જોઈ. પ્રમાદમાં ગુમાવેલી દિવ્ય ઔષધી ફરતી ફરતી પિતાની પાસે જ આવી ચડી. તે જે તેને અનહદ આનંદ થયો. પછી પેલા પુરુષને સંબોધીને તે બેલી ઊઠ્યો: દુષ્ટ ! આ ઔષધી ક્યાંથી લાવ્યા ?”
આ પ્રશ્ન સાંભળતાં જ દિવ્ય-ઔષધીને ચોર ગભરાયો. તેણે કુમારને ઓળખ્યો અને બીજી જ ક્ષણે જીવ લઈને જંગલમાં નાસી ગયે, પુણ્ય જ્યાં સુધી પહોંચતાં હોય છે ત્યાં સુધી ગુમાવેલી વસ્તુ પોતે જ તેના ખરા માલીકની પાછળ ઘેલી બની તેને શોધતી શોધતી પાછી પિતાની મેળે આવી ચડે છે અને જેનાં પુણ્ય પરવાર્યા હોય છે તેને વિશ્વની સારભૂત ઉપયોગી વસ્તુ પણ કંઈ જ કામ આવતી નથી; એ સિદ્ધાંત વિષે કુમારને દઢ શ્રદ્ધા બંધાણ.
એ રીતે કેટલાક દિવસો ચાલ્યા ગયા. એક દિવસે તે આકાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
વિજય
૧૫
માગે જતે હતો ત્યાં પાસેની જ સુભગ નામની એક નગરીમાં હજારો માણસોને એક ઠેકાણે એકઠાં થયેલાં અને અંદર અંદર કંઈક ચર્ચા કરતાં તેણે જોયાં. કુતૂહળને લીધે જયકુમાર નીચે ઊતર્યો. પોતાને કેાઈ એકદમ ઓળખી ન લે તે સારુ તેણે શ્યામ વામન સ્વરૂપ ધર્યું. તે જેમ જેમ પેલા ટેળાની પાસે આવવા લાગ્યો તેમ તેમ લેકે બીજું બધું પડતું મૂકી તેના વિચિત્ર રૂપ સામે એકીટસે જોઈ રહ્યા. આ કાળે અને આ ઠીંગણે માણસ એ લોકોએ ભાગ્યે જ કોઈ દિવસે જે હશે.
જુઓ ! જુઓ ! આ કઈ દેવાંશી પુરુષ અધરથી ઊતરી આવ્યા છે.” ટેળામાંથી એક જણે મશ્કરી કરતાં કહ્યું.
અહો ! એમને જોતાં જ રાજકુંવરી મેહિત થઈ જાય એવું તો એમનું રૂપ છે.” બીજાએ ઉમેર્યું.
જયકુમાર પિતે જે અરીસામાં પોતાનું રૂપ નીહાળે તો તેને પણ હસવું આવ્યા વિના ન રહે. આવા બેડોળ અને મેલાઘેલા માણસ પાસે કંઈ વિદ્યા કે મંત્રબળ હોય એમ કઈ જ ન માને. ટેળાના માણસો તેને જોઈ-જોઈને ભાતભાતની ટીકાઓ કરવા લાગ્યા. કુમાર તે સાંભળતા અને મનમાં ને મનમાં હસતે ટેળાની વચમાં આવી ઊભે રહ્યો. તેણે જોયું તે એક રાજકુમારી સપના દંશથી મૂછિત થયેલી પડી હતી.
સુભાગ રાજાની એ ભાગિની નામની કુંવરીને અજાણતાં સર્પ કરડ્યો હતે. જે કઈ મંત્રશાસ્ત્રી એ કુંવરીને મૃત્યુના મુખમાંથી બચાવે તેને રાજાએ એક હજાર અશ્વ, સેંકડો હાથી અને એ કન્યા સુપ્રત કરવાની ઉઘેષણ કરાવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
જય અને “રાજકુંવરીને મહેલમાં લઈ ચાલે.” જયકુમારે રાજાના એક અનુચરને કહ્યું. તેની આજ્ઞામાં જ એટલી આત્મશ્રદ્ધા હતી કે અનુચરો તરત જ જયકુંવરીને પાલખીમાં સુવાડી મહેલમાં લઈ ગયા.
જયકુમારે કેટલીક બાહા ક્રિયાઓને મોટો આડંબર કર્યો. તે જે ધારે તે પિતાની પાસે રહેલી દિવ્ય ઔષધીવડે રાજકુંવરીને તે જ ક્ષણે મૂછમાંથી જાગૃત કરી શકે પણ બાહ્ય દેખાવ કે આડંબર વિના લોકોની શ્રદ્ધા મેળવી શકાતી નથી, એવો વિચાર કરી તેણે કેટલાક સમય વિતાવ્યા અને જાણે કે બહુ જ શ્રમ તેમજ સાધનાને અંતે રાજકુંવરી ઝેરી અસરથી મુકત થઈ હોય એવી છાપ પાડી:
રાજકુંવરી બચી જવાથી રાજાને અને નગરજનોને ઘણે જ આહૂલાદ ઉપજે. પણ આવા બેડેળ-કદરૂપા પુરુષને રાજકન્યા શી રીતે પરણાવવી? એ એક મોટી ચિંતા થઈ પડી.
શરૂઆતમાં જેમણે જયકુમારની મશ્કરી કરી હતી તેમને પણ પશ્ચાત્તાપ થયે. આંખને અપ્રિય લાગે એવા બદસુરત માણસમાં કેટલીક વાર વિદ્યા, કળા અને મંત્ર વેગનું ભારે સામર્થ્ય રહેલું હોય છે એમ લકે જોઈ શક્યા.
રાજા પોતે પણ વિમાસણમાં પડ્યો. આવા બેડોળ માણસને પિતાની રૂપવતી કન્યા આપવી એ વાંદરાના ગળે મોતીને હાર બાંધવા જેવું જ લાગ્યું, પણ તે વચનથી બંધાઈ ચૂક્યા હતા.
જયકુમાર રાજાને વિનવવા લાગ્યો. “રાજન મારા જેવા એક કદરૂપા માણસને આપ આપની કન્યા સાથે પરણાવો એ મને પિતાને પણ ઉચિત નથી લાગતું. આપ કદાચ વચનથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
વિજય
૧૭
બંધાઈ ચુક્યા છો એવી દલીલ લાવી શકે પણ રાજકુંવરી મને કઈ રીતે ચાહી શકે એવી મારી શરીર-સ્થિતિ નથી. હું મારું સ્વરૂ૫ બરાબર સમજું છું. હું પિતે જ રાજકુંવરીને કોઈ યોગ્ય વર સાથે પરણાવવાની છૂટ આપું છું.”
આ પ્રમાણે કેટલાક દિવસ સુધી રાજા અને જયકુમાર વચ્ચે રકઝક ચાલી. જયકુમાર તે રાજાની અને કુંવરીની કસોટી જ કરવા માગતો હતો. આ કસોટીમાં તેઓ કંચનરૂપે સિદ્ધ થયાં. તે પછી જયકુમારે પોતાનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું અને તે જ વખતે નગરમાં અપૂર્વ આનંદ અને તૃપ્તિને મહાપ્રવાહ ફરી વ. જયકુમાર કઈ જંગલમાં વસનારે મેલો-ઘેલે, જંગલી કે અઘોરી પુરુષ નથી, પણ એક દેવાંશી રાજપુરુષ છે એવી લોકોને ખાત્રી થઈ. ચોગ્ય મુહૂર્ત રાજાએ મહત્સવપૂર્વક પોતાની કન્યા સાથે જયકુમારનું પાણિગ્રહણ કરાવ્યું.
કેટલાક દિવસ સુધી જયકુમારે અહીં રહી સ્વર્ગીય સુખ ભગવ્યું, પણ એક વાર બે સખીઓની વાતચીત તેને કાને પડી અને તેને બધે રસ ઊડી ગયો. સખીએ તે માત્ર એટલું જ કહ્યું કે “આ આપણુ રાજાનો જમાઈ છે અને પોતાના સાસરાને ત્યાં રહી લહેર ઉઠાવે છે.” ઉત્તમ પુરુષે હમેશાં પોતાના ગુણેથી જ પ્રખ્યાતિ મેળવે છે, તેઓ પોતાના મામાના કે શ્વસુરના પ્રતાપે માન-પાન મેળવવામાં હીણપત સમજે છે એ સત્ય કુમારને સાંભરી આવ્યું. શ્વસુરના રાજ્યનો ત્યાગ કરવા તેનું મન અધીરું બન્યું.
પણ અહીંથી નીકળી કયાં જવું? શું કરવું? એ વાતને વિચાર થઈ પડ્યું. નાના ભાઈ વિજયકુમાર પાસે જવાનું દિલ થયું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
જય અને પરંતુ તે એક મહાન રાજ્યને ભોક્તા હોવાથી, પિતાને આદરસત્કાર બરાબર થાય કે નહીં તે વિષે સંદેહ ઉપજે તે વિચારવા લાગ્યું કે “મૈત્રી કે બંધુતા હમેશાં સરખે-સરખા વચ્ચે જ હોઈ શકે. એક મહાન રાજા અને મારા જેવા એક રઝળતા મુસાફર વચ્ચે પૂરેપૂરી બંધુતા ન પરિણમે, માટે પહેલવહેલાં કઈ એક વિશાળ રાજ્ય પ્રાપ્ત કરું અને પછી જ ભાઈને મળું તે ઠીક.” આ વિચાર કરી તે રાજ્યમંત્રનું સ્મરણ કરવા લલચાયે, પરંતુ અનેક દિવસેના ભેગપગ અને પ્રમાદને લીધે તે મંત્ર તે ભુલાઈ ગયે હતે. મંત્રબ્રણ થવાથી તેને ઘણો ખેદ થયે. સંસારનાં સામાન્ય સુખમાં પડી જવાથી માણસ પોતાની પાસે રહેલી બીજી દૈવી અને અપૂર્વ સિદ્ધિને કેવી રીતે ગુમાવી બેસે છે તેનું તેને ભાન થયું. તે પોતાના પ્રમાદને ધિક્કારવા લાગ્યા. સંસારસુખરૂપ મદિરામાં ચકચૂર બનવાથી માણસ આખરે કે મતિશૂન્ય બની જાય છે !
હરકોઈ પ્રકારે ભાઈને મળવું એ નિશ્ચય કરી તેણે અષ્ટાંગ નિમિત્ત જાણનાર નિમિત્તિનું રૂપ લીધું. તે વિજયકુમાર પાસે પહોંચી કહેવા લાગ્યા: “હે ભૂપતિ ! મારા નિમિત્તપ્રજ્ઞાના પ્રતાપથી તમારે વાસ, પ્રવાસ, દિવ્ય વસ્તુની પ્રાપ્તિ તથા ઐશ્વર્ય વિષે બધી વાતને ખુલાસો હું કરી શકું છું. ”
આટલું સાંભળતાં જ વિજયકુમારને પોતાને જૂને ઈતિહાસ યાદ આવ્યા. પ્રવાસના દુ:ખના દિવસોમાં મોટા ભાઈએ કરેલે ઉપકાર તેની નજર આગળ ખડો થયો. તે બોલી ઊઠ્યા: “બીજું તો ઠીક, પણ હેનિમિત્તક! મારે મોટો ભાઈ કયાં છે? મને ક્યારે મળશે?”વિજયકુમારની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
વિજય
“રાજન ! આમ શેક કરવાનું કંઈ કારણ નથી. તમારો મોટે ભાઈ દેવની જેમ સ્વેચ્છાએ વિચરે છે અને ખૂબ આનંદમાં છે. હું ધારું તો તમારા બન્ને ભાઈઓને સંગમ આ ક્ષણે જ કરાવી શકું, પણ નાના ભાઈની રાજઋદ્ધિ જોયા પછી ભાઈ ઈર્ષ્યાથી બળી ઊઠે અને કલેશનાં ઝેરી બી થવાય એવો મને પિતાને ભય રહે છે, એટલે જ હું તમને તમારા ભાઈ સાથે મેળવવા ખુશી નથી. ” નિમિત્તકના આ છેલા શબ્દો વિજયકુમારને શલ્યની જેમ ખુંચ્યા. મોટા ભાઈને ઈર્ષ્યા ઉપજે એ વાત તે તે શી રીતે માની શકે? કારણ કે આ રાજ્ય, ખરું જોતાં તે મોટા ભાઈને જ આભારી હતું.
વિજયકુમારે કહ્યું: “એવી અણઘટતી વાણી ન બેલે. જે મારે માટે ભાઈ અન્નના એક કળીઆની જેમ આ રાજ્ય મને સોંપી અહીંથી ચાલી નીકળે તે મારા પ્રત્યે ઈર્ષ્યા લાવે એ અસંભવિત છે. હું એની વતી જ. આ રાજ્ય ચલાવી રહ્યો છું. છત્ર અને ચામરને પણ મેં એ ભાઈના વિરહને લીધે પહેલેથી જ ત્યાગ કરી દીધું છે. મારું અંતર ચીરીને તું જોશે તે ત્યાં પણ મોટા ભાઈની યાદગીરી તને દેખાશે.”
આ જમાનામાં આ બંધુભાવ, આવી નિઃસ્પૃહતા ખરેખર દુર્લભ છે. થોડા સ્વાર્થની ખાતર જે વખતે ભાઈ પિતાના જ ભાઈનું સત્યાનાશ વાળવા તલસતો હોય એવા જમાનામાં જયકુમાર અને વિજયકુમારને આ પ્રકારને બંધુભાવ કોને હર્ષથી રોમાંચિત ન કરે? અંધકારમાં ગુંગળાતા મનુષ્યને જેમ એકાએક સૂર્યનાં દર્શન થાય તેમ આટલી પરીક્ષા કર્યા પછી વિજયકુમારને મોટા ભાઈ જયકુમારે દર્શન આપ્યાં. બન્ને બંધુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
જય અને પરસ્પર પ્રેમથી ભેટ્યા અને જાણે ઘરના આંગણે જ કલ્પવૃક્ષ ઊગ્યું હોય એ આલાદ અનુભળે.
બને ભાઈઓએ સાથે વસીને આ પ્રમાણે કેટલાક સમય જવા દીધે. તે દરમિયાન મોટા ભાઈએ, નાના ભાઈની મદદથી પેલે ભૂલાયેલે મંત્ર યાદ કરી લીધું. રાજત્રાદ્ધિ મંત્રના જાપથી તેને ભેગાવતીનું રાજ્ય પ્રાપ્ત થયું. પછી તે પોતાની બે સ્ત્રીઓ અને કામલતાને સાથે લઈ વિજયકુમાર પાસે જ એક જુદા મહેલમાં રહેવા લાગ્યા. પરાક્રમ અને ન્યાય જેમ પરસ્પર શોભાવે તેમ બને ભાઈએ પોતપોતાના ગુણને લીધે જગપ્રસિદ્ધ થયા.
એક દિવસે વિજયકુમારે એક સ્વપ્ન જોયું. તેમાં જયંતીપુરીના રાજાની પુત્રી પિતાને સ્વયંવર-મંડપમાં વરતી હોય એમ લાગ્યું. પ્રાત:કાળ થતાં, તેણે રાજ-કારભાર મોટા ભાઈને સુપ્રત કરી જયંતીપુરી તરફ પ્રયાણ કર્યું અને રાજકુંવરીના જે સ્વયંવરમાં અનેક દેશના રાજકુમારે વિવિધ વસ્ત્રાલંકારો પહેરી બિરાજ્યા હતા ત્યાં એક ઠીંગણું–શ્યામવર્ણ, રાજકુમાર તરીકે છેક છેલ્લા આસન ઉપર તેણે સ્થાન લીધું.
સારા યે સ્વયંવર-મંડપને પોતાના સૈાદર્યના તેજથી ચકિત કરતી રાજકન્યા વિજયા હાથમાં વરમાળ લઈ બરાબર વચમાં આવીને ઊભી રહી. લજજા અને સંકેચથી ભરેલાં નેત્રવતી એક વાર તેણીએ રાજકુમારની સભાનું નિરીક્ષણ કર્યું. વસ્ત્રો અને અલંકારને બાહ્યાડંબર વિજયા જેવી કેળવાયેલી રાજકુમારીને છેતરી શકે એમ ન હતું. એક પછી એક રાજકુમારનાં ગુણગાન સાંભળતી અને તેમનાં વદન નીરખતી તેણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
વિજય
૨૧
આગળ
ચાલવા લાગી. તે જેમ જેમ આગળ વધવા લાગી તેમ તેમ રાજકુમારે પણ નિરાશ થવા લાગ્યા. આખરે વિજયાકુમારીએ પેાતાની વરમાળ પેલા ઠીંગણા અને બદસુરત રાજ. કુમારના ગળામાં પહેરાવી અને તે જ વખતે સ્વયંવર–સભા આવા અપમાનને લીધે એકદમ ખળભળી ઊઠી. દેવાંશી રાજકુમારીને તજી, એક અજાણ્યા-કદરૂપા–ઝીંગણા પુરુષને વરમાળ પહેરાવી કુંવરીએ સમસ્ત રાજકુંવરોનું સખત અપમાન કર્યું છે એમ સાને લાગ્યું. એ અપમાનના બદલે લેવા રાજકુમારોએ પેાતાનાં આયુધ તૈયાર કર્યો.
એટલામાં તે આકાશમાર્ગે એક દેવિવમાન આ તરફ આવતું દેખાયું. તેમાંથી એક તેજસ્વી પુરુષ બહાર આવ્યે. તેણે સર્વે રાજપુત્રાને સમજાવીને કહ્યુ કે “ જેને તમે ઠીંગણા માણસ માની યુદ્ધ કરવા તૈયાર થયા છે તે બળ, પરાક્રમ અને મંત્રશક્તિમાં તમારા કરતાં હજારગણુા વધી જાય તેવા છે. તેનુ યથાર્થ સ્વરૂપ તમે જોશે ત્યારે જ તમને સમજાશે કે તે રૂપમાં પણ કેાઇ દેવતાથી ઊતરે તેવા નથી. ” વિદ્યાધરના આવાં વચન સાંભળી સૈા સ્તબ્ધ બની ગયા.
તે પછી વિદ્યાધરે વિજયકુમારને વિનંતિ કરી કે “ દક્ષિણ શ્રેણિના અધીશ્વર આપને પેાતાની કન્યા પરણાવવા માગે છે. હું તેમના એક સેવક તરીકે આપને પ્રાના કરવા આવ્યા છું.
""
વિજયકુમારે વિચાર્યું કે લક્ષ્મી ચાંલ્લે કરવા આવે એ વખતે માં ધાવા જવું એ ઠીક નહીં. પછી મૂળ રૂપ પ્રકટ કરી સ્વયંવરમાં વરેલી રાજકન્યા વિજયાને પેાતાની સાથે લઈ વિજયકુમાર વિદ્યાધરાના પ્રદેશમાં આવી પહોંચ્યા અને ત્યાં દક્ષિણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
જય અને શ્રેણિના અધીશ્વરની પુત્રી–વૈજયંતી અને ઉત્તર શ્રેણીના અધીશ્વરની પુત્રી જયંતીની સાથે ખૂબ ધામધૂમપૂર્વક લગ્ન કર્યા.
એ રીતે પિતાથી ત્યજાયેલા બન્ને રાજકુમારે એ પોતાના બળથી સ્વતંત્ર રાજ્ય મેળવ્યાં અને રાજકુમારીઓ સાથે વિવાહ કરી પિતાના કુળની પ્રતિષ્ઠા જમાવી. વખત જતાં એ ઉભય બંધુને પિતાને વિરહ અસહ્ય થઈ પડ્યો. તેમને થયું કે “આપણે પિતાથી દૂર રહી રાજ્યનાં સુખ ભોગવીએ અને પિતાની સેવા–ભક્તિથી વંચિત રહીએ તે આપણે પુત્ર તરીકેનો ધર્મ નથી પાળતા એમ જ જગતમાં કહેવાય, માટે આપણે એક વાર પિતાનાં દર્શન કરવા અને જે તેઓ અનુમતિ આપે તો તેમની સેવા ઉઠાવવા તૈયાર રહેવું.”
પછી બંને ભાઈઓ સ્ત્રી, પરિવાર, વિદ્યાધર અને સેના સહિત પિતાના નંદિપુર નગર ભણી ચાલી નીકળ્યા. નંદિપુર પાસે પહોંચતાં, વૃદ્ધ પિતાને આ કોઈ જમ્બર શત્રુ યુદ્ધ કરવા આવે છે એ ખોટે ભાસ થયે, તેથી પિતા અને પુત્રના સૈન્યની વચ્ચે ભારે યુદ્ધ જામે એવી સ્થિતિ ઊભી થઈ; પરંતુ વિજયકુમારે પિતાના દેહના ભોગે એ સ્થિતિ અટકાવવા સૈનિકોને બદલે પોતે જ રણમેદાનમાં આગળ વધે અને સૈનિકના પ્રહાર સહ, તેમની સાથે ઝૂઝત, પિતાના પગમાં આવીને નમી પડ્યો.
પિતાને પિતાની ભૂલ સમજાઈ. વિજયકુમારને પ્રેમથી છાતી સરસ દાખે અને તેની બન્ને દુર્બળ આંખમાંથી નેહની અશુધારા વહેવા લાગી. ભારે મહોત્સવપૂર્વક પ્રજાએ પણ તેમનું સામૈયું કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
વિજય
૨૩. વૃદ્ધ પિતા આજે કેટલાએ વરસથી પિતાના આ બન્ને પુત્રોને અહોનિશ યાદ કરતું હતું. તેને હવે સંસાર ત્યજી દઈ ત્યાગધર્મ-નિવૃત્તિમાર્ગ અંગીકાર કરવાની ઉત્કટ ઈચ્છા હતી. પુત્રના આગમનથી તેની એ ઈચ્છા પણ પાર પડી. વિજયકુમારના આચહથી પિતાએ જયકુમારને રાજ્ય સેંપી મહાવ્રત ગ્રહણ કર્યું.
ઋષિઓ જેમ ત્રણ વેગને સાથે તે પ્રમાણે વિજયે ત્રણ ખંડ સાધ્યા. વળી પિતાના નામ ઉપરથી તેણે વિજયપુર નામના નગરની સ્થાપના કરી. એ રીતે કેટલાક કાળ વ્યતીત થઈ ગયે. એવામાં એક દિવસે વિજયપુર નગરની બહાર એક ઉદ્યાનમાં કેવળી ભગવાન પધાર્યા. જય અને વિજય પિતાના અંત:પુર સાથે તેમને વંદન કરવા ગયા. એ વખતે કેવળી ભગવાને જય અને વિજયને તેમના પૂર્વભવ સંબંધી કેટલીક હકીકત કહી. મિથ્યાત્વના ઉદયથી મનુષ્યમાત્ર તિર્યચપણના કેવા દુઃખ વેઠે છે અને પિતૃઓની શાંતિ અર્થે શ્રાદ્ધ કરનારા પિતાના જ પૂર્વભવનાં માતાપિતાને કેવી નિર્દયતાથી હણે છે એ બધું તેમને સમજાવ્યું.
તમે પણ પૂર્વભવમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વનું એકાગ્રતાપૂર્વક આરાધન કર્યું હતું. તમારી સ્ત્રી અને તેની બે સખીઓ પણ સમકિતને ભજતી હતી, પણ વચમાં એક વાર જયને આત્મા, જે તે વખતે ભાનુ તરીકે ઓળખાતો હતો તેણે ત્રણ તત્વને વિષે શંકા કરી અને તેની સ્ત્રીએ કુળમદ કર્યો. એનું પરિણામ એ આવ્યું કે જયકુમાર પોતાની પાસેની ત્રણ દિવ્ય વસ્તુઓ ગુમાવી બેઠે અને જે સ્ત્રીએ કુળમદ કર્યો હતે તેને ગણિકાને ત્યાં જન્મ લેવો પડ્યો. ત્રણ તત્વના આરાધનથી જ ત્રણ ખંડ ઉપર તમે વિજય વર્તાવી શક્યા છે. ” આ મતલબને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
રક
જય અને કેવળી ભગવાને પ્રકાશ પાડ્યો. વિજયકુમારનું ચિત્ત સમતિના પાકા રંગથી રંગાયું. વીતરાગ ધર્મને વિષે તેને દઢ શ્રદ્ધા બેઠી. તે શુદ્ધ સમકિતને પાળતે થકે, જિનપૂજા, તીર્થયાત્રા, સંઘભક્તિ વગેરે કરી મિથ્યાત્વને અંધકાર ટાળવા ભગીરથ પ્રયત્ન કરવા લાગ્યા. અડગ સમક્તિધારી તરીકે વિજ્યકુમારની ખ્યાતિ દશે દિશામાં પ્રસરી ગઈ. ઈ સભામાં એક વાર તેની ભારે સ્તુતિ કરી: “મેરુપર્વતની જેમ વિજયકુમાર પોતાની શ્રદ્ધામાં–સમકિતમાં એ અડગ છે કે દેવતાઓ પણ તેને ચળાવી શકે નહીં.” ઇંદ્રની આ અનુમોદના એક મિથ્યાત્વી દેવને ન રુચી. તેણે નિશ્ચય કર્યો કે કઈ પણ પ્રકારે વિજયકુમારને ચળાવ અને ઈંદ્રની સ્તુતિને વ્યર્થ બનાવવી. દેવતાના ઉપસર્ગ પાસે એક પામર મનુષ્યનું શું ગજું? એમ ધારી તે વિજયકુમારની શ્રદ્ધાને કસોટીએ ચડાવવા એક જૈન સાધુને વેષ પહેરી તેની રાજસભામાં આવ્યું અને રાજાના પિતાના મિત્ર કે સલાહકાર જે જ બની તેની પાસે રહેવા લાગ્યા.
પહેલવહેલાં એ જેનાભાસે રાજાને અનુકૂળ રહી જૈનતત્વમાં, વીતરાગ પ્રભુનાં વચનમાં શંકા ઉપજાવવાના વિવિધ પ્રયત્ન કર્યા, પણ વિજયકુમારે તેની એક પણ શંકા કાને ન ધરી, એટલું જ નહીં પણ તેની શંકાના એવા સચોટ ઉત્તર યુક્તિપૂર્વક આપ્યા કે પેલા જૈનાભાસ દેવતાને આખરે એ માર્ગ તજી દઈ બીજી સહેજ આકરી કસોટી કરવાની ફરજ પડી.
તેણે પોતાની દેવતાઈ શક્તિના પ્રભાવથી દુરાચારીમાં પણ દુરાચારી એ એક જૈન સાધુ રાજાને બતાવ્યું અને જૈન સંઘ લગભગ આવા સાધુઓ અને આવી સાધ્વીઓથી જ ભરેલ છે એમ કહ્યું. પરંતુ રાજાએ પોતાની પાકી શ્રદ્ધાના બળથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
વિજય
૨૫
એ નજરે દેખાતી વાતને પણ એ અસ્વીકાર કર્યો. “સૂર્યમાં જે અંધકાર સંભવે તો જ વીતરાગમાર્ગમાં એ અનાચાર સંભવે. ” એ રાજાએ દઢભાવે ઉત્તર આપે.
દેવતાએ વિચાર કર્યો કે આવી સાધારણ કસોટીથી કદાચ રાજા નહીં ચળે. તેને પિતાની એક-બે યુક્તિઓ નિષ્ફળ જવાથી કોઈ પણ ચડ્યો હતો. આ વખતે તેણે રાજાની સાથી વધુ ભયંકર કસોટી કરવાનો નિશ્ચય કર્યો.
તેણે શહેરભરમાં સર્પોને ભારે ઉપદ્રવ ઉપજાવ્યું. રાજાના મંત્રી, રાજાના હિતૈષીઓ અને અનુચરાને પણ તેણે સ્વપ્નમાં આવી કહી દીધું કે : “જેઓ નગરનાં મંદિરને વિષે નાગેની મૂર્તિ સ્થાપી તેની ભક્તિભાવ સાથે પૂજા કરશે તેને આ સર્પો કોઈ પ્રકારે રંજાડશે નહીં. ” મૃત્યુના ભયથી લોકો નાગેન્દ્રની પૂજા કરવા લાગ્યા. ઈષ્ટદેવને એક બાજુ મૂકી નાગ જ જાણે દેવને દેવ હોય એવી તેની ઉપાસના થવા લાગી. મૃત્યુના ભયને નિવારવા માણસે શું શું નથી કરતા ?
રાજા વિજયકુમારને તેની આવી ચંચળ વૃત્તિ જોઈ બહુ લાગી આવ્યું. આયુષ્ય પૂર્ણ થયા પછી નાગ તો શું પણ સંસારમાં એવી કઈ શક્તિ નથી કે જે આયુષ્યને એક ક્ષણ પણ લંબાવી શકે, છતાં લોકો જીવતરની આશાએ કેટલા ઘેલા બને છે એ દેખાવ જોઈ રાજાને બહુ આશ્ચર્ય થયું.
રાજમહેલમાં અને અંતઃપુરમાં પણ ઠેકઠેકાણે ભારે વિષધર બેરિંગ દેખાવા લાગ્યા. સ્ત્રી, પુત્ર ને પરિચારિકાઓ પણ સર્પના ભયથી ધ્રુજવા લાગી. રાજાએ પોતાને રાજમહેલ બદલાળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૬
જય અને પરંતુ દેવતાઈ શક્તિના બળથી રાજા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પાછળ ને પાછળ જ સર્પોની મોટી પરંપરા ઊભરાવા લાગી.
“ આપ જરા નાગદેવની પૂજા કરે છે આ ઉપદ્રવ તરત જ શમી જાય. ” મંત્રીએ રાજાને સલાહ આપી. પણ ત્રણ તત્ત્વમાં પૂરેપૂરી આસ્થાવાળા વિજયકુમારે માત્ર મંદ હાસ્યથી જ તેનો જવાબ આપે. વિજયકુમાર અડેલ રહ્યા.
દેવતાના ઉપસર્ગે વધુ ઉગ્ર સ્વરૂપ ધર્યું. પહેલાં તો રાજપુત્રને અને તે પછી પટરાણુને પણ સર્પના દંશ થયા. એટલું છતાં રાજાની શ્રદ્ધા ચલાયમાન ન થઈ. પોતાના વહાલા પુત્રને અને પત્નીને પોતાની આંખ સામે મૃત્યુના મેંમાં પડતાં જોયાં, છતાં એ વીતરાગધર્મના પરમ ઉપાસકનું અંતર ક્ષોભ ન પામ્યું. સારાએ શહેરમાં હાહાકાર વતી ગયે. કેટલાકે તો રાજાને ગાળે પણ દેવા લાગ્યા. રાજા જે નાગદેવની પાસે સાચું યા ખેડું સહેજ માથું નમાવે તે આ ઉપદ્રવ એકદમ શમી જાય એમ લેકે માનતા હતા, છતાં રાજા એ વિષયમાં છેક ઉદાસીન હેવાથી નગરજને તેની નિંદા કરવા લાગ્યા.
આ બધું રાજા શાંતભાવે સાંખી રહ્યો. તેને ખાત્રી હતી કે ધર્મશ્રદ્ધાનું પરિણામ હમેશાં સારું જ કહેવું જોઈએ. કેઈવાર આકાશમાં તોફાન ચડી આવે, સૂર્યના તેજને છુપાવે, પરંતુ એ તેફાન ક્ષણિક હેઈ સૂર્યના પ્રકાશમાં શ્રદ્ધા ધરાવનાર પુરુષ એકદમ ગભરાઈ જતો નથી.
દેવતાએ ગારુડીને વેષ લઈ રાજાને સમજાવવા માંડ્યું “કદાચ કઈ મિથ્યાત્વી દેવને નમસ્કાર ન કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
વિજય
૭
તમારો નિશ્ચય હોય તે પણ લેકને દેખાડવાની ખાતર નાગદેવની પાસે જરા માથું નમાવે છે તેથી તમારી શ્રદ્ધા કંઈ છેક કલંકિત નહીં થાય. સમગ્ર પ્રજાને સુખશાંતિ મળતી હોય અને તમારે સહેજ માથું નમાવવું પડતું હોય તે એ કંઈ બહુ મોટી વાત ન ગણાય. અપવાદ કે અતિચારને મેલ પ્રાયશ્ચિત્ત કરવાથી કયાં નથી ધોઈ શકાતો?”
રાજા બોલ્યા: “એ બધી યુક્તિઓ નબળાને ભ્રમજાળમાં ફસાવવાને ભલે ઉપયેગી થાય. પાણીથી હાથપગને મેલ ધોવાય છે, પરંતુ એટલા જ ખાતર જાણી જોઈને હાથપગને મલિન કરવા એ બુદ્ધિમાનને ન શોભે. ખરે શક્તિશાળી પુરુષ કઈ દિવસ અપવાદ નથી સેવતે. સમકિતની રક્ષાને ખાતર રાજ્ય-ઋદ્ધિ તો શું પણ મારા પિતાના પ્રાણના અને પુત્રપરિવારને પણ ભેગ આપવા હું તૈયાર છું.”
ગાડીને આ સામર્થ્ય અને શ્રદ્ધાનું તેજ અસહ્ય થઈ પડ્યું. તેણે ક્રોધાવેશમાં આવી રાજાના સર્વ શરીરે દંશ દીધા. એક એક દંશમાં મહાવિકરાળ વેદના થવા લાગી. એટલું છતાં મુખથી તે અરિહંત ભગવાન અને તેમનાં પ્રરૂપેલાં તત્ત્વોની જ સ્તુતિ કરી રહ્યો. | સ્વર્ગમાં બેઠેલા દે અને તેમને પતિ શકેંદ્ર પણ આ કસોટી જોઈ આશ્ચર્યમુગ્ધ બની ગયા. તેમણે આકાશમાંથી
એકદમ પુની અને સુવર્ણની વૃષ્ટિ કરી. દુંદુભિનાદથી વિશ્વનું વાતાવરણ ખળભળી ઊઠયું. વિજયકુમાર આકરામાં આકરી કસોટીમાંથી શુદ્ધ કાંચનરૂપે બહાર આવ્યું, તેના આનંદમાં જાણે પશુ-પક્ષીઓ અને વૃક્ષો પણ ભાગ લેતાં હેય તેમ સર્વત્ર પ્રસન્નતા પ્રવતી રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૮
જય અને
જગતમાં હંમેશાં સમથ પુરુષાની જ કસેાટી થાય છે, પામરના કાઈ ભાવ પણ નથી પૂછતું. ઉપસર્ગ કરવા આવનાર દેવે પણ અંતે એ સમ–શ્રદ્ધાશીલ રાજા વિજયકુમારની ક્ષમા માગી અને સ્ત્રી–પુત્રાદિકને પાછાં સજીવન કર્યાં. મિથ્યાત્વી દેવ પણ તે દિવસથી મિથ્યાત્વના ત્યાગ કરી સમકિતના ઉપાસક બન્યા.
એ રીતે સમકિતને વિષે સંપૂર્ણ શ્રદ્ધા રાખી વિજયકુમારે ઘણા કાળ સુધી રાજ્યલક્ષ્મીના ઉપભેાગ . આખરે તેને ચારિત્ર અંગીકાર કરવાના અભિલાષ થયા. તે પેાતાના જ્યેષ્ઠ પુત્રને રાજગાદી ઉપર સ્થાપી શ્રી વિમળાચળ તીથૅ ગયેા. ત્યાં એક દિવસે શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરી સમિતની ભાવના ભાવતા હતા, એટલામાં ઉત્કૃષ્ટ પરિણામના ચેાગે તેને સૂર્ય સમાન મહાપ્રતાપી, મિથ્યાત્વમાત્રને નાશ કરનારું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે દિવસથી વિજયરાજા વિજયરાજર્ષિ તરીકે પંકાયા. ધ્રુવે આપેલ મુનિવેષ પહેરીને તેમણે અનેક વિજન ઉપર મહાઉપકાર કર્યો.
રાજર્ષિ વિજયના પ્રતિબેાધને અનુસરી તેમની ત્રણ સ્રી, ત્રણ પુત્ર, જય ભૂપતિ અને તેમની ત્રણ સ્ત્રી તથા ત્રણ પુત્ર આદિએ જૈન ધર્મની પવિત્ર દીક્ષા લીધી. તે સૈા અનુક્રમે એક લાખ વનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધિપદને પામ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
前
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
હંસરાજા
કુશાવર્ત દેશમાં આવેલા રાજપુર નગરને ભારે ભૂપતિ હોવા છતાં રાજા હંસ હમેશાં રાજ્યના કામકાજમાં એટલે ગુંથાયેલે રહેતે કે વારંવાર ભાવના ભાવતાં છતાં તે તીર્થ યાત્રાએ નીકળી શકતો નહીં. યાત્રાથે નીકળવાનો વિચાર કરે ને ન હોય ત્યાંથી ઉપાધિ આવે. કઈ વાર દુશ્મનની સામે થઈ પ્રજાનું રક્ષણ કરવાનું હોય, કેઈ વાર પ્રજાને ન્યાય આપવાને હોય, તે વળી કઈ વાર મંત્રીઓ અને નગરજનો સાથે મળી પ્રજાકલ્યાણ વિષે ચર્ચા કરવાની હેય.
રાજપુરથી થોડે દૂર એક પર્વત ઉપર શ્રી આદિનાથ ભગવાનનું ચૈત્ય હતું. ચૈત્રી પૂર્ણિમાને દિવસે ભાવિકેનાં ટેળે ટોળાં પ્રભુના દર્શન માટે ત્યાં જતાં અને એ આખો દિવસ ધર્મધ્યાનમાં ગાળતાં. આ વખતે તે ગમે તે ભેગે પણ ચૈત્રી પૂર્ણિમાની યાત્રા કરવી એ રાજા હંસે નિશ્ચય કર્યો. વચમાં કાંઈ વિધ્ર ન નડે એટલા માટે પૂર્ણિમા પહેલાં જ તે રાજ્યની સીમામાંથી બહાર નીકળી ગયે.
હજી અરધે રસ્તે પહોંચ્યું નહીં હોય એટલામાં પાછળથી એક દૂત દોડતું આવ્યું. તેણે રાજા હંસને કહ્યું: “ આપણા રાજ્ય ઉપર દંડી નગરને રાજા કણજીન ચડી આવ્યા છે અને રાજ્યના ભંડાર લુંટવાની તૈયારીમાં છે. મંત્રીએ છાની રીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
હંસમને રવાના કરી આપને એક વાર રાજધાનીમાં પધારવાની વિનંતિ કરવાનું કહ્યું છે. ”
એક તરફ રાજ્યની અદ્ધિ અને બીજી તરફ તીર્થયાત્રાને અપૂર્વ લાભ–એ બેમાંથી કઈ વસ્તુ પસંદ કરવી તેને હંસ રાજા આત્મસાક્ષીએ વિચાર કરવા લાગ્યું. ત્રાદ્ધિ તે કદાચ બીજી વાર મળે, પણ યાત્રાનો જે અવસર જાય તે પાછે બીજી વાર ન મળે. ધર્મના કાર્યમાં હમેશાં આવા ને આવાં જ વિદને આવે.
“ સ્વામિન ! માત્ર એક દિવસનો વિલંબ થશે. આપ લડવાને પાછા ફરો છો એમ જાણતાં જ દુશ્મન ઊભી પૂંછડીએ નાસી જશે, માટે મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે તો આપ અહીંથી પાછા ફરો એ જ ઉચિત છે. ” એક સુભટે કહ્યું.
બીજા સુભટે કે જેઓ યાત્રાના લહાવ કરતાં સંસારની રાજ્યઋદ્ધિને અધિક માનતા હતા તેમણે પણ રાજાને પાછા વળવા પ્રાર્થના કરી, છતાં હંસરાજા જરાએ ચલાયમાન ન થયે.
“આ સંસારમાં ભ્રમણ કરતાં આ જીવે કેણ જાણે કેટલીએ વાર ઇંદ્રની સમૃદ્ધિને ભુલાવે એવી લક્ષ્મી અને સંપત્તિ ભેગવી હશે. એ વસ્તુ કંઈ દુર્લભ કે અલભ્ય નથી. ખરેખર જે કોઈ સાર વસ્તુ હોય તે ભગવાનની ભક્તિ અથવા તીર્થયાત્રા જ છે.” એ દઢ નિશ્ચય કરી રાજાએ આગળ પ્રયાણ કર્યું.
ઘણુંખરા સુભટો તો ત્યાંથી જ પાછા ફર્યા કારણ કે યાત્રા કરતાં ધન-ધાન્ય તેમને અધિક વહાલાં હતાં. સાથેના તમામ નોકરો પાછા વળવા છતાં હંસરાજા સિંહની જેમ એક યાત્રાના રસ્તે આગળ ચાલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
ર
જન
૩૧ જતાં જતાં એક મહાઅટથી આવી. આ અટવીમાં અનાર્ય જેવા ભીલ લેકે જ વસતા હતા. તેઓ એકાદ વસ્ત્ર કે થોડાં ઘરેણાં માટે ગમે તે મુસાફરને મારી નાંખે એવા ક્રૂર હતા. આથી રાજાએ પિતાનાં બધાં કિંમતી વસ્ત્રો અને અલંકારે ત્યાં ને ત્યાં જ ત્યજી દીધાં. સાદા વેશમાં તે અટવી ઓળંગવા લાગ્યો.
એટલામાં એક ભયભીત-ગભરાયેલું મૃગબાળ તેની પાસે થઈને દોડી ગયું. મૃગની નિર્દોષતા અને શીકારીઓની નિર્દયતાને તે હજી એ વિચાર કરી રહ્યો હતો તેટલામાં વિકરાળ દેખાવવાળો અને હાથમાં ધનુષ્ય–બાણવાળે એક ભીલ એ રાજાની પાસે આવીને ઊભે રહ્યો. મૃગની પાછળ દોડી દોડીને ખબ લેથપિોથ થઈ ગયો હોય તેમ તેના મોં ઉપરથી દેખાઈ આવતું હતું. આવતાંવેંત તેણે પૂછયું: “અહીંથી કઈ મૃગ ગયેલું તેં જોયું છે?”
સત્યવાદી રાજા હંસને, આ પ્રશ્નને શું જવાબ આપ એ એક ગંભીર પ્રશ્ન થઈ પડ્યો. જે સાચેસાચું જ બોલે તે મૃગનું મોત નીપજે અને જે ખોટું બોલે તો અસત્ય બોલવાનું પાપ વહોરવું પડે. આ બેમાંથી એકે પરિણામ ન આવે એ મધ્યમ માર્ગ તેને શોધવો પડ્યો.
જાણે કે રાજા હંસ પોતે કંઈ સમજતો કે સાંભળતા જ ન હોય તેવી રીતને તેણે દેખાવ કર્યો અને કહ્યું: “હું કોણ છું એમ તું પૂછે છે ને? હું એક અજાણ્યો અને ભૂલે-ભટકતે મુસાફર છું.”
તું ગમે તે હે, હું તે પૂછું છું કે અહીંથી કઈ મૃગ ગયું છે?” ભીલે બીજી વાર ઉતાવળમાં ને ઉતાવળમાં પ્રશ્ન કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૨
હંસમારું નામ પૂછે છે? લકે તે મને હંસ કહે છે.” રાજાએ મૂળ સવાલને જ ઉડાવી દીધે.
આવા બહેરા માણસ સાથે નકામી માથાકૂટ કરવાથી નકામે વખત જશે એમ ધારી ભીલ ત્યાંથી ચાલી નીકળે. હંસરાજાએ એક મોટા ધર્મસંકટમાંથી છુટકારો મેળવ્યો.
થોડે દૂર ગયે એટલે એક તપસ્વી મુનિરાજ સામેથી આવતા દેખાયા. આવા બીહામણું જંગલમાં સંસારના તારણહાર સમા એક જૈનમુનિના દર્શન થયાં તેથી રાજાના આનંદનો પાર ન રહ્યો. તેણે એક સારા શ્રાવકને છાજે તેવી રીતે મુનિરાજને વંદન કર્યું અને સુખશાતા પણ પૂછી. મુનિરાજને અહીં રોકાવાનું કંઈ ખાસ કારણ ન હોવાથી તેઓ પિતાના માર્ગે ચાલ્યા ગયા.
કેટલીક વારે રાજાને બે ભીલ સામા મળ્યા. એ બન્ને જણા કોઈની શોધમાં હોય એમ તેમની વ્યગ્રતા પરથી સ્પષ્ટ થતું હતું. તેઓ આસપાસ નજર નાખતાં રાજાની પાસે આવી ઊભા રહ્યા.
એ અપશુકનીઆળ સાધુ કઈ તરફ ગયે ?એક ભીલે રાજાની સામે જોઈ પૂછ્યું.
હંસરાજા તેનો કંઈ જવાબ આપે તે પહેલાં જ બીજે ભીલ બેલી ઊઠ્યો: “અમારા સરદાર–પલ્લી પતિને એ સાધુનું અપશુકન નડયું અને અમારે બધાને લુંટફાટ કરવા જવાને વિચાર માંડી વાળ પડ્યો, એટલે હવે તે એ સાધુને વધ જ થવું જોઈએ.”
પોતે કેવી મુશ્કેલ સ્થિતિમાં મુકાય છે તે હંસરાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
રાજા.
33
તરત જ સમજી ગયે. એક તરફ મુનિની હત્યા અને બીજી તરફ અસત્ય બોલવાને દેષ: એ બે વચ્ચેથી તેને સહિસલામત માર્ગ કાઢવાને હતે. તરત જ તેની કુશાગ્રબુદ્ધિ તેની મદદે આવી.
રાજાએ એક તત્ત્વજ્ઞાની જે દેખાવ કરીને કહ્યું: “તમે બને અજ્ઞાન લાગે છે. તવદષ્ટિ તે તેને એ જ જવાબ આપે કે જે જુએ છે તે બોલતા નથી અને જે બોલે છે તે જેતે નથી.” અર્થાત્ આંખ કે જે જોવાનું કામ કરે છે તે બેલતી નથી અને જીભ કે જે બોલવાનું કામ કરે છે તે જોઈ શકતી નથી.
ભીલ જેવા જડમતિ આ ઉત્તરમાં શું સમજે? રાજાને કહેવાને ભાવાર્થ તેઓ ન સમજ્યા. થોડી પળે સુધી તે તેઓ રાજાના મુખ સામે જ જોઈ રહ્યા. તેમને લાગ્યું કે આ માણસ કોઈ વિચિત્ર લાગે છે, એટલે તેઓ ઝાઝી રકઝક કર્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યા.
એટલામાં સૂર્ય આથમવાને સમય થયો. રાજાએ એક ગંભીર વડલાની ઓથમાં બેસી પિતાનું પ્રતિક્રમણ કરી લીધું. પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાં તે ઊંઘવાની તૈયારી કરતો હતો, એટલામાં એક બખેલમાંથી નીચેના શબ્દો તેના કાને પડ્યા –
આવતી કાલે મોટે સંઘ અહીં થઈને જ નીકળશે. ઘણા શ્રીમંત અને સેના-રૂપાનાં અલંકારવાળાં સ્ત્રી-પુરુષે તેમાં હશે. અહીં તેમને લૂંટવાની ઠીક મજા પડશે. વસતીથી આ સ્થાન એટલું દૂર છે કે આપણે ક્યાં સંતાયા છીએ તેને પણ કઈને કંઈ પત્તો નહીં મળે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
હંસ
ઇ પણ પ્રકાર
તો, કેઈ સુ
ચમાં દૂર દીવાન
તીર્થયાત્રાએ જત જૈન સંઘ અટવીમાં લુંટાય અને સાધુસાધ્વી તેમ જ શ્રાવક-શ્રાવિકાઓને ઉપદ્રવ થાય એ વિચાર માત્રથી રાજાનું ધાર્મિક અંતર ધ્રુજી ઊયું. આ લૂંટારાઓના પંજામાંથી સંધને કઈ પણ પ્રકારે મુક્ત તે કરવું જોઈએ, પણ આજે તે તે નિરાધાર હતો, નિ:શસ્ત્ર હતું, કેઈ સુભટ પણ સાથે ન હતો. એ ચિંતામાં થોડો વખત વીતી ગયે. એટલામાં દૂર દીવાને પ્રકાશ દેખાય. હાથમાં મશાલ લઈ, સૈન્યનાં માણસો જેવા પુરુષે બરાબર પોતાની પાસે જ આવતાં હોય એમ લાગ્યું.
નવા આવનારા પૈકી એક સૈનિકે રાજાની મુખમુદ્રાનું ઝીણું આંખે અવલોકન કર્યું અને કહ્યું: “આ તે કઈ મહાપ્રતાપી પુરુષ દેખાય છે.”
જરા કહેશો કે તમે કેને શોધી રહ્યા છે?” રાજાએ શાંતિથી પૂછ્યું.
અમે સાંભળ્યું છે કે આટલામાં લુંટારાની એક ટોળી છે. આવતી કાલે અહીંથી સંઘ નીકળવાનું છે તેને કંઈ ઉપદ્રવ ન થાય તેટલા માટે અમે રાતમાં ને રાતમાં જ એ ટેળીને જડમૂળમાંથી ઉખેડી નાંખવા માગીએ છીએ. રાજાને સખ્ત હુકમ છે. તમે એ લૂંટારાઓ વિષે કંઈ કહી શકશે?” સૈનિકે ખુલાસો કર્યો.
બહુ બહુ તે લૂંટારાઓ વિષે હું એટલું કહી શકું કે તમારે સંઘની સાથે ખૂબ સાવચેત રહેવું જોઈએ, એથી વિશેષ હું શું કહી શકું?” -
“ ત્યારે તે જરૂર એણે લૂંટારાઓને જોયેલા હોવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
રાજ
૩૫
જોઈએ. ખરેખર કહી વો કે તમે એ લૂંટારાઓને જોયા છે કે નહીં ?” સૈનિકની ઉત્સુકતા વધી પડી.
રાજા સમજતે હતો કે જે તે કંટારાઓનું રહેઠાણ બતાવે તે લોહીની નદી વહ્યા વિના બીજું કંઈ સારું પરિણામ ન આવે. તે હિંસાથી અને અસત્યથી પણ બચવા તેમ જ લૂંટારાઓને બચા- * વવા માગતા હતા. તેણે જવાબ વાળે: “હું સાચું જ કહ્યું છું કે મેં મારી નજરે એ લૂંટારાઓને જોયા નથી, પણ તમારે તે પહેલાં કરતાં પણ વધુ સાવધ રહેવાની જરૂર છે. ”
રાજાનાં વચન અને તેના ઇવનિ ઉપરથી સુભટોને લાગ્યું કે આમાં કંઈક રહસ્ય છે. તેમણે ખૂબ સાવચેતીથી સંઘનું સંરક્ષણ કરવાનો નિશ્ચય કર્યો અને સંઘની સાથે જોડાઈ ગયા.
પિલા બખોલમાં બેઠેલા લૂંટારાઓએ વિચાર કર્યો કે: “આ માણસે આપણને મરતા બચાવી લેવા કેવી સરસ યુક્તિ કરી ? જે તેણે સહેજ ઈસારો સરખે પણ કર્યો હોત અને એ રીતે આપણે બખોલ સુભટોને ચીંધી હેત તે આપણું બધાનાં માથાં અહીં ને અહીં જ ધડથી જુદાં થઈ જાત. આ દયાળુ પુરુષે આપણને બચાવી લીધા એ બદલ આપણે સૌએ તેના ચરણમાં પડી તેનું દાસત્વ જ સ્વીકારવું જોઈએ.” બધા લૂંટારાઓ ભેગા થઈ આ દયાળુ રાજાના પગમાં નમી પડયા અને રાજાએ પણ હવે પછી લૂંટ કે હિંસા ન કરવાની સલાહ આપી.
પેલી તરફ દંડીનગરના કર્ણને રાજાએ હંસરાજાના બધા ધનભંડાર લૂંટી લીધા, પણ તેને એટલાથી જ સંતોષ કેમ થાય? હંસરાજા જે પરાક્રમી વિરોધી જીવતે હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
હંસ
યાત્રાએથી આવ્યા પછી બીજી જ ક્ષણે કર્ણન જેવા પાંચપચીશ રાજાના ભુક્કા કાઢી નાંખે. આ વિચાર કરી કણું
ને હંસરાજાનું મસ્તક લાવી આપનારને ભારે ઈનામ આપવામાં આવશે એવી ઉદ્ઘાષણ કરાવી. • ઈનામની લાલચે દેડતા બે સવાર રાજા હંસ પાસે આવી પહેચા. વેશ ઉપરથી તે તેઓ રાજાને ઓળખી શકે એમ ન હતું, તેથી સવારોએ રાજાને જ પૂછયું:
હંસરાજાને આ તરફ કયાં ગયે જાણે છો? રાજા કર્ણાર્જુન તેનું માથું વાઢી લાવનારને ભારે ઈનામથી નવાજવા માગે છે. અમારે ગમે તે રીતે પણ એ હંસરાજાને પકડ છે.”
અત્યાર સુધી ધર્મસંકટેમાંથી સીધે-સરલ રસ્તે કાઢનાર રાજા હંસ, આ સવારના સવાલ સાંભળી મૂંઝવણમાં પડ્યો.
તે વિચારવા લાગ્ય: “ડાશા જીવતરની ખાતર જૂઠું બોલવું એ શું મારા જેવા સત્યવૃત્તિવાળાને શોભે? બીજા જીવને બચાવવા હું ભલે યુક્તિપૂર્વક ઉત્તર આપું, પણ
જ્યાં મારા એકલાને સ્વાર્થ હોય ત્યાં તે મારે ખુલ્લેખુલ્લો સીધે-સરલ અને સત્ય જવાબ ન આપી દે જોઈએ.” આ વિચાર કરી હંસરાજાએ કહ્યું:–“ જેને તમે શોધી રહ્યા છે એ જ હું હંસરાજા પોતે છું. તમે ધારે તે તેને પકડી તમારા રાજા પાસે લઈ જઈ શકો છે. આ દેહનું ગમે તે કરે. આ જિંદગીમાં હું કોઈ દિવસ અસત્ય બે નથી અને આજે પણ થોડા જીવતરની આશાએ અસત્ય બોલવાનું પાપ નહીં રહે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
રાજા
૩૭
આવી નિર્ભય અને સત્ય વાણું સાંભળી દુશ્મન રાજાના લોભી માણસો પણ દાંતમાં આંગળી નાંખી ગયા. હવે શું કરવું ? એનો વિચાર ચાલે છે એટલામાં આકાશને વિષે દેવતાઓએ તંદુભિના નાદ કર્યા. “ સત્યવાદી રાજા હંસને જય” એ જયધ્વનિ તરફ થઈ રહ્યો.
તમારા સત્ય અને અહિંસાવ્રત ઉપર હું સંતુષ્ટ થયા છું. મેં પોતે જ તમારા મનને નસાડી તમારા રાજ્ય અને સંપત્તિની રક્ષા કરી છે. જે ચિત્રી પૂર્ણિમાની યાત્રા કરવા તમે નીકળ્યા છે તે દિવસ આજે જ છે, માટે મારી સાથે આ વિમાનમાં બેસી જિનેશ્વરનાં દર્શન કરવા પધારે. ” એમ કહી દેવતાએ રાજા હંસને બહુમાન સાથે પોતાના વિમાનમાં બેસાર્યા. રાજા હંસે ખૂબ ભક્તિભાવથી તીર્થયાત્રા કરી.
પિતાના દુશમન રાજાને પણ ક્ષમા આપી બંધનમુક્ત કર્યો. તેની આ પ્રકારની ઉદારતા જોઈ દે અધિક પ્રસન્ન થયા.
સત્ય, અહિંસા અને જિનભક્તિનો પ્રભાવ જ એ છે કે જેઓ વિવેકપૂર્વક એ વ્રત પાળે તે મનુષ્યને તો શું પણ દેવતાઓને પણ પિતાના દાસ જેવા બનાવી દે છે. રાજા હંસનું જીવન એ જ વ્રતને મહિમા પ્રબોધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મીપુંજ
સૌધર્મ શેઠ જન્મથી જ દરિદ્ર હતા. લક્ષમી મેળવવાને તે જેમ જેમ ફાંફાં મારે તેમ તેમ વધુ નિરાશ બને. નસીબને જગ જ એ કે એકે પાસે સવળ ન પડે. પછી તે સૌધર્મ શેઠે પણ લક્ષ્મીવાન બનવાની આશા ત્યજી દીધી.
પણ જે દિવસે સાધમ શેઠની ભાર્યા ધન્નાએ એક સુકુમાર તેજસ્વી પુત્રને જન્મ આપે તે દિવસથી અચાનક સૈધર્મ શેઠની સ્થિતિ બદલાઈ ગઈ. કહેવત છે કે “ પુત્રનાં લક્ષણ પારણામાંથી જ કળાય” પરંતુ લક્ષ્મીપુંજને આત્મા તે ગર્ભમાં આવ્યું તે પળથી જ તેને પ્રભાવ દેખાડવા લાગ્યા. પુત્ર પિતે એટલે બધે ભાગ્યશાળી હતે કે સૌધર્મ શેઠને નજીવા વેપારમાં પણ પુષ્કળ લાભ થવા માંડ્યો. લક્ષ્મી પોતે જ જાણે કે બીજું કઈ સારું સ્થાન ન મળવાથી સૌધર્મ શેઠને
ત્યાં આવીને વસવા માગતી હોય એવાં ચિહ્ન જણાવા લાગ્યાં. ધીમે ધીમે એક વખતના દીન-દરિદ્ર શેઠને ત્યાં સાગરના મોજાંની જેમ લક્ષ્મી ઉછાળા મારવા લાગી.
ગર્ભમાં આવતાં જ જે પુત્ર આટલે પુણ્યપ્રભાવ દાખવે તેના પ્રત્યે માત-પિતાને અસાધારણ વાત્સલ્ય સ્કુરે એમાં તે કંઈ કહેવાપણું જ ન હોય. સૌધર્મ શેઠે ધન્નાના સઘળા દેહદ પૂરા કર્યા. ભારે ધામધમથી લક્ષ્મીપુજનો જન્મોત્સવ ઊજ અને શાસ્ત્રમાં વર્ણવેલા સોળ સંસ્કાર કરાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
પુંજ
લક્ષમીપુંજ જેમ મોટે થતે ગમે તેમ સૂર્યની સહસ્ત્ર કળાની પેઠે તેને ભાગ્યરવિ પણ પૂર બહારથી ખીલી નીકળે. એક ગરીબ પિતાને પુત્ર અઢળક લક્ષમીને ભક્તા બનવા છતાં એટલે જ નિરભિમાની રહી શકે છે એ જોઈ નગરજને પણ તેને ખૂબ ચાહવા લાગ્યા. લક્ષમીની સાથે સદગુણ હોય એ સેનામાં સુગંધ મળવા જે વિરલ ગ ગણાય. લક્ષ્મીપુંજના વદન ઉપર લક્ષ્મીનું તેજ વિલસતું, તેના વ્યવહારમાં ધર્મ અને નીતિની સુવાસ ફેરતી. પરિશ્રમ વિના-અનાયાસે મળેલાં સુખવૈભવને ભગવતે લક્ષ્મીપુજા ક્રમે ક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થયે.
આપણે જેને ભાગ્ય કહીએ છીએ તે ખરું જોતાં તે પૂર્વનાં પુણ્ય અથવા ધર્મને જ પરિપાક હોય છે. લક્ષમીપુંજ એ સિદ્ધાંત સમજતો હતો. પણ પિતે પૂર્વભવમાં આચરેલા વ્રતથી તદ્દન અજાણ હતું. એક દિવસે એક વ્યંતરાધિપતિ દેવની કૃપાથી એ પડદો પણ ખુલી ગયા.
વ્યંતરાધિપતિએ પ્રગટ થઈને કહ્યું : “આપે પૂર્વભવમાં અદત્તાદાન-વિરમણવ્રતનું એટલી દઢતાથી પાલન કર્યું હતું કે ભારે ભયંકર પરીક્ષામાંથી પસાર થવા છતાં આપ આખર સુધી ચલિત થયા નહતા.
આપનું નામ એ વખતે ગુણધર હતું. પ્રાય: પાંચસે ગાડાં ભરી વ્યાપાર અર્થે આપ એકમેટી અટવીમાંથી જતા હતા. તેવામાં આપ બીજા અનુચરેથી અચાનક વિખૂટા પડી ગયા. માર્ગમાં જતાં એક મૂલ્યવાન મણિમાળા રસ્તામાં પડેલી આપે નજરે નજર નિહાળી. કેઈની માલકી વિનાની આ માળા આપને ઉપાડી લેવાનું દિલ થયું, પણ તરત જ કાઈના આપ્યા વિના કંઈ ચીજ ન લેવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મીવિત આપને સાંભરી આવ્યું અને તેથી મણિમાળા જાણે કાચને સામાન્ય કકડો હોય તેમ તેને ત્યજી દઈ આગળ ચાલ્યા.
અતિ થાકને લીધે આપને કડકડીને તરસ લાગી, પણ અજાણ્યા માર્ગમાં પાણીની તપાસ શી રીતે કરવી? પાણી વિના પ્રાણ ઊડી જાય એવી સ્થિતિ થઈ. એટલામાં એક ઝાડની ડાળીએ બાંધેલા પાત્રમાંથી પાણી ટપકતું દેખાયું. આસપાસ કઈ માણસ ન મળે. કેઈને પૂછ્યા વિના અને માલીકની મંજૂરી મેળવ્યા વિના આપ પાણી શી રીતે લઈ શકો? કેટલીક વાર આવા વિષમ સંગમાં માણસ પિતાનું મનોબળ ગુમાવી દે છે. તે પિતાના મનને સમજાવે છે કે “ પાછું જેવી સામાન્ય વસ્તુ લેવામાં કઈને પૂછવાની શું જરૂર? ” પણ આપે આપના આત્માને ન છેતર્યો. ચાહે સામાન્યમાં સામાન્ય વસ્તુ હોય કે કિંમતીમાં કિંમતી અલંકાર હોય, તે પણ માલીકની રજા લીધા વિના એ વસ્તુ ગ્રહણ ન કરવી એવી આપે પ્રતિજ્ઞા લઈ લીધી હતી. પાણી વિના કંઠે પ્રાણ આવવા છતાં, આપ પાણીના પાત્રને ત્યાગ કરી આગળ રવાના થયા.
આપ તે સુધાતૃષા વેઠી શકે એટલા સંયમી હતા, પણ આપને વહાલો ઘોડો થાક અને ક્ષુધા-તૃષાનું દુઃખ સહી શકે નહીં. તે આપની નજર સામે જ પ્રાણુ છડી ગયે. આ દેખાવ જોઈ આપને બહુ લાગી આવ્યું. ઘોડાને કઈ સજીવન કરે તે સાથેનું સર્વસ્વ ધન તેને અર્પણ કરી દેવાને નિશ્ચય કર્યો, પણ એ બિહામણું અટવીમાં બીજું કોણ હોય?
અંતે આપ થાકીને એક વૃક્ષ નીચે બેઠા. મૃત્યુ સિવાય બીજે કઈ આરો નથી એમ વિચારી આ૫ પંચપરમેષ્ટીનું મરણ કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
પુંજ
હું આવ્યું તે હતે આપને હરાવવા, પણ હું પોતે જ તમારા ચારિત્રબળ પાસે હારી ગયે. તમે જ્યારે અદત્તાદાનવિરમણ વ્રત અંગીકાર કર્યું ત્યારે હું તમારી પાસે જ ઊભે હતા. એ વખતે મને થયેલું કે આ શેઠ ભલે વ્રત લે, પણ એ વ્રત તેનાથી પળાવું બહુ મુશ્કેલ છે, પરંતુ હવે મને સમજાય છે કે આપ જેમ વ્રત લઈ શકે છે તેમ તેને અખંડપણે નભાવી પણ જાણે છે ખરા. તમારા જેવા વ્રતધારીઓને મારાં સેંકડો વંદન છે !”
એ પ્રમાણે કહી એક વિદ્યારે આપને પ્રણામ કર્યા. એ જ વખતે તેણે છુપાવી રાખેલા આપનાં બધાં માણસોને હાજર કર્યા. પેલે ઘડે પણ રજૂ કર્યો અને તે ઉપરાંત પુષ્કળ દ્રવ્ય આપના ચરણમાં ધર્યું. આપે એ દ્રવ્ય લેતાં પહેલાં ખૂબ આનાકાની કરી. એ દ્રવ્ય ઉપર મારે કંઈ જ અધિકાર નથી.” એ વાત આપે વિદ્યાધરને યુક્તિપૂર્વક સમજાવી, છતાં આખરે વિદ્યાધરના આગ્રહથી એ દ્રવ્ય આપને લેવું પડ્યું. આપે તેને ઉપગ ધર્મના કાર્યોમાં કરી અધિક પુણ્ય પ્રાપ્ત કર્યું. એ પુણ્ય તેમ જ એ વ્રતનિષ્ઠાના પ્રતાપે જ આપ આજે આટલી અખૂટ લક્ષમી અને વૈભવને ઉપગ કરી રહ્યા છે.”
આ વૃત્તાંત સાંભળી લક્ષ્મીપુંજને જાતિસ્મરણ જ્ઞાન થયું. એક સામાન્ય વ્રતના પાલનથી જે આટલું સુખ મળે તે શુદ્ધ ચારિત્રનું પાલન મનુષ્યને કેટલી ઊંચી પદવીએ પહોંચાડે તે તેને બરાબર સમજાયું. છેવટે તેણે શુદ્ધ વૈરાગ્યપૂર્વક દીક્ષા ગ્રહણ કરી અને એ રીતે પિતાને માનવ-જન્મ સફળ કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
કલાવતી
( ૧ )
આ સુવર્ણવલય કેટલાં સુંદર છે? સખિ ! આ સંસારની સ્થલ ધાતુને બદલે કેવળ સનેહરસના જ એ બનેલાં હોય એમ તને નથી લાગતું? નેહીજનેને ઊભરાતે સ્નેહ હમેશાં આવી ભેટેમાં જ આકાર પામે છે. ક્ષી ધારાને આવી ભેટે જ વધુ સજીવ અને પ્રવાહી બનાવે છે.”
દેવશાલપુરની નિર્દોષ રાજકન્યા-કલાવતી, આજે પતિગૃહે આવ્યા પછી પહેલી જ વાર જાણે જૂનાં સંસ્મરણે ઉકેલતી હોય તેમ પિતાની એક સખી પાસે ઉપર પ્રમાણે અંતરના ઊભરા ઠલવી રહી હતી.
થોડી પરિચારિકાઓ સિવાય અંતઃપુરમાં બીજું કાંઈ ના હતું. કલાવતીની આંખ હાથમાંનાં સુવર્ણવલય ઉપર જ ઠરી ગઈ હતી. જગતની સારભૂત વસ્તુ મળતાં જેવી આત્મતૃપ્તિ થાય તેવી જ તૃપ્તિ તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ આવતી હતી. જાણે કે વલય માલના કલાવતી ઉપર કંઈ અજબ જ કર્યું હોય તેમ તે અંગ ઉપરનાં બીજાં આભૂષણેને ભૂલી વલયનું ધ્યાન ધરી બેસી રહી હતી. હાથમાંનાં વલયે આજે કલાવતી ઉપર સંપૂર્ણ અધિકાર જમાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
વતી
- સખીઓ એ વલયને ઈતિહાસ નહોતી જાણતી. તેમને મન તે વલય એક સામાન્ય આભૂષણરૂપ જ હતાં.
પરંતુ કલાવતી આજે પિતાનાં ઘરનાં જૂનાં સુખ-સ્મરમાં તણાતી જતી હતી. ફરીથી તે બોલી:
આ વલય મારાં બીજાં બધાં અલંકારને ઝાંખા બનાવી મૂકે છે. એ કેટલાં સુકુમાર, ભભકાદાર અને સ્નેહાંતિ છે ? સાચા સ્નેહ વિના આવી સુંદર ભેટ બીજું કેણ મોકલે ?
સ્નેહ” અને “ સુંદર ભેટ” એ શબ્દ સાંભળતાં જ રાજા શંખ કે જે અંત:પુરમાં છુપાઈ રહી કલાવતીની આ કીડા જોઈ રહ્યો હતો તેણે વીજળીને એક આંચક અનુભવ્યું. - “મારા સિવાય બીજા કોઈ ઉપર કલાવતી સ્નેહ રાખે છે અને એ સ્નેહની ભેટ ઉપર જ તે આજે ઉન્મત્ત બની છે. ” એમ તે જોઈ શક્યું. રાજા શંખ જ્યારે ધીમે પગલે અંતઃપુરમાં આવ્યું ત્યારે તે થોડી વાર છુપાઈ રહી, પાછળથી એકાએક પ્રગટ થઈ કલાવતીને આશ્ચર્યમુગ્ધ જ બનાવવા માગતા હતે. તેની આશાઓ એકીસાથે તૂટી પડી. સુખ અને ઐશ્વર્યની ઈમારત એકાએક જમીનદોસ્ત થતી હોય અને તેની નીચે તેને આત્મા છુપાઈ જતો હોય એવી યાતના તે અનુભવી રહ્યો.
રાજા શંખના અંત:પુરમાં સ્નેહ કે નેહના ઉપહારને કંઈ સ્થાન જ ન હોવું જોઈએ એમ તે માનતે. કલાવતીની ઉપર તેણે કેટલી આશા અને શ્રદ્ધા રાખેલી ? ગજ શ્રેણીના પુત્ર દત્તે જ્યારે પહેલવહેલાં કલાવતીનાં રૂપ-ગુણ વિષે વર્ણન કરેલું ત્યારે તે કલાવતીને મેળવવા, તેને પોતાની પટ્ટરાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
જ
કલા
બનાવવા કેટલે બધે આતુર હતા ? અને કલાવતી સાથે લગ્ન કર્યા પછી પણ પોતે પોતાને કેટલે ભાગ્યશાળી માનતો? કલાવતીમાં જ તેનું સર્વસ્વ સમાયું હતું. કલાવતીના નેહ પાસે તે પિતાની રાજસંપત્તિને પણ તુચ્છ માનતો.
આજે કલાવતી તેને માયાવિની લાગી. રૂપ અને ગુણની નીચે દુષ્ટતાનાં થર પથરાયેલાં હોય એમ તેને લાગ્યું. “કલાવતી મારા સિવાય અન્ય કોઈ પુરુષને ચાહે છે.” એમ તે છપે રહીને જોઈ શકે. તેને પોતાને વિષે તિરસ્કાર છૂટયો. એક નારીમાં પોતાને સંપૂર્ણ વિશ્વાસ મૂકવા બદલ પિતે પિતાને જ અપરાધી માનવા લાગ્યો.
કલાવતીના હાથમાં આ નવીન વલય ક્યાંથી આવ્યાં ? કેણે મેકલ્યાં?” તે વિષે પૂછવાપણું કે તપાસ કરવા જેવું પણ કંઈ ન લાગ્યું. તે ચૂપચાપ એક શબ્દ સરખે પણ બેલ્યા વિના પિતાના આવાસમાં ચાલ્યા ગયે. તેના મેં ઉપર ક્રોધ અને વિષાદની ઘોર કાલિમા છવાઈ ગઈ. મહેલના અનુચરે પણ રાજાની ક્રૂર મુખમુદ્રા નિહાળી ભયભીત બન્યા. - સૂર્યનાં કિરણ પણ જે અંતઃપુરમાં પ્રવેશતાં થરથરે ત્યાં સ્નેહની ભેટ પહેચે ત્યારે તે અનાચારની અવધિ જ અંકાવી જોઈએ. રાજા શંખે નિશ્ચય કર્યો કે: “કલાવતી એક દુરાચારી નારી નવડી. આ જગત ઉપર જીવવાને તેને કંઈ અધિકાર ન હોઈ શકે.”
હજારે નાગરિકોને ન્યાય આપનાર શંખ રાજા કલાવતીને ન્યાય આપવામાં અશક્ત નીવડ્યો. ન્યાયપ્રિય અંતરાત્માએ છે એ સુવર્ણ–વલય કેવી રીતે, કેની તરફથી આવ્યાં?” એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
વતી
વિષે જરા વધુ તપાસ કરવા પ્રેરણા કરી, પરંતુ રાજાના અંધ
અભિમાને એ પ્રેરણાને સાદ સંભળાવા જ ન દીધો. તેણે પિતાની મેળે જ નિશ્ચય કરી વાજે કે “જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ મળી ચૂકયું હોય ત્યાં અનુમાન કે વિશેષ કંઈ તપાસ કરવાની જરૂર રહેતી જ નથી.”
એક તરફ રાજા જ્યારે કલાવતીને કઠેર દંડ આપવાને નિરધાર કરી રહ્યો હતો તે જ વખતે બીજી તરફ કલાવતી પિતાના સુખી સંસારની એક પછી એક અસંખ્ય ઘટનાઓ સંભારી ઊંડું આશ્વાસન લઈ રહી હતી.
રાત્રિને બીજો પ્રહર વીતવા છતાં રાજા શંખને સમયનું કંઈ ભાન ન રહ્યું. આજે નિદ્રા પણ તેનાથી રીસાઈ ગઈ હતી.
થોડીવારે તેણે એક અંગરક્ષિકાને બોલાવી અને તેના કાનમાં કંઈક કહ્યું. તે પછી તેણે નિઃકરુણ નામના એક સુભટને બોલાવી પ્રાત:કાળ થતાં પહેલાં કલાવતીને અતિ દૂરના ભયાનક અરણ્યમાં એકલી મૂકી આવવાની આજ્ઞા ફરમાવી. આથી રાજાના અંતર ઉપરને જે કંઈક ઓછો થવા લાગ્યો.
રાત્રિને અંધકાર ઓગળે તે પહેલાં સારથિ, કલાવતીને રથમાં બેસારી વિકટ અરણ્ય તરફ ચાલી નીકળે. કલાવતી કંઈ પૂછતી તે જવાબમાં તે માત્ર એટલું જ કહેતો કે: “ રાજાને હુકમ છે, આપની સાથે વધુ વાત કરવાને પણ મને હુકમ નથી.”
એક વખતની પ્રતાપી પટ્ટરાણી એક ક્ષણમાત્રમાં જે અસહાય અબળા બની ગઈ. તે રાજાને આશય તે શી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૬.
કલારીતે સમજી શકે, પણ સારથિના આ પ્રકારના વર્તન ઉપરથી ભયાનક ભાવી તેને ગાઢ અંધકાર તરફ ખેંચી રહ્યું હોય એમ તે જોઈ શકી.
રાજાની આજ્ઞા સિવાય સારથિ આટલી હામ ન ભીડે એમ તે તે બરાબર સમજતી હતી. રાજા પોતે અરણ્યમાં જ રાતવાસો રહ્યા હોય અને અંતઃપુરના અંધારામાંથી બે દિવસ છૂટી આપવા બોલાવતા હોય તો તે પણ અસંભવિત નથી. ઘણીવાર રાજા એ રીતે કલાવતીને વનમાં પિતાની સાથે પણ લઈ જતે.
વનની શાંતિને ભેદતે રથ ઉતાવળી ગતિએ આગળ ને આગળ ચાલ્યા જતો હતે. કલાવતી કંઈ જ નિશ્ચય ન કરી શકી. ઘડીમાં તે સુખના સ્વપ્નની મહેલાત ચણતી તે ઘડીકમાં ભયંકર ભવિષ્યની આગાહી અનુભવી ધ્રુજી ઊઠતી. સૂર્યોદય થતાં જ સારથીએ રથ થંભાળે. પ્રથમના સંકેત પ્રમાણે વૃક્ષની ઓથ પાછળ છુપાયેલી બે રાક્ષસી જેવી સ્ત્રીઓએ આવી રથને પડદે ઊચક અને કલાવતીને નીચે ઊતરવાને ઈશારો કર્યો.
કલાવતીએ આસપાસ નજર કરી. રાજાની છાવણ જેવું કંઈ ચિહ્ન સરખું પણ ત્યાં ન ભાસ્યું. તે એક પળવારમાં આ બધી ઉતાવળ અને ચેાજનામાં રહેલા પ્રપંચ સમજી ગઈ.
તે કંપતા હૃદયે રથ નીચે ઊતરી. તરત જ રાક્ષસીઓના હાથમાં રહેલા ઘાતકી છરા સૂર્યના તેજમાં ચમકયા. શિર
છેદની જ બધી તૈયારી અગાઉથી કરી રાખી હોય એમ કલાવતીને લાગ્યું. રાજા શંખ કયા અપરાધ બદલ પોતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
વતી
૪૭
એક વખતની આશ્રિત અબળાને આવી ક્રૂર સજા કરવા તૈયાર થયે હશે તેની કલ્પના સરખી પણ કલાવતી ન કરી શકી. તેણુએ થોડી જ પળોમાં પોતાનું ભૂતકાળનું જીવન એક ચિત્રપટની જેમ નિહાળી લીધું. પણ તેમાં કેઈ સ્થળે આછું સરખું પણ કલંક, અશ્રદ્ધા કે પતિભક્તિની ઊણપ જેવું ન દેખાયું. તેણુએ અહોનિશ એક માત્ર સ્વામીનું જ ધ્યાન ધર્યું હતું, સ્વામીના સુખમાં જ પિતાનું સિભાગ્ય માન્યું હતું, છતાં આ સજા વિધિ શું દુર્બળને પીડવામાં જ પિતાના પરાક્રમની પરાકાષ્ઠા લેખે છે ?
કલાવતીએ એક નિ:શ્વાસ મૂક. આ ભવના નહીં તે પૂર્વ ભવનાં જ કઈ કર્મની આ સજા હશે એમ ચિંતવી મનને મનાવ્યું. તે પતિની ખાતર જ જીવતી હતી. આત્માની અમરતા ઉપર તેને એટલે તે અટલ વિશ્વાસ હતું કે જે તે ગર્ભવતી ન હોત તો એક નિસાસો નાંખ્યા વિના કે આંસુનું એક ટીપું પાડ્યા વિના તે રાક્ષસીની છરી નીચે પોતાનું મસ્તક ઝુકાવત અને પંચ–પરમેષ્ઠીનું સ્મરણ કરતાં જ આ સંસારને પ્રવાસ પૂરો કરી ચાલી નીકળત.
પણ આજે તે તે એક માતા બનવાની આતુરતા ધરી રહી હતી. પોતાની ખાતર નહીં પણ રાજા શંખના કુલગૌરવની ખાતર પણ તેને જીવવાની જરૂર હતી. તેણુએ ગભરાયેલા વદને આકાશ સામે જોયું અને જે રાક્ષસીઓને જોતાં સામાન્ય નરનારીનું હૈયું ધ્રુજી ઊઠે તેની તરફ અર્થશૂન્ય નજર ફેંકી.
રાણે સાહેબ! આપે અકળાવાની કંઈ જ જરૂર નથી, માત્ર આપનાં બે કાંડાં કાપી નાંખવાની જ અમને આજ્ઞા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૮
કલામળી છે.” એક રાક્ષસીએ ખુલાસો કર્યો. આ ભયાનક અર
શ્યમાં પોતે હાથની સહાય વિના શી રીતે જીવી શકશે અને પિતાના અસહાય બાળનું શી રીતે પાલન કરી શકશે? એને વિચાર કરતાં તેની આંખે અંધારાં આવ્યાં. એટલામાં તે વધારે વખત બરબાદ કર નિષ્ફળ માની રાક્ષસીઓએ કલાવતીનાં બને કાંડાં કાપી નાંખ્યાં. જે કાંડાં સેનાનાં વલયને લીધે અપૂર્વ શેભામય લાગતાં હતાં તે કાંડાં, વૃક્ષ ઉપરથી ખરી પડેલી સૂકી ડાળીની જેમ પૃથ્વી ઉપર ખરી પડ્યાં. રાક્ષસીએને પણ એટલું જ જોઈતું હતું.
ઘણી વારે કલાવતીની કળ ઊતરી. હાથમાંથી ઘણું લેહી. જવાને લીધે અને તે ઉપરાંત પ્રસવની વેદનાને લીધે તે મૃતપ્રાય જેવી બની ગઈ હતી. કેઈ દાસ-દાસી પણ ત્યાં ન હતું કે જે કલાવતીનાં સોષાતા કંઠમાં પાણીનું એક બિંદુ રેડે.
જે બાળકના જન્મ વખતે અનેક પ્રકારનાં વાજીત્રા વાગવાં જોઈએ, હજારો વધામણીઓ અને હર્ષના આલાપથી વાતાવરણ ભરાઈ જવું જોઈએ તે જ બાળક આજે ભયંકર વનમાં, નિરાધાર, દુર્બળ કલાવતીના પગ પાસે પડ હતો. બાળકને છાતી સરસ દાબી માતૃત્વની લાગણીઓને સંતોષવાની ઉત્કંઠા ઉદ્દભવવા છતાં હાથના અભાવે કલાવતી જડવત્ જોઈ રહી. તેની આંખમાંથી અશ્રુની ધારા વહી નીકળી. પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરી, શાસનદેવીને સંબોધીને તે કહેવા લાગી:–
હે દેવી ! તું જિનશાસનના સાચા અનુરાગીઓ અને ભકતોને સંરક્ષે છે ! તે ઘણા ઘણા જિનભક્તો અને શાસનપ્રેમીઓને આપત્તિઓમાંથી ઉદ્ધર્યા છે ! આજે હું તારું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
વતી
શરણ માગું છું અને મેં મારા સમગ્ર જીવનમાં શિયલવ્રતને જે ઊની આંચ સરખી પણ આવવા ન દીધી હોય તે મને આ દુઃખમાંથી બચાવો!” કલાવતીની આ કરુણ પ્રાર્થના શાસનદેવીએ સાંભળી અને તેની દઢતા, શ્રદ્ધા તથા ખાસ કરીને શિયલવ્રત ઉપર પ્રસન્ન થઈ, તેની બાહલતા પહેલાં કરતાં પણ અધિક ભવ્યરૂપે પ્રકટાવી. પુત્ર અને બાહુ પ્રાપ્ત થવા છતાં આ પરમ શિયલવતી કલાવતીને પિતાના પતિને વિયેગ, અંતરમાં એક શલ્યરૂપે ખંચવા લાગ્યો. નિર્દોષને રંજાડનાર શંખરાજાને ભેટવા તેનું નિષ્પાપ હદય વલખી રહ્યું, પરંતુ આ ભયાનક વનમાંથી માર્ગ શોધી કાઢવો એ તેને માટે તદ્દન અશક્ય હતું. તે પોતાના શિયલવ્રતને જ પોતાની સંપત્તિ તથા સામર્થ્ય સમજી ત્યાં ને ત્યાં જ બેસી રહી.
એટલામાં એક તાપસ એ રસ્તે થઈને નીક. કલાવતીનાં શેક, ખેદ અને રુદનથી સમસ્ત વનશ્રી જાણે ખિન્ન બની હેય તેમ તેને લાગ્યું. પશુઓ અને વનનાં વૃક્ષો પણ કલાવતીના દુખમાં મૈનપણે સમભાવ દર્શાવતાં હતાં. તાપસનું અંતર દયાથી દ્રવ્યું. તેણે કલાવતી પાસે જઈ કુશલ-વર્તમાન પૂડ્યાં. પછી તે કલાવતીને પિતાના કુલપતિ પાસે લઈ ગયા. પિતા જેવા કુલપતિના આશ્રય નીચે રહી કલાવતી પિતાનું દુઃખ વિસરવા લાગી. “જીવતે મનુષ્ય ગમે ત્યારે પણ કલ્યાણને પામે છે.” એ પ્રકારના કુલપતિએ આપેલા આશ્વાસન ઉપર વિશ્વાસ રાખી તેણે વનવાસના દિવસો નિર્ગમવા લાગી. બાળ રાજકુમાર પણ તાપસનાં નાનાં બાળકો સાથે રમત-કૂદતેખેલતે પોતાનાં તન અને મનના સામર્થ્યને વિકસાવવા લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૦
કલા
( ૨ ) રાક્ષસીએ રાજાની ખાત્રી માટે પાછાં આણેલાં કલાવતીનાં કાંડાં અને વલય રાજાએ જોયાં પરપુરુષ ઉપર આસક્તિ ધરાવનાર નારીને આવી જ શિક્ષા મળવી જોઈએ એમ તે મનને મનાવી રહ્યો એટલામાં તે તેની નજર વલયની ઉપર કોતરાવેલા અક્ષરો પર પડી અને જાણે આકાશમાંથી વજપાત થે હોય તેમ દિમૂઢ બની ગયે. અક્ષરમાં એવું તે શું હતું? માત્ર “જયસેન કુમાર” એટલા જ અક્ષરે એ વલયની વચમાં લખેલા હતા. - સત્ય વસ્તુનું ભાન થતાં રાજા શંખ પિતાના અંતરમાં અવિચારીપણાનું કારમું કષ્ટ અનુભવી રહ્યો. તેને ખાત્રી થઈ કે આ વલય કોઈ પરપુરુષ તરફથી નહીં, પણ તેણુના સહેદર–અબ્ધ તરફથી જ મળ્યાં હતાં અને કોઈ પણ બહેન પોતાના ભાઈ પ્રત્યે આટલી નેહ-લાગણું ધરાવે એ તદ્દન સ્વાભાવિક છે. નિર્દોષ કલાવતી ઉપર તેણે નાહકને જ કેર વર્તાવ્યો હતો. તેના હૈયામાં પશ્ચાત્તાપને અગ્નિ ભડભડ સળગવા લાગ્યો. એકીસાથે સેંકડો વીંછી કરડે એવી નારકીય વેદના તે અનુભવી રહ્યો.
કલાવતીની શોધ કરવા તેણે ફરીથી માણસે રવાના કર્યા, પણ કમનશીબે તેઓ કલાવતીને કંઈ જ પત્તો મેળવ્યા વિના પાછાં ફર્યા. રાજાની અંતરંવેદના અન્ય કોઈ દરબારી કે રાજકર્મચારી સમજી શકે એમ ન હતું. તેનું હૃદય લેવાતું હતું. હરકોઈ પ્રકારે કલાવતીને મેળવવી અને થયેલ અપરાધ બદલ ક્ષમા યાચી પશ્ચાત્તાપ કરવો એ જ તેનું મુખ્ય ધ્યેય બની રહ્યું.
જેમ જેમ દિવસે જવા લાગ્યા તેમ તેમ તેનો જખમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
વતી
પ૧
રૂઝાવાને બદલે વધુ ને વધુ પીડા ઉપજાવવા લાગ્યા. ક્ષણિક આવેશમાં આવી જઈ એક નિરાશ્રિત નારીને તેણે જે કઠેર દંડ આપે હતો તેના કરતાં સહસગણ વેદના તે રાતદિવસ અનુભવવા લાગ્યો.
આખરે એક દિવસે તો તેણે આ અસહ્ય દુઃખથી છૂટવા આત્મઘાત કરવાને પણ નિશ્ચય કરી વાજે. ગજ શ્રેષ્ઠીને પુત્ર દર, કે જેણે કલાવતીના ગુણેનું વર્ણન કરી રાજા શંખની સાથે કલાવતીને વિવાહ કરાવવામાં મુખ્ય ભાગ લીધો હતો અને જે કલાવતીને ધર્મબંધુ હતો, તે પણ રાજાનું આ પ્રકારનું અવિચારી સાહસ અનુભવી ખૂબ સંતાપ પામતે હતું. તે રાજાને આશ્વાસન આપવા માટે કહેવા લાગે
રાજન ! ખરું જોતાં આ બધામાં મને મારો પિતાને જ મુખ્ય દોષ જણાય છે. હું જ મારી ધર્મબહેનના સુખમાં, મારી પિતાની મંદબુદ્ધિને લીધે કંટકરૂપ બને. જે મેં પહેલેથી જ આપને કહ્યું હેત કે કલાવતીના પિતાના અનુચરોએ મારે ત્યાં જ આશ્રય લીધો હતો અને તેમણે ઘણું ઘણા પ્રકારની કિંમતી ભેટે આણી હતી, તે આટલી ગેરસમજ ઊભી થવા ન પામત. મેં એ અનુચરોને આપની પાસે ન મોકલતાં સીધા કલાવતી પાસે મોકલ્યા એ મારી મોટી ભૂલ થઈ. એ ભયંકર ભૂલનું જ પરિણામ આજે આપણે સે ભેગવી રહ્યા છીએ.”
દત્તના આ આશ્વાસનથી રાજા શંખના દુઃખમાં કંઈ જ ફેર ન પડ્યો. કલાવતીને મેળવવા દત્તને જ માટે હિસ્સો હતો. કલાવતીના પિતા તથા ભાઈ જેટલા દત્તને ઓળખતા હતા તેટલા રાજા શંખને ભાગ્યે જ ઓળખતા હશે. દત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
કલાજ્યારે મોટા સાથે સાથે પર્યટન કરતો હતો ત્યારે તેણે જ જયસેનકુમાર(કલાવતીના સહેદર)ને ભરજંગલમાં અર્ધમૂચ્છિત નિહાળી તેની વિવિધ પ્રકારે સેવા-સુશ્રુષા કરી હતી; દત્તે જ જયસેનકુમારને મૃત્યુના મુખમાંથી બચાવી લીધો હતો. રાજા તથા કુમાર એ ઉપકારને બદલે વાળી શકે એમ ન હતું. તેમણે દત્તને પિતાના કુટુંબી જેટલું જ સન્માન આપ્યું અને દત્તની ઈછા તથા આગ્રહથી જ કલાવતી, રાજા શંખની સાથે લગ્નગાંઠથી જોડાઈ. આ સ્થિતિમાં જયસેનકુમારનાં માણસો દત્તને ત્યાં આવે, તેને ત્યાં જ ઊતરે અને તેની જ મારફતે કલાવતીને ભાઈની ભેટ મોકલાવે એ સ્વાભાવિક હતું.
બધુ દત્ત ! તમે કહે છે તે બરાબર છે. તમારી સરળતા તથા મારા પ્રત્યેની તમારી પ્રીતિ–ભક્તિ જ તમારી પાસે એમ બોલાવે છે, પરંતુ એથી કરીને મેં કલાવતીને આવેશમાં આવી જઈ જે કઠેર શિક્ષા કરી છે તેને હું બચાવ કરી શકતા નથી. આ બધું શી રીતે બનવા પામ્યું ? કલાવતી જેવી પવિત્ર, શિયલવતી નારીને એકદમ સજા કરવા હું શા માટે પ્રેરા ? તેનું કંઈ જ કારણ મારાથી સમજાતું નથી. જેમ જેમ એ વિષે વધુ વિચાર કરું છું તેમ તેમ મારી બુદ્ધિ બઠી બની જતી હોય એમ લાગે છે. જો કલાવતીને તરતમાં પત્તો નહીં લાગે તો મને ખાત્રી છે કે મારા હૈયામાં સળગતી પશ્ચાત્તાપની આગ મને આખે ને આ બાળી મૂકશે.” શંખરાજાએ પોતાનો ઊભરો ઠલવ્ય.
તે દિવસે દત્ત વિશેષ કંઈ ઊહાપોહ કર્યા વિના પિતાના આવાસ તરફ ચાલી નીકળે. વળતે દિવસે રાજા શંખને અમિતતેજ નામના જૈનશાસનના એક સમર્થ–પ્રતાપી મુનિવર પાસે લઇ જઈ તેમની દ્વારા યોગ્ય નિરાકરણ કરવાનો નિશ્ચય કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
વતી
પર
( ૩ ). આચાર્ય અમિતતેજના વદનમંડળ ઉપર અપૂર્વ પ્રભાવ વિલસતો. શંકાશીલેને તેમનાં દર્શન માત્રથી જ મનનું સમાધાન થઈ જતું. ક્ષમા, કરુણા અને અહિંસાની દિવ્ય પ્રભાથી તેમની આસપાસનું વાતાવરણ સ્વર્ગીય શાંતિ પ્રેરતું.
રાજા શંખ અને શ્રેષ્ઠીપુત્ર દત્ત, વિધિપૂર્વક વંદન કરી તેમની સન્મુખ બેઠા. આચાર્યશ્રીએ માનવદેહની દુર્લભતા તથા ધર્મકરણીની સાર્થકતા વિષે મર્મસ્પશી વિવેચન કર્યું.
પણ રાજા શંખને એટલેથી જ સંતોષ ન થયો. તે પિતાના અવિચારી કૃત્યથી એટલે પીડાતું હતું કે જીવનને અંત આણવા અથવા તે કલાવતીને મેળવવા તે અધીરે થઈ રહ્યો હતો. પ્રસંગ વિચારી આચાર્યશ્રીએ ક્રોધ અને તેનાં કડવાં પરિણામ વિષે વિવેચન કરતાં કહ્યું.
ક્રોધાતુર માણસને એગ્ય કે અયોગ્ય, ગુણ કે અવગુણનું પણ કંઈ જ ભાન નથી રહેતું. ક્રોધયુક્ત અવસ્થામાં માણસ જે ભૂલ કરે છે તેનું પરિણામ તેને ઘણા લાંબા વખત સુધી વેઠવું પડે છે. એ વખતે પણ જે હૈયે રાખી શકે છે તે આખરે જીતી જાય છે. ” એના સમર્થનમાં તેમણે પઘરાજાનું વૃત્તાંત વિસ્તારથી કહી સંભળાવ્યું. એ પદ્મરાજા પહેલાં એક શેઠની પુત્રી સાથે પ્રેમથી પર હતો. પાછળથી એવા સંગે ઊભા થયા કે તે પોતાની પ્રિયતમાને મુદ્દલ મળી શક નહીં. લગભગ પોતાની ભાર્યાને ભૂલી જ ગયે એમ પણ કહી શકાય.પછી શ્રેણીની કન્યાને જ્યારે પોતાના પતિને વિરહ
અસહા થઈ પડ્યો ત્યારે તેણીએ યુક્તિપૂર્વક રાજાને પોતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
કલાતરફ આકર્થે. વિલાસ, વિનોદ અને લલિતકળામાં ચતુર એવી એ યુવતીએ પિતાના પતિ પદ્ધરાજાને હાવભાવ, કેતુક અને ચાતુરીથી એટલે બધો મંત્રમુગ્ધ બનાવી મૂક્યું કે રાજા આટલા દિવસના વિસ્મરણ બદલ પોતે પોતાને જ ધિકકાર આપવા લાગ્યો.
પરંતુ રાત્રિના છેલ્લા પ્રહરે પદ્મરાજા જ્યારે વિલાસના ઘેનમાંની જાગે ત્યારે તેના અંતરમાં એક શંકા શયની જેમ ખૂંચવા લાગી. તે પિતાને જ પૂછી રહ્યો કે: “ જે આ યુવતી લાંબા કાળના વિરહ પછી પહેલી વાર જ પતિના સમાગમને પામી હોય તે પછી તેનામાં આટલું બધું ચાતુર્ય શી રીતે આવે ? કાં તે એ કે ઠગારી નારી છે અને કાં તો એ દુશ્ચરિત્રા છે ! એ સિવાય એ મુગ્ધ બાળામાં આટલા હાવભાવ, આટલી ક્રીડા, આટલી ચાતુરી કદી ન સંભવે ! ” આ શંકાનું સમાધાન ત ન કરી શકે. તેની રગેરગમાં ક્રોધની જ્વાળા વ્યાપી ગઈ. એવી રીતે મુંઝાયેલે પદ્મરાજા પોતાની પત્નીને ઘાત કરવા તૈયાર થઈ ગયે.
પણ ભાગ્યયોગે એ જ સમયે એક એવી ઘટના બની કે જેથી પદ્મરાજાની શંકા આપોઆપ ઊડી ગઈ. બન્યું એવું કે એક શેઠને ચાર પુત્રો હતા તેમને તેમના પિતાએ મરતી વખતે કહેલું કે “ બનતાં સુધી તમારે સૌએ સંપીને રહેવુંજૂદાં જુદાં ઘર ન માંડવાંછતાં જે અનિવાર્ય કારણને લીધે જૂદું થવું પડે તો આ એારડાની ચાર દિશામાં ચાર કળશ દાટેલા છે તે તમારે અનુક્રમે ગ્રહણ કરવા.” પિતાના પંચત્વ પછી કેટલેક વખતે ચાર ભાઈઓ જૂદા થયા. પિતાની આજ્ઞાનુસાર ઘરના ચાર ખૂણા ખેદતાં પહેલાના ભાગમાં ધૂળથી ભરેલે
કળશ આવ્યું, બીજાના ભાગમાં અસ્થિથી ભરેલ કળશ આવ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
વતી
૫૫
ત્રીજાના ભાગમાં ચેપડા અને ચેથાના ભાગમાં સેનામહાર નીકળ્યાં. બુદ્ધિશાળી પિતાને આમ પક્ષપાત કરવાનું શું કારણ હશે ? તે કેઈથી ન સમજાયું. તેઓ અંદર અંદર વિવાદ કરવા લાગ્યા. દરેકના મનમાં સોનામહોર મળે તે ઠીક એમ થયું, પણ સિાથી નાનો ભાઈ એમ પિતાને ભાગ શા સારુ જવા દે ? પરાજા કે જે પોતાની સ્ત્રીના વિદ-વિલાસથી શંકાગ્રસ્ત બન્યો હતો તે પણ આ વિવાદનો નીકાલ ન કરી શકે એટલામાં એક ભરવાડ જેવો માણસ રાજાનો સભામાં આવી ચડ્યો. તેણે આ વિવાદને એ સરસ ખુલાસો કર્યો કે ભલભલા બુદ્ધિમાન મંત્રીઓ પણ દિમૂઢ બની ગયા. ભરવાડે કહ્યું: “ આટલી સાદી-સીધી વાત પણ તમે કાં કેઈ નથી સમજી શકતા ? ખરી વાત એ છે કે મરનાર શેઠ પોતે ઘણા વિચક્ષણ હતા. તેમણે બહુ જ બુદ્ધિમત્તાથી પોતાની સંપત્તિ ચાર ભાઈઓને આ રીતે વહેંચી આપી છે. જેના કળશમાં ધૂળ નીકળી તેને કૃષિકર્મ (ખેતી) સંબંધી સંપૂર્ણ સત્તા પ્રાપ્ત થાય છે, જેના ભાગમાં અસ્થિ આવ્યાં તેને સમસ્ત પશુઓ ઉપર સ્વામીત્વ મળે છે, જેને ચેપડા મળે છે તે વ્યાપાર અને ઉઘરાણીને હક્કદાર બને છે અને જેના ભાગમાં સેનામહાર આવી તેને બધી રોકડ રકમ મળવી જોઈએ. આ પ્રમાણે શેઠે પિતે પિતાની મેળે બધી મિલકતના સુંદર રીતે ભાગ કરી આવ્યા છે. ” ભરવાડને આ ખુલાસે સાંભળી ને એક સરખે સંતોષ થયે. રાજા પદ્યને પણ ખાત્રી થઈ કે એક ભરવાડ જેવા અભણ, વનવાસી જે પિતાની અક્કલથી આવાં રહસ્ય કળી જાય તે પછી એક કાંતા પોતાની સ્વાભાવિક કળા ચાતુરીથી પતિનું મન રંજન કરે એમાં કંઈ જ આશ્ચર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
પદ
કલાપામવા જેવું નથી. તે દિવસથી રાજા નિ:શંક બન્યું અને પિતાની પત્નીને વિષે શ્રદ્ધા રાખવા લાગ્યા.”
આચાર્યશ્રી અમિતતે જે ઉપસંહારમાં રાજા શંખને સંબોધીને કહ્યું: “હે રાજન ! આવા વિષયમાં ઘણી વાર પુરુષ ક્રોધ અથવા આવેશથી ઉશ્કેરાઈ જાય છે અને અઘટિત કામ કરી પિતાને મહામૂલે મનુષ્ય ભવ હારી જાય છે, માટે હમેશાં ધેર્ય, શાંતિ અને સત્તાથી કર્તવ્યને નિર્ણય કર.
રાજા શંખના દિલમાં આ ઉપદેશને અજબ પ્રભાવ પડ્યો. તે દિવસથી તે પરમ શાંતિ સાથે પોતાનાં ધર્મ-કર્મ કરવા લાગે. રાજતંત્ર ચલાવવા છતાં તેના અંતરમાં કલાવતીની પવિત્ર પ્રતિકૃતિ જ અહોનિશ અંકાઈ રહી હતી.
એ રીતે કેટલાક દિવસે વીતી ગયા. રાજા શંખે એક રાત્રિએ સ્વપ્ન જોયું “ જાણે કે કલ્પવૃક્ષને વળગી રહેલી એક લતા ફળવતી થઈ હોય અને એ જ વખતે કેઈએ એ લતા એક જ આઘાતવતી જમીનદોસ્ત કરી હોય અને પુન: ફળવતી લતા કલ્પવૃક્ષને આલિંગતી હાય” એ પ્રકારનું દૃશ્ય નિહાળ્યું.
ગુરુમહારાજે એ સ્વપ્નને અર્થ કહી સંભળાવ્યા. તેમણે કહ્યું: “કલાવતી દેવીને તમે જે ત્યાગ કર્યો તે ક૫લતાને જ છેદ કર્યો એમ સમજવું અને તે જ દેવી આજે ફળ સાથે-પુત્ર સહિત તમને પ્રાપ્ત થશે.” આ સ્વપ્નને એ સિવાય બીજો કોઈ સંકેત સંભવતો નથી.
દેવગે તે જ દિવસે, વનમાં શેધને અર્થે ફરતાં દત્તને કલાવતીન પત્તો લાગ્યું. તે બહુ જ સન્માન સાથે શિયલની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
વતી
પ૭
તેજસ્વી પ્રતિમા સમી દેવી–કલાવતીને નગરમાં લઈ આવ્યો. રાજા પિતે તેની સામે ગયે અને અશ્રુથી ઊભરાતાં નયને કલાવતી પાસે પોતાના દેષની ક્ષમા યાચતે ઊભો રહ્યો.
ઘણે લાંબે વખતે પ્રેમી દંપતી પરસ્પરને મળ્યાં. એ વખતે તેમનાં હૈયાં પશ્ચાત્તાપ અને તપશ્ચર્યાના પ્રતાપે શરઋતુની પૂર્ણિમા જેવાં નિર્મલ બન્યાં હતાં, તેથી પોતાનાં પૂર્વોપાર્જિત કર્મને જ આ બધો પ્રતાપ છે-મનુષ્ય તો નિમિત્ત માત્ર છે એમ સમજી ધર્મકરણને વિષે તેમણે પોતાનું સમગ્ર ધ્યાન પરોવ્યું.
ગુરુમહારાજે જ્ઞાનના બળથી રાજા શંખ અને કલાવતીના પૂર્વભવ વર્ણવતાં કહ્યું કે: “કલાવતીએ પૂર્વભવમાં એક પાળેલા પોપટની પાંખે કાપી નાખી હતી તેને લીધે જ કલાવતીને આ ભવમાં કાંડાં કપાવવાં પડ્યાં. રાજા શંખ એ વખતે પોપટને જીવ હતો અને કલાવતીને જીવ રાજપુત્રી–સુલોચના હતે.” પિપટ એક તિર્યંચ હોવા છતાં જિનેશ્વરદેવની ભક્તિમાં કેટલે ઉદ્યત હતો તેનું પણ તેમણે મર્મસ્પશી વિવેચન સંભળાવ્યું.
પિતાના પૂર્વભવ સાંભળી રાજા શંખ તથા કલાવતીનાં અંત:કરણ વૈરાગ્યના રંગથી રંગાયાં. તે જ વખતે તેમણે આ સંસાર-સાગરને પાર પામવા ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ચારિત્રધર્મનું આરાધન કરતાં એ દંપતીએ પિતાના સઘળા સામર્થ્યને ઉપયોગ કરી જિનશાસનને પણ દીપાવ્યું.
રાજરાણી કલાવતીએ દુઃખના દિવસોમાં પણ પોતાના ચિત્તની શાંતિ ન ગુમાવી; શિયલવ્રતથી લેશ પણ ચલાયમાન ન થઈ. આજે પણ શિયલવતી નારીઓમાં રાણી કલાવતીનું ચરિત્ર ખૂબ ભક્તિ અને શ્રદ્ધાની સાથે ગવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
સતી સુભદ્રા
વસંતપુરના ત્રાદ્ધિવંત શ્રેણીઓ જે મહોલ્લામાં રહેતા, ત્યાં થઈને બુદ્ધદાસ નામને એક યુવક નીકળે. તે ચંપા નગરીથી કંઈક વાણિજ્ય અર્થે થોડા દિવસ થયાં વસંતપુરમાં આવી વચ્ચે હતો. રસ્તે જતાં એક ભવ્ય પ્રાસાદના ગોખ ઉપર અચાનક તેની નજર પડી અને જાણે કે વાદળથી વિખૂટી પડી ગયેલી વિજળી, પ્રાસાદમાં કયાં સંતાઈ જતી હોય તેમ એક સૌંદર્યમૂર્તિ ગેખમાંથી નીકળી અંદર ચાલી ગઈ. બુદ્ધદાસને જીવનમાં પહેલી જ વાર પ્રતીતિ થઈ કે તે એક યુવાન હતું અને તેનું હૃદય પણ એવી જ એક સુકુમાર જીવનસંગિનીની ધમાં તલસતું હતું. એ પ્રાસાદ જિનદાસ નામના એક શ્રેણીને હતો અને ગોખમાંથી અંદર ચાલી ગયેલી કન્યા, તેની પુત્રી સુભદ્રા હતી એમ પાછળથી બુદ્ધદાસને સમજાયું.
સુભદ્રા, જિનદાસ શેઠની એકની એક પુત્રી હતી. તે ઘણા જ લાડમાં ઉછરી હતી; છતાં પિતાના સંસ્કારોએ પુત્રી ઉપર એવી સુંદર અસર નીપજાવી હતી કે નાનપણથી જ તે શુદ્ધ સમ્યક્ત્વધારી બની હતી. જિનદાસ શેઠને વિચાર પણ આ પુત્રીરત્ન, યોગ્ય સમ્યકત્વધારી જૈનકુળમાં જ આપવાને હતે.
બુદ્ધદાસે સુભદ્રાનાં રૂપ-ગુણ ઉપર મુગ્ધ બની તેના પિતા પાસે સુભદ્રાનું પાણિગ્રહણ કરવા માગણી કરી, પરંતુ જિનદાસ શેઠે બોદ્ધકુટુંબમાં પિતાની કન્યા આપવાની સાફ ના પાડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
સુભદ્રા
બુદ્ધદાસને આ જવાબ સાંભળી ઘણું દુઃખ થયું, પણ તે નિરાશ થાય એ યુવક ન હતું. તેણે સુભદ્રાને મેળવવા પિતાને પ્રયાસ ચાલુ રાખ્યું. ધીમે ધીમે બુદ્ધદાસે જેનધર્મને અભ્યાસ કરવા માંડ્યો. જૈનમુનિઓની સેવા-ભક્તિમાં તે આગળ પડતો ભાગ લેવા લાગ્યો. દેવપૂજન, સાધુવંદન અને આવશ્યકાદિ ક્રિયાઓમાં પણ તેને ઉત્સાહ અનુકરણીય ગણાવા લાગ્યું. આથી સ્વાભાવિક રીત જ જિનદાસ શેઠને, બુદ્ધદાસ ઉપર નિર્મળ સ્નેહ ઊતર્યો. બુદાસ મિથ્યાત્વને ત્યાગ કરી સદ્ધર્મ, સદ્ગુરુ તથા સવની ઉપાસનામાં રુચિવાળે થયે. એ હકીકત જાણી–અનુભવી પિતાની કન્યા આ યુવકને જ સોંપવાનો જિનદાસ શેઠે નિશ્ચય કર્યો.
અનુકૂળ સમયે બુદ્ધદાસ તથા સુભદ્રા લગ્નગ્રંથીથી જોડાયાં. જિનદાસ શેઠે એ અવસર ભારે ઉલ્લાસથી ઉજળે. નગરજને પણ આ ઉચિત લગ્નવિધિ નીરખી આનંદ પામ્યા. બુદ્ધદાસ પોતાની માતૃભૂમિ, માતા, પિતા તથા બહેન વગેરેને વિસરી શ્વસુરને ત્યાં જ સુખોપભેગમાં દિવસો નિર્ગમન કરવા લાગ્યા.
એક દિવસે તેના હૈયામાં માતૃભૂમિ પ્રત્યેનું સ્વાભાવિક આકર્ષણ જાગ્યું. તેને પિતાનાં માત-પિતા યાદ આવ્યાં. સુભદ્રાના પિતા પોતાની કન્યાથી જુદા પડવા તૈયાર ન હોય એ બુદ્ધદાસની જાણબહાર ન હતું. વળી સુભદ્રાને એક જિનભક્ત કુટુંબને બદલે એક બોદ્ધધમી કુટુંબમાં રહેવા જવાનું હતું અને ત્યાં સુભદ્રા પિતાના આચાર-વિચાર બરાબર પાળી શકે કે કેમ? એ પણ જિનદાસ શેઠને જ વિચારવાનું હતું. આ પ્રકારની મુશ્કેલીઓને લીધે બુદ્ધદાસ થોડા દિવસ તો મન જ રહ્યો. પણ આખરે માતૃભૂમિ–ચંપાનગરીના આકર્ષણે બુદ્ધદાસ ઉપર વિજય મેળવ્યું. જિનદાસ શેઠ પણ પોતાના જમાઈની મૂંઝવણ સમજતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
પૂરી , જુદી
સતી એ જમાનામાં બૈદ્ધો અને જેને વચ્ચે ભારે હરીફાઈ ચાલતી. બુદ્ધધર્મના અનુયાયીઓ જેનેને અપમાનિત કરવાની કઈ તક જવા ન દે. જેનધર્મને ઉત્કર્ષ જેમાં કેટલાક બદ્ધ અનુયાયીઓ મનમાં સળગ્યા કરતા.
આવા સગોમાં જિનદાસ શેઠ જેવા એક પ્રસિદ્ધ જૈન શ્રીમંતની કન્યા, દૂર દેશમાં શ્રાદ્ધધમીં સાસુ-સસરા તથા નણંદ વચ્ચે વસે તે કદાચ કન્યા દુઃખમાં આવી પડે એવો ભય પિતાના હદયમાં રહે એ સ્વાભાવિક જ ગણાય. છતાં જમાઈના અતિ આગ્રહને માન આપી જિનદાસ શેઠે સુભદ્રાને શ્વસુરગૃહે વળાવી. પિતાને પુત્રીની આસ્તિક્તા, શ્રદ્ધા તથા દઢતા વિષે પૂરેપૂરી ખાત્રી હતી. તેમને વિદાય આપતાં જિનદાસે બુદ્ધદાસને જુદા ઘરમાં રહેવાની અને સુભદ્રાના ધર્મવિચાર તથા ધર્મવિધિ વિષે જોઈતી સંભાળ રાખવાની ભલામણ કરી. | ચંપાનગરીમાં કેટલીક ઇર્ષાળુ સ્વભાવવાળી સ્ત્રીઓની આંખમાં સુભદ્રાનું સૌભાગ્યસુખ કણાની જેમ ખૂંચવા લાગ્યું. તેમને મન બુદ્ધદાસ સ્ત્રીના દાસ જે જણાય. જોતજોતામાં આખા નગરમાં સુભદ્રા અને બુદ્ધદાસ લેકબત્રીશીએ ચડી નિંદાવા લાગ્યાં, પરંતુ એ પ્રણયી દંપતીએ અપવાદ કે નિંદાની મુદ્દલ દરકાર ન કરી. આત્મસુખમાં જ જેમનો સંતોષ સમાયેલ હોય તેઓ જગતની નિંદા કે સ્તુતિથી નિલેપ રહે છે.
પણ એ સ્થિતિ ઝાઝીવાર ન ટકી. આઘે આઘે સળગતો દાવાનળ ધીમે ધીમે ઘરના આંગણુ સુધી પહોંચે. બુદ્ધદાસનાં માતપિતા એક તે પ્રથમથી જ સુભદ્રાની જિનશાસન પ્રત્યેની ભક્તિ જોઈ બળ્યા કરતાં. એક બુદ્ધધર્માનુયાયી કુટુંબમાં સુભદ્રા જેવી નારી સૌથી જૂદી પડી જેન આચાર પાળે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
જઈને
Page #73
--------------------------------------------------------------------------
________________
સુભદ્રા
તેમને મન કુટુંબના અપમાન જેવું જ લાગતું. થડે વખત તેમણે મૂંગે મેઢે આ બધું સહી લીધું, પણ ગામમાં જેમ જેમ સુભદ્રાની નિંદા પ્રસાર પામતી ગઈ તેમ તેમ તેણીનાં સાસુ-સસરા પણ સ્થિર કે તટસ્થ ન રહી શકયાં.
જિનમંદિરે ન જવાની તેમ જ જૈનમુનિઓની વૈયાવચ્ચે ન કરવાની સાસુ–સસરાએ સુભદ્રાને ઘણીવાર સલાહ આપી; પરંતુ સુભદ્રા પોતાના નિશ્ચયમાં અડગ રહી. આથી બુદ્ધદાસના મા-બાપ તથા બહેને વગેરેને બહુ ક્રોધ ઉપજે. પછી તે તેઓ પણ સુભદ્રા ઉપર ખેટા અપવાદ મૂકવા લાગ્યાં.
સુભદ્રા દુરાચારી છે. ” એમ કહી બુદ્ધદાસ આગળ સુભદ્રાને લાંછિત કરવા લાગ્યા. બુદ્ધદાસ ગમે તેવો વિચારશીલ કે પ્રેમી હોય પણ તે યુવક હતે. તેને થયું કે “આટલાં બધાં માણસે જ્યારે સુભદ્રાને નિંદે ત્યારે એમાં કંઈક સત્ય તે હાવું જ જોઈએ.” તે વહેમના પ્રવાહમાં આ રીતે પડ્યો અને તણા. સુભદ્રાના શિરે આક્તનું વાદળ ઝઝૂમી રહ્યું. “જે કંઈ થાય તે જોયા કરવું, સદ્ધર્મ, સદ્ગુરુ અને સદેવના પ્રતાપે બધાં સારાં વાનાં થશે ” એમ માની સુભદ્રાએ આત્મબળ એકઠું કરવા માંડ્યું.
એ કસોટીને દિવસ પણ આવી પહોંચ્યો. બન્યું એવું કે કોઈ એક જિનકલ્પી મુનિ ભિક્ષાથે સુભદ્રાની પાસે આવી ચડ્યા. મુનિજીની આંખમાં ઘાસનું એક તરખલું પવનવેગે પડયું હતું, પણ શરીર પ્રત્યે ઉદાસીનભાવ ધરનાર એ મુનિજીએ આંખમાંનું તરખેલું કાઢવાની પરવા કરી નહોતી. સુભદ્રાએ આહાર વહેરાવતાં મુનિજીની વ્યથા જેઈ અને ભક્તિભાવથી મુનિને સપર્શ ન થાય એવી રીતે લઘુલાઘવી કળાથી, જિલ્લાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
સતી
દર વતી એ તરખલું કાઢી નાખ્યું, પણ આમ કરવા જતાં સુભદ્રાના કપાળને વિષે રહેલા ચાંલ્લાનું કંકુ મુનિજીના કપાળ સાથે અંકાયું. મુનિજી ભિક્ષા લઈ પાછા ફરતા હતા તે વખતે સાસુ, નણંદ અને બુદ્ધદાસ વગેરેએ આ દેખાવ જોયે. જે અગ્નિ ધંધવાતું હતું તેમાં આથી ઘી હોમાયું. ઘરનાં સઘળાં માણસોને સુભદ્રા ઉપર કેપ ઊતર્યો. બૌદ્ધ ભકતાએ આ વાતને સારા ચે શહેરમાં વાયુવેગે પ્રચાર કરી દીધે. ઠેકઠેકાણે એક જૈન શ્રાવિકા–સુભદ્રાની નિંદા થવા લાગી. વાદળથી આચ્છાદિત થયેલો સૂર્ય જેમ નિર્વિકાર રહે તેમ સુભદ્રા પોતે આ નિંદા, કલંક અને અપવાદની મધ્યમાં પણ ક્રોધ કે આવેશથી અસ્પૃશ્ય જ રહી.
( ૨ આખી ચંપાનગરમાં આજ સવારથી જ હાહાકાર વર્તી ગયે છે. ભરનિદ્રામાં પડેલા માણસને જેમ તેના શત્રુઓ કારાગ્રહમાં પૂરી દે તેમ નિદ્રામાં પડેલી ચંપાનગરીને જાણે કઈ દેવતાએ કેદખાનામાં પૂરી દીધી હોય એવી વ્યાકુળતા સર્વ ચંપાનિવાસીઓ અનુભવી રહ્યા છે. નગરીના ચારે દિશાના દરવાજા આજે કેમે કરતાં ઊઘડતા નથી. ચંપાવાસીએને બહારની દુનિયા સાથેનો સંબંધ આજે તૂટી ગયે છે. જે આ દરવાજા ન ખૂલે તો ચંપાનગરી ક્ષુધાતૃષાને લીધે રીબાઈ રીબાઈને મૃત્યુના માર્ગે જ વહે અને વિનાશ પામે, એ સ્વતઃસિદ્ધ સત્ય કેઈને સમજાવવાની જરૂર ન હતી.
મુંઝાયેલી પ્રજા, ચંપાના નૃપતિ પાસે પહોંચી. દ્વારપાળોએ ખુલાસે કર્યો કેઃ “ દેવકૃત ઉપસર્ગ વિના આમ ન બને. અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
સુભદ્રા
અમારાં સર્વ સાધને અને બળનો ઉપયોગ કરી ચૂક્યા. જ્યાં સુધી આપ પોતે પુષ્પ–ધુપાદિ બલિ સમપીને દેવતાઓને ન રીઝવો ત્યાંસુધી નગરના દરવાજા ઊઘડે એ સંભવ નથી.”
ચંપાપતિએ પ્રજાની પ્રાર્થના મંજૂર રાખી, દેવેની પ્રાર્થના કરી અને કપાયેલા દેવને સંબધી કહ્યું: “હે દેવદાનવ ! હું બે હાથ જોડી આપની પ્રસન્નતા યાચું છું. ”
એ જ વખતે આકાશવાણી થઈ કે: “જ્યાં સુધી આ નગરની કોઈ મહાસતી કાચા સૂત્રના તંતુએ બાંધેલી ચાલવતી, કૂવામાંથી પાણી કાઢી નગરદ્વારને નહીં છોટે ત્યાં સુધી એ દરવાજા બંધ જ રહેવાના. ”
આ આકાશવાણી સાંભળી રાજા તથા પ્રજાની પણ મૂઝવણ વધી પડી. શહેરની હજારો કુળવધુમાંથી મહાસતીની પરીક્ષા શી રીતે કરવી ? એ એક મહાવિકટ પ્રશ્ન થઈ પડ્યો.
સતીત્વના અભિમાનવાળી કેટલીયે સ્ત્રીઓ કૂવાના કાંઠે આવી, કાચા સુતરના તંતુએ બાંધેલી ચાલણવતી પાણી કાઢવાના પ્રયત્નમાં નિષ્ફળ નીવડી, ચૂપચાપ પોતાના ઘર તરફ ચાલી ગઈ. દેવોએ સુભદ્રાના સતીત્વને પ્રકટ કરવા અને તેના શિરે આવી ચડેલા અપવાદને દૂર કરવા માટે જ આ પ્રસંગ ચો હતો. સુભદ્રા પિતે આ વાત બરાબર જાણતી હતી.
કૂવાના કાંઠે ગયેલી સ્ત્રીઓમાંથી કેઈના સૂત્રતંતુ જ તૂટી જાય, કોઈના તંતુ કાયમ રહે તે ચાલણીમાં પાણી જ ન ભરાય અને એ બન્ને કદાચ ભાગ્યને બને તે ચાલણ ઉપર આવ્યા પછી પાણીનું ટીપું સરખું પણ ન હોય. આ રીતે ચંપાનગરીને શિરે શેક અને ચિંતાનું વાદળ ઝઝૂમી રહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
સતી
સતી સુભદ્રા તદ્દન નિરભિમાન પણે પોતાની સાસુ અને નણંદ પાસે જઈ કહેવા લાગી: “માતા! જે આપની આજ્ઞા હોય તે બીજી સ્ત્રીઓની સાથે હું પણું પાણી કાઢવાનો પ્રયત્ન કરી જોઉં.”
એક તે શરમના માર્યા અમે, લોકોને મેં બતાવી શકતાં નથી. તારું ચરિત્ર જ એવું મલિન છે કે તું છાનીમાની ઘરમાં બેસી રહે એમાં જ અમારા કુટુંબની શોભા સમાયેલી છે, છતાં તારે અમારી મશ્કરી કરાવવી હોય તો તું જાણ!” સાસુએ સહેજ ક્રોધાવેશમાં આવે ઉત્તર વાળ્ય.
સતીત્વના તેજ અને આત્મશ્રદ્ધાના પ્રકાશથી ઝળહળતા વદનવાળી સતી સુભદ્રા, નીચી નજરે પિતાના આવાસ ભણી ગઈ. ત્યાં સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, પંચ પરમેષ્ઠીના મંત્રને જાપ કરી, શાસનદેવીને મરી, કૂવાકાંઠા તરફ ચાલી નીકળી.
એ વખતે સેંકડે સ્ત્રીઓ ત્યાં ઊભી હતી. ચિંતાતુર મુખવાળા હજારે પુરુષો કૂવાથી થોડે દૂર ઊભા ઊભા ચંપાનું અંધકારમય ભવિષ્ય ચિંતવી રહ્યા હતા.
લાવણ્ય અને લજજાની પ્રતિમા સમી સતી સુભદ્રા કૂવાના કાંઠા પાસે જઈ ઊભી. કાચા સુતરના તંતુથી ચાળણી બાંધી કૂવામાં ઊતારી. સંખ્યાબંધ નારીઓના આશ્ચર્ય વચ્ચે એ જ ચાળણું જ્યારે કૂવામાંથી બહાર આવી ત્યારે તેમાં છલછલ પાણું ભર્યું હતું.
પાણીથી ભરેલી ચાળણી બહાર આવતાં સનાં મુખ ઉપર આ સતીની જ્યોતિ ઝળહળી. “ સુભદ્રાને જય ” એ પ્રકારના અવાજથી આકાશ ગુંજી રહ્યું. ચંપાના નૃપતિને એ વાતની જાણ થતાં તત્કાળ ત્યાં આવ્યું. અને પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
સુભદ્રા
૬૫
રાજ્યમાં આવી સતી સન્નારી વસે છે તે જોઈ પ્રફલિત થયે. ચાળણીનું પાણી સતી સુભદ્રાએ બંધ રહેલા દરવાજા ઉપર છાંટ્યુ અને આકાશવાણી પ્રમાણે તરત જ દરવાજા ઊઘડ્યા. ચંપાના સમસ્ત સ્ત્રી-પુરુષોએ તે દિવસે ઉત્સવ પાન્યા. ઠેકઠેકાણે સતી સુભદ્રાની કીર્તિકથા ગવાવા લાગી. ઈર્ષાળ સ્ત્રીઓનાં મુખ શરમથી મલિન બન્યાં.
રખેને પાછળથી કઈ ખોટું અભિમાન આણે અને પોતાને આવી તક ન મળવા બદલ વિવાદ કરે તે સારુ સતી સુભદ્રાએ ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ તરફના જ દરવાજા પોતાના સતીત્વના પ્રભાવથી ખોલ્યા, પૂર્વ તરફનું દ્વાર જાણું જોઈને બંધ જ રહેવા દીધું. પિતાને પરમ શિયલવતી માનનારી–મનાવનારી સ્ત્રીઓએ સુભદ્રાની હરીફાઈ કરવા ઘણા ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ પૂર્વ તરફનું ચંપાનગરીનું દ્વાર કેઈ ખેલી શક્યું નહીં. - બુદ્ધદાસને પિતાની આવી પવિત્ર સ્ત્રી બદલ અભિમાન કુંરે એ સ્વાભાવિક છે. તેના મુખ ઉપર શરઋતુના ચંદ્ર સમી કાંતિ ફેલાઈ. સુભદ્રાની સાસુ તથા નણંદ વગેરે આપ્તજને પણ પોતાના દોષ માટે પ્રાયશ્ચિત કરી સુભદ્રાનું બહુમાન કરવા લાગ્યા. રાજા પોતે તેમ જ ચંપાના ઘણા નાગરિકે જૈન ધર્મનો પ્રભાવ જોઈ વીતરાગ-પ્રણીત તત્ત્વમાં રુચિવાળા થયા.
સતી સુભદ્રાની દઢ શ્રદ્ધા અને શિયળવ્રતના પ્રતાપે દિગ– દિગન્તમાં જૈનધર્મની વિજય-પતાકા ફરકી રહી. આજે પણ સતીઓનાં ગુણગાન પ્રસંગે સવારના પહેરમાં સતી સુભદ્રાનું નામ લેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
ધનશ્રેષ્ઠી
દ્રવ્ય અને વૈભવની લાલસા મનુષ્યને કયાંય પણ કરીને બેસવા દેતી નથી. ભૂતના ભડકા જેમ જંગલમાં ભૂલા પડેલા માણસને દૂર દૂર ખેંચી જાય અને છતાં છેવટ લગી આઘા ને આઘા જ રહે તેમ દ્રવ્યની લાલસા, દુર્બળ માણસને ઘણે દૂર તાણી જાય છે અને છતાં સુખ તે તેનાથી આવું ને આવું જ રહે છે.
શ્રીપતિ શેઠ ભારે ધનવાન હતા, પણ તેમને દ્રવ્યલાભ કેમ કરતાં છુટતે નહીં. એક દિવસે સમાચાર્યસૂરિજીના ઉપદેશથી શેઠની ધર્મબુદ્ધિ જાગૃત થઈ. સૂરિજીએ લેભના જે જે દેશે બતાવ્યા તે બધા શેઠની બુદ્ધિમાં ઊતર્યા. દ્રવ્ય ઉપરને અતિ રાગ અનેક પ્રકારના કલહ કરાવે છે, દ્રવ્યની લાલસામાંથી જ લેભ જન્મે છે અને એ લેભ જ શ્રેષને પિતાની સાથે લેતે આવે છે–એવી એવી બધી વાતે તેના અંતરમાં આરપાર ઊતરી ગઈ. પરિગ્રહ પરની મૂચ્છ તજી દેવાને તેણે નિશ્ચય કર્યો અને તે જ દિવસે સૂરિજી પાસે પરિગ્રહપરિમાણનું વ્રત અંગીકાર કર્યું.
વ્રતના પ્રભાવે શ્રીપતિ શેઠના ધનભંડાર ઊભરાવા લાગ્યા. તેમણે એ વધારાના ધનને સદુપયોગ કરવા જિનેશ્વરભગવાનના સરસમાં સરસ કળા-કૌશલ્યવાળાં ચૈત્યે બંધાવવા માંડ્યાં. જિનપ્રતિમાની પ્રતિષ્ઠા, જિનેશ્વરભગવાનની ભક્તિ અને સત્પાત્રે દાનમાં તે છૂટે હાથે ધન ખરચવા લાગ્યા. આ પ્રમાણે પરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૭
એકી ગ્રહ-પરિમાણ કરતાં જે ધન વધે તેને સદ્વ્યય કરવાનું જિંદગીના અંત સુધી તેમણે ચાલુ રાખ્યું. આખરે કાળધર્મ પામી તેઓ સગતિને પામ્યા.
શ્રીપતિની પછી શેઠની ગાદીએ તેમને પુત્ર ધનશ્રેણી આવ્યું. પિતાના ગુણ પુત્રમાં ઊતરશે એવી જે લોકોએ આશા રાખેલી તેમાં તેઓ નિરાશ થયા. પિતા જે ઉદાર અને જિનભક્ત હતો તે જ પુત્ર લાભી અને અવિવેકી નીવડ્યો. તેને પિતાના પિતાને ધર્મવ્યય મૂર્ખાઈભરેલું લાગે. ચિત્ય કે જિનભક્તિમાં દ્રવ્ય ખરચવું એ તેને મન અપવ્યય સમજાયે. તેણે એ બધા ખર્ચે બંધ કર્યા. પિતાના રહેવાના ઘર સિવાચના બીજાં બધાં ઘર તથા દુકાને વેચી નાંખી. દાસ-દાસીએને રજા આપી, તેમ જ ચૈત્યપૂજા તથા પ્રભાવના બંધ કરી.
ઘણે દિવસે સમાચાર્યસૂરિજી વિચરતાં વિચરતાં પાછા એ જ નગરમાં પધાર્યા. તેમણે એક યુવકને છેડે દૂર ઉતાવળે ઉતાવળે જતે જે. આ યુવાને માત્ર એક જીર્ણ મેલું વસ્ત્ર પહેર્યું હતું. તેની કાંધ ઉપર જૂને કોથળો હતો. જાણે કેટલાય દિવસને ઉપવાસી હોય તેમ તેનાં હાડપીંજર દેખાતાં હતાં.
આ કોઈ નિર્ધન યુવાન લાગે છે!” સૂરિજીએ પાસે બેઠેલા એક શ્રાવકને ઉદ્દેશીને કહ્યું.
એ જ આપણે અહીંના વિખ્યાત શ્રીપતિ શેઠને પુત્ર.” એમ કહી શ્રાવકે એક ઊંડે નિ:શ્વાસ નાખે.
સૂરિજી પણ બે ઘડી આશ્ચર્યમુગ્ધ બની ગયા. શ્રીમંત પિતાને પુત્ર આજે આ અવદશા ભેગવે છે? એવા એવા કેટલાય તર્કો તેમના મગજ માંથી પસાર થઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૮
ધનશ્રાવકે પહેલેથી માંડી શ્રીપતિ શેઠ સંબંધી બધી વાત કહી. પાસે પુષ્કળ ધન હોવા છતાં ઉદાર પિતાને પુત્ર કેટલે કૃપણ બન્યો છે અને લેભને લીધે કેટલી વિટંબણાઓ ભેગવે છે તે બધું વિસ્તારપૂર્વક નિવેદન કર્યું.
એ અહીં ન આવે?” સૂરિજીએ નિર્મળભાવે પ્રશ્ન કર્યો. એક શ્રાવક ધનને બોલાવવા તેની પાસે ગયે, પણ ધને કહ્યું: મારે તે પૈસા સાથે કામ છે, ગુરુ પાસે આવીને હું શું કરું?” ' સૂરિજીએ દૂરથી આ વાર્તાલાપ સાંભળે. એટલે તે તેઓ પતે લાભને હેતુ વિચારી ધનની પાસે ગયા અને અત્યંત કરુણા આણી સ્નેહભાવે કહેવા માંડ્યું:
વત્સ ! શ્રીપતિ જેવા શ્રદ્ધાળુ અને ધાર્મિક પિતાને પુત્ર આવે લેભી અને અવિવેકી બને એમ તે શી રીતે માની શકાય? પણ ભલે, તું તારા પિતાના પગલે ન ચાલી શકે તો કંઈ નહીં. મારી એક વાત સાંભળી લે. બીજું કંઈ વધુ નહીં, પણ શ્રી જિનેશ્વરભગવાનની પ્રતિમાનાં દર્શન કર્યા વિના ભેજન ન કરવું, એ એક નિયમ લે તો પણ મને સંતોષ થાય.”
“આમાં કંઈ રાતી પાઈનો યે ખરચ નથી અને જે નિયમ નહીં લઉં તે આ ગુરુમહારાજ મારે નકામે સમય લેશે.” આ વિચાર કરી ધને એ નિયમ માથે ચડાવ્યા અને તરત જ સૂરિજીને નમી ત્યાંથી ચાલી નીકળે.
ધનશ્રેણીની સ્ત્રી બહુ જ સંસ્કારી હતી. તેને પોતાના પતિની લોભી મનેદશા દુ:ખદાયક લાગતી, છતાં શાંતિથી બધું સહન કરી લેતી. ધને ઘેર આવી, ગુરુએ આપેલા નિયમ વિષે વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રેણી કહી. સ્ત્રીને આથી બહુ જ આનંદ થયે. “ આવા અવિવેકી હૃદયમાં આટલો સામાન્ય ભાવ પણ ભારે હૃદયને જ સૂચવે છે.” એમ તે પિતાના મનને મનાવી રહી.
ઉનાળાની એક બપોરે ધનશ્રેણી ઘેર આવ્યો. તાપને લીધે તેનું મેં લાલચોળ બની ગયું હતું. પસીનાથી આખું શરીર ભીંજાઈ ગયું હતું. ભૂખને લીધે તે હવે એક ક્ષણને પણ વિલંબ કરવા તૈયાર ન હતો. પતિપરાયણે સ્ત્રીએ તરત જ ભેજન પીરસ્યું. ધન જે ભોજન કરવા બેસે છે તેવામાં તેની સ્ત્રીએ પૂછયું: “પણ તમે દેવદર્શન કરી આવ્યા? પેલે નિયમ યાદ છે ને ?”
ધને એક વાર સ્ત્રીની સામે ઉદાસ દષ્ટિએ જોયું. તે ગમે તેટલે લેભી અથવા કૃપણ હોય, પરંતુ લીધેલ નિયમ પાળવામાં એટલે જ શૂરવીર હતું, એમ તેની સ્ત્રી બરાબર સમજતી હતી. ધનશ્રેણી તત્કાળ ત્યાંથી ઊડ્યો અને ચેત્યમાં પહોંચ્યા.
આજને દિવસ ધનની કસોટીને દિવસ હતે. જે કોઈ સામાન્ય માણસ, ધનના સ્થાને હેત તે કદાચ નિયમની દરકાર કર્યા વિના ભેજન કરી લેત, પણ ધન એ પરીક્ષામાંથી પસાર થયે. તેની આટલી ધીરજ અને શાંતિ જોઈ શાસનદેવ પણ પરમ પ્રસન્ન થયા.
માગ ! માગ ! શ્રેષ્ઠીપુત્ર ! ” એ અવાજ ચૈત્યના ગર્ભાગારમાંથી આવ્યું અને ધનશ્રેણી ઘડીભર તે દિલ્મઢ બની સાંભળી રહ્યો. એને ખાત્રી થઈ કે “ આ અવાજ કઈ માણસને નથી, દેવ પોતે જ મારી પ્રતિજ્ઞા ઉપર પ્રસન્ન થઈ મને કંઈક વરદાન આપવા ઈચ્છે છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
90
ધનપણ શું માગવું તે તેને ન સૂઝયું. જિંદગીને બધો ભાગ જેણે દ્રવ્યની ઉપાસનામાં જ ગાજે હોય તેને શું માગવું તે પણ કેમ સૂઝે? તે એકદમ દેડતે દોડતો પોતાની સ્ત્રી પાસે ગયે અને દેવ પાસે વરદાનના બદલામાં શું માગવું તે પૂછવા લાગ્યા.
સ્ત્રીએ જવાબ આપે: “ધન-ધાન્ય તો આપણી પાસે પુષ્કળ છે, માટે તમે બીજું કંઈ નહી માગતાં દેવની પાસે માત્ર વિવેક દષ્ટિ” જ માગે. એમાં જ આપણું બધું કલ્યાણ સમાઈ જાય છે. ”
ધનને પિતાની સ્ત્રીની બુદ્ધિમત્તા ઉપર પૂરો વિશ્વાસ હતો. તે પાછો ચૈત્યમાં ગયે અને અધિષ્ઠાતા દેવને સંબોધી બોલે “ હે દેવ ! જો તમે ખરેખર જ મારી ઉપર પ્રસન્ન થયા હૈ તો મને વિવેકદષ્ટિ આપો ! ” દેવ પણ અંતરીક્ષમાં રહી “ તથાસ્તુ ” કહી અંતર્ધાન થઈ ગયે.
આ વરદાન પછી ધનની દષ્ટિ જ બદલાઈ ગઈ. જાણે તેનો પુનર્જન્મ થયો હોય તેમ દરેક વસ્તુ વિષે તેને કંઈ કંઈ અપૂર્વ વિચાર આવવા લાગ્યા. તે ભજન કરવા બેઠા અને થાળીમાં પીરસાયેલી કળથી જોઈને બોલી ઊઠ્યો : “આપણે આવું શુદ્ધહલકું અનાજ શા સારુ ખાવું જોઈએ ? શા સારુ સાવિક ભજન ન લઈએ?” ઘરમાં આસપાસ દષ્ટિ ફેરવી તે બોલવા લાગ્ય: “અને આ ઘરમાં આટલી દરિદ્રતા શા સારુ જોઈએ? નોકરોને બોલાવી ઘર શા સારુ બરાબર સાફસૂફ ન રાખીએ?”
જન્મથી આંધળા રહેલા માણસને દષ્ટિ પ્રાપ્ત થતાં જેમ તેને આનંદ ઊભરાઈ જાય અને બધું નવું નવું જ લાગે તેમ ધનને પણ વિવેકદ્રષ્ટિ પ્રાપ્ત થતાં નવું નવું સૂઝવા લાગ્યું. તેના આનંદને પણ કંઈ પાર ન રહ્યો. તે મનમાં જ વિચારવા લાગ્ય: “ મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૧
આટલા દિવસે ખરેખર અજ્ઞાનમાં જ વિતાવ્યા ! મારા જે અજ્ઞાની બીજે કેણ હેય? મેં હાથે કરીને મારા કુળને લજવ્યું !”
પછી તે બહુ મડે ઊઠેલે માણસ જેમ જલદી જલદી કામ કરવા મંડી જાય, તેમ ધન પણ પિતાની આજ સુધીની ભૂલ સુધારવા તૈયાર થઈ ગયો. તેણે જૂનાં ઘર, દુકાન વગેરે પાછા મેળવ્યાં. એ બધાંને યતનાપૂર્વક ઉદ્ધાર કર્યો. જાના નેકરને બોલાવી પુન: તેમનાં કામ ઉપર નીમ્યા અને જિનચિત્યને વિષે પૂજા–પ્રભાવના વગેરે ઉત્સવ તથા દાનાદિ ધર્મકૃત્યે પણ એટલા જ ઉત્સાહથી કરાવવા મંડી પડ્યો.
વિવેકદ્રષ્ટિ પ્રાપ્ત થતાં ધનનું આખું જીવન જ પલટાઈ ગયું. એક સામાન્ય નિયમ પાળતાં તે ધીમે ધીમે આગળ વધે. અનુક્રમે બીજા અનેક વ્રત નિયમમાં પણ તે રસ લેવા લાગે.
વિવેકના પ્રતાપે તે ધન–શ્રેષ્ઠીએ પિતાના કુળને દીપાવ્યું, જગતમાં અસાધારણ યશ મૂકી ગયું અને ચિરકાળ પર્યત શ્રાદ્ધ ધર્મ પાળવાથી સગતિ મેળવી, તે માનવદેહ પણ સાર્થક કરી ગયો !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
હંસ અને કેશવ
યશોધન વણિકના આ બન્ને પુત્ર-હંસ અને કેશવ પહેલેથી જ વિનયી અને સરળ સ્વભાવી બાળકે હતા. એક દિવસે પાસેના ઉપવનમાંથી રમીને પાછા ફરતા હતા તેટલામાં ભાગ્યેદયને લીધે તેમને જેનશાસનના એક જિતેંદ્રિય મહાપુરુષ શ્રીધર્મઘોષસૂરિનાં દર્શન થયાં. સૂરિજીની આનંદનિમલ આકૃતિ એ બનને બાળકોના અંતરમાં રમી રહી. તે બંને ભાઈઓ સૂરિજીની સન્મુખ બેઠા અને થડ ઉપદેશ સાંભળ્યા પછી “જીવ જાય તે પણ રાત્રિભેજન ન કરવું” એવી પ્રતિજ્ઞા કરી ઘેર આવ્યા.
યશોધને જ્યારે આ વાત સાંભળી ત્યારે તેનાં ફોધ અને આશ્ચર્યની સીમા ન રહી. પિતાની સલાહ લીધા વિના બાળકે આવી રીતે મનમાન્ય માર્ગ લે એ યશોધનથી ન સહેવાયું. તેમણે ઘરમાં પોતાની સ્ત્રીને બોલાવી કહી દીધું કે: “આ ઘરમાં કોઈને દિવસે ખાવાનું નહિ મળે, જેમને એ નિયમ ન પાલવે તે ખુશીથી આ ઘર ખાલી કરીને ચાલ્યા જાય.” યશધને ધાર્યું કે “આથી બાળકો સીધા દોર થઈ જશે અને રાત્રિ ભજનની પ્રતિજ્ઞાને તેડી, કુળધર્મને અનુસરી રાત્રે પણ ભેજના કરવા મંડી જશે.” પણ યશોધનની એ ધારણા છેટી નીવડી.
પાંચ-પાંચ અને છ-છ દિવસના ઉપરાઉપરી ઉપવાસ થવા છતાં હંસ અને કેશવ પોતાની પ્રતિજ્ઞામાં અડગ રહ્યા. પુત્ર પરની મમતાને લીધે માતાને પણ એટલા જ ઉપવાસ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
કેરાવ
૭૩
હંસ અને કેશવને તેમની માતાએ સમજાવવામાં તેમ જ પિતાની આજ્ઞા પાળવાને આગ્રહ કરવામાં કંઈ જ કચાશ ન રાખી; પરંતુ હંસ અને કેશવે જરા પણ નબળાઈ ન બતાવી.
છઠ્ઠા ઉપવાસના અંતે યશેલને બને બાળકોને કહ્યું: “તમે આ દુરાગ્રહ નકામે રાખી રહ્યા છો. રાત્રિની ચાર ઘડી એ ખરું જોતાં તો દિવસનો જ ભાગ ગણાય. તમને કેઈએ મેળવ્યા છે, માટે હજીયે મારું કહ્યું માની મારી સાથે રાત્રે ભેજન કરવા બેસે અને જે તમને મારી આ વાત કબૂલ ન હોય તો આવતી કાલથી હું તમારું મેં જેવા પણ રાજી નથી.” આ છેલ્લા શબ્દોની હંસ તથા કેશવ ઉપર અજબ અસર થઈ. હંસ ડગી ગયો. તેને આ ઘર મૂકી જતાં ભય લાગે, પણ કેશવ મનને મજબૂત કરી, સાતમા દિવસની સવારે જ ઘરની બહાર ચાલી નીકળે.
સાંજ પડવા આવી. આકાશમાંથી અંધારાં ઊતરવા લાગ્યાં. જાણે દિશાઓના દરવાજા બંધ થતાં હોય તેમ કેશવની નજરે આગળના માર્ગ પણ ઝાંખા થતાં ચાલ્યા. ઉપરાઉપરી સાત સાત દિવસની ભૂખને લીધે તેની ઘણુંખરી શક્તિ હણાઈ ગઈ હતી. કયાં જવું? તેને પણ કંઇ નિશ્ચય ન હતું, એટલું છતાં વિકટ અરણ્યમાં તે આગળ ને આગળ માર્ગ કાપવા લાગ્યા.
કેટલીક વારે યક્ષનું એક વિશાળ ચિત્ય તેની નજરે પડ્યું. ચેત્યની આસપાસ કેટલાય યાત્રિકે, ભાતભાતનાં ભેજને રાંધતા હતા. તેઓ આજે યક્ષને બળિ-પૂજા ધરવાના હતા. શાક, દાળ, ક્ષીર અને વડાંની ગંધથી આખું અરણ્ય બહેકતું હતું. પારવગરનાં સ્વાદિષ્ટ ભેજનેના ગંજ પડ્યા હતા.
પધારે ! પધારે ! ! અતિથિ દેવ ! ” એમ આનંદના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
૭૪
હંસ અને પિકારથી વધાવતાં કેટલાય યાત્રિકો કેશવની સામે દોડ્યા. ઈષ્ટદેવની મહતુ કૃપા થઈ હોય અને એ કૃપાના પ્રતાપે જ આ વિકટ અરણ્યમાં આવે અતિથિ આવી ચડ્યો હોય એ ભાવ સના મુખ ઉપર તરવરતો હતો. આ અણધાર્યા સન્માનનું કારણ કેશવ કલ્પી શકે નહીં. યાત્રિકમાંના એક મુખ્ય પુરુષે ખુલાસે કર્યો: “આજે અમારા વ્રતનું પારણું છે. અમે એકાદ અતિથિની જ રાહ જોતા હતા. સારું થયું કે તમે આવી ચડ્યા. અતિથિને ભેજન કરાવ્યા પછી જે અમે પારણું કરીએ તો અમને મહતું પુણ્ય પ્રાપ્ત થાય એમ માનીને જ અમે આપનું આટલું સ્વાગત તથા સન્માન કરીએ છીએ.”
“અરે ભલા ભાઈઓ ! રાતે તે કયાં પારણાં થતાં હશે?” સાત દિવસને ભૂખ્યા-તરસ્ય અતિથિ કેશવ મનને મજબૂત કરી છે. તેને અવાજ ક્ષીણ થઈ ગયે હતો. આંખે અંધારાં આવતાં હતાં, માર્ગના અતિથાકને લીધે તેનું આખું અંગ કળતું હતું, છતાં રાત્રિ હોવાને લીધે તેણે નેહભર્યા સત્કાર તેમ જ સ્વાદિષ્ટ ભજનપ્રત્યે નજર સરખી પણ ન કરી.
યક્ષના ઉપાસકોએ ભેગા થઈને કેશવને મૂંઝવવા સારુ ખાસું કાવતરું રચ્યું હોય તેમ ચિત્યના ગર્ભાગારમાંથી એક વિકરાળ પુરુષ બહાર આવ્યો. અંધકારમાં તેના બે સળગતાં નેત્રો ભયંકર ભાસતાં હતાં. તેના એક હાથમાં ખડ્ઝ અને બીજા હાથમાં મુદગર હતું. ખર્ગ તરફ ઈશારો કરી તે કહેવા લાગ્ય: પથિક! તું ક્યાં આવ્યો છે તે જાણે છે? અહીં અમારી સત્તામાં આવ્યા પછી પણ અમારા ધર્મનું તું અપમાન કરે છે? જે તું અમારું આતિથ્ય સ્વીકારી, ભેજન નહીં કરે તે આ ખર્શવતી તારે શિરચ્છેદ કરતાં અમને કઈ રોકી શકે તેમ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
કેશવ
૭૫
મૃત્યુના પંજામાં સપડાવા છતાં રાત્રિભોજન વ્રત ઉપર અચળ રહેનાર કેશવ સહેજ હસ્યું. તેણે ઉશ્કેરાયા વિના જવાબ આપે : “ મૃત્યુને ભય બીજા કોઈને બતાવજે. લીધેલા વ્રતનું પાલન કરતાં કદાચ મૃત્યુને ભેટવું પડે તે પણ એ મૃત્યુ એક મહત્સવના રૂપમાં જ ફેરવાઈ જવાનું.”
વિકરાળ પુરુષને લાગ્યું કે આ વ્રતધારી સાથે બળને બદલે કળથી કામ લેવામાં જ કંઈક લાભની આશા રાખી શકાય. તેથી તેણે વાતને ફેરવી અને કહ્યું: “તારા ગુરુ પોતે આવીને તને રાત્રે ભજન કરવાનું કહે તો તને કંઈ વાંધો ખરો?”
વીતરાગપ્રણીત ધર્મને માનનારા મારા ગુરુ કોઈ દિવસ પણ મને રાત્રે ભજન કરવાનું ન કહે અને કદાચ કહે તે સમજવું કે એ સાચા ગુરુ નથી, પણ કઈ વેષધારી પાખંડી છે.” કેશવે આમ કહી સામે નજર કરી તો તેણે ધર્મછેષસૂરિ જેવા એક પુરુષને સામે ઊભેલા જોયા. તેઓ કેશવને સંબોધીને કહેવા લાગ્યા : “ મારી આજ્ઞા છે. તું ખુશીથી આ યાત્રિકોના આગ્રહને માન આપી ભજન કરવા બેસ.”
કેશવની સૂક્ષ્મ વિવેકબુદ્ધિને આ તરકટ સમજતાં વાર ન લાગી. આ બધાં પાત્ર જાણે જાદુઈ માયાથી હાજર થતાં હોય અને પિતાને ભૂલાવામાં નાખતાં હોય એમ તે કળી ગયે. કેશવ જે ભજન ન કરે તે તેના ગુરુને વધ કરવા સુધીની પેલા ભયંકર પુરુષે ધમકી આપી, પણ કેશવને એથી મુદ્દલ સૈાભ ન થયે.
કંઈ નહીં, એ વાત જવા દ્યો, આજે તમે ખૂબ જ થાકી ગયા છે. ભૂખને લીધે બહુ ખિન્ન બન્યા છે. એટલે શેડો આરામ કર્યો. જુઓ સામે તમારા માટે જ પથારી તૈયાર કરી છે. પ્રાત:કાળ થતાં તમને જમાડી અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૬
હંસ અને સે પારણું કરીશું.” વિકરાળ પુરુષે આ છેલ્લી યુક્તિ અજમાવી. આમાં તે કેશવ ફસા જ જોઈએ એમ તેણે માની લીધું.
કેશવ નિદ્રાવશ થયે. થાકને લીધે તે ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. કેટલાક યાત્રિકે તેના દેહને શાતા ઉપજાવવા સેવાશુશ્રુષા કરવા લાગ્યા. એટલામાં તો પૂર્વ દિશા સૂર્યના તેજથી ઝળહળી ઊઠી. કેશવ પૂરી નિદ્રા લે તે પહેલાં જ કેઈએ આવી તેને ઊંઘમાંથી ઉઠાડ્યો અને કહ્યું: “ સતપુરુષ ! રજની ક્યારની યે વીતી ગઈ.! નિદ્રાને ત્યાગ કરો ! ઊઠો !”
કેશવે આંખ ઉઘાડી જોયું તે સૂર્યનાં કિરણે પ્રકાશ ફેલાવતાં હતાં. તે વિચારવા લાગ્યું: “ બ્રાહ્મમુહૂર્તમાં જ હમેશાં ઊઠું છું અને આજે તે મારાં નેત્રમાંથી નિદ્રાને નસો ઊતરે તે પહેલાં જ સૂર્યોદય થઈ ગયે; માટે આમાં જરૂર કંઈ માયાપ્રપંચ છે ! ”
તેની વિચારમાળા તૂટે તે પહેલા જ યક્ષ બેઃ “હવે લાંબા વિચાર કરવાનો આ સમય નથી. જુઓ, એક તમારી ખાતર સેંકડો યાત્રિકે ભૂખ્યા બેસી રહ્યા છે : જલદી ઊઠે, દાતણ-પાણી કરે અને પારણું કરવા બેસે ! ”
યક્ષરાજ! હું હવે તમને બરાબર ઓળખી ગયો છું. મને છેતરવા માટે જ આ બધી ઈંદ્રજાળ રચી છે એમ મને ચક્કસ સમજાય છે. હજી મારી આંખમાં ઊંઘ ભરી છે. હું હિમ્મતથી કહું છું કે આ પ્રકાશ, આ સૂર્ય એ બધું બનાવટી છે, મને રાત્રિને વિષે ભોજન કરાવવા માટે જ આ માયાજાળ રચાઈ છે!”
કેશવ પૂરું બોલી રહ્યો નહોતે તેટલામાં જ આકાશમાંથી એ પુષ્પની વૃદ્ધિ વરસાવી. “ જય ! જય ” ના શબ્દોથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
કેશવ કેશવને સત્કાર થઈ રહ્યો. યાત્રિકોની, ચૈત્યની અને ઢગલાબંધ ભેજનની બધી માયા આપોઆપ કયાંક સમાઈ ગઈ! યક્ષના સ્વરૂપમાં આવેલા દેવે કેશવને પગે પડી કહ્યું: “તમારા જેવા વ્રતધારીઓને લીધે જ આ પૃથ્વી રત્નગર્ભા છે. હું તમારી કસોટી કરવા માટે જ આ બધી માયાજાળ ગૂંથી રહ્યો હતો. આટઆટલા અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગો સહેવા છતાં તમે અચલ રહ્યા તે જોઈ હું તમારી ઉપર બહુ જ પ્રસન્ન થયો છું. અને એ પ્રસન્નતાના બદલામાં તમે માગે તે વરદાન આપવા હું તૈયાર છું.”
કેશવ પિતે તે જે કે વ્રત પાલનના બદલા તરીકે કંઈ જ નહોતે વાંછતે, છતાં દેવે તેને સાકેતપુરનગરની ખાલી થતી ગાદી ઉપર રાજા તરીકે સ્થાપે અને તે ઉપરાંત કેશવના પગ ધોઈને જે કંઈ પીવે તે ગમે તે રોગી સાજે થાય તેમ જ કેશવ જેનું ચિંતવન કરે તે તત્કાળ તેને પ્રાપ્ત થાય એવી બે સિદ્ધિઓ આપી. લગભગ આઠમે દિવસે તેણે ઉપવાસનું પારણું કર્યું. અસંખ્ય દીનજનોને દાન દીધાં. બધે આનંદ-મંગળ વતી રા.
એક તરફ વ્રતમાં દઢ રહેનાર કેશવ જ્યારે આ પ્રમાણે શુદ્ધ સુવર્ણ તરીકે દીપી નીકળે ત્યારે બીજી તરફ તેને જ ભાઈ હંસ, બતભંગ કરવા જતાં મૃત્યુની નજીક જઈ પહોંચે. બન્યું એવું કે કેશવ ઘર છેડી ચાલી નીકળે એટલે હું સ, પોતાના પિતાને રાજી રાખવા રાત્રે ભેજન કરવા બેઠે. ભેજન કર્યા પછી પ્રાય: અધી રાતે તે બેશુદ્ધ બન્યો. તેનું આખું શરીર લીલું કાચ જેવું બની ગયું. તપાસ કરતાં સિને ખાત્રી થઈ કે એ ભેજનમાં ઝેરી સાપની ગરલ પડી હતી. રાત્રિભોજનનું જ એ એક અનિષ્ટ પરિણામ હતું. ઘણું ઘણા વૈદ્યો તથા મંત્રવાદીઓએ વિધવિધ પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૮
હસ અને ઉપચાર તથા મંત્રાદિ કરી જોયા, પણ તેનાથી હંસને કશે લાભ ન થયું. ચિકિત્સકોએ કહી દીધું કે “ઝેરની અસરને લીધે તે એક મહિનામાં જ મૃત્યુને આધીન થવું જોઈએ.”
કેઈ સિદ્ધપુરુષની શોધમાં ભટકતે યશોધન, આ કેશવરાજના રાજ્યમાં આવી પહોંચ્યો. તેણે પોતાના પુત્રને રાજદ્વારી ઠાઠમાં જે અને ઘડીભર ભ્રાંતિવશ બન્યો. પિતાને પુત્ર એક મોટા રાજ્યને અધિકારી બને એ વાત પહેલાં તો તે માની જ ન શકે, પણ અંતે આખી વસ્તુસ્થિતિ સ્પષ્ટ થઈ. પિતા-પુત્ર પરસ્પર અત્યંત હેતથી મળ્યા. પિતાએ હિંસની રોગી-મૃતપ્રાય સ્થિતિ કહી સંભળાવી. દેવની સહાયથી તત્કાળ તે પોતાના ભાઈ પાસે પહોંચ્યા અને પાદપ્રક્ષાલનનું પાણી પાઈ તેને અકાળે મૃત્યુના મુખમાં પડતે બચાવી લીધા.
કેશવના પાદપ્રક્ષાલનના પાણીને પ્રભાવ જગતમાં ઠેકઠેકાણે પ્રસિદ્ધ થયા. દૂરદૂરના દેશોમાંથી લોકો આવવા લાગ્યા અને કેશવનું પાદપ્રક્ષાલન સોનાના પાત્રમાં ભરી લઈ જવા લાગ્યા.
કેશવરાજે એક પ્રતાપી–સમર્થ રાજા તરીકે પણ બહ સારી નામના મેળવી. રાત્રિભોજનને ત્યાગ કરવાથી એક માણસ કેટલી ઊંચી પદવીએ પહોંચે અને દેવેને પણ કેટલે પ્રીતિપાત્ર બને એ વાત જોતજોતામાં લેકની જીભ ઉપર રમી રહી. કેશવરાજના દષ્ટાંતને અનુસરીને લોકો રાત્રિભેજનનો ત્યાગ કરવા પ્રેરાયા. કેશવરાજના ધર્મરાજ્યમાં નાનાં બાળકે પણ રાત્રિભોજન ત્યાગને મહિમા સમજતા થયા અને ઉત્સાહપૂર્વક એ વ્રત પાળવા લાગ્યાં. વ્રતના પ્રતાપે ઘણું સ્ત્રી-પુરુષ અને બાળકે પણ સુખ, સમૃદ્ધિ અને આત્મકલ્યાણને વર્યા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
વંકચૂલ
વિમલ રાજાને પુત્ર પુષ્પચલ નાનપણથી જ એટલે બધા નાદાન હતું કે લોકોએ પુષચલને બદલે તેનું નામ વંકચૂલ રાખ્યું, પણ જ્યારે એ તોફાન પ્રજાને અસહ્ય થઈ પડ્યું ત્યારે તેમણે રાજાને ફરિયાદ કરી અને પ્રજાને રંજાડનાર પિતાના પુત્રને પણ રાજાએ તત્કાળ ત્યાગ કર્યો. વંકચલ સાથે તેની બહેન પણ ભાઈ પ્રત્યેના સ્નેહને લીધે રાજ્યમાંથી ચાલી નીકળી.
વંકચલ ફરતે ફરતે અરણ્યમાં જઈ ચડ્યો. ત્યાં એક લૂંટારા ભીલ લોકોના સરદારે, તેને રાજપુત્ર જાણી આશ્રય આપે. વંકચૂલ પિતાનાં પરાક્રમ અને સાહસથી ભીલોમાં બહુ જ માનીતો થઈ પડ્યું. તે બીજા ભીલોને સાથે લઈ લૂંટફાટ કરવા લાગ્યો. ભીલેએ તેને પિતાને પલ્લી પતિ-રાજા બનાવ્યું.
એક દિવસે સંઘના સમૂહથી જુદા પડી ગયેલા ચંદ્રયશસૂરિ ભીલ લોકેના આ ગામમાં આવી ચડ્યા. ચાતુર્માસ નજીકમાં જ હોવાથી તેઓ વધુ વિહાર કરી શકે એમ ન હતું. તેમણે વંકચૂલ પાસે ઊતરવાનું–ધર્મધ્યાન કરવાનું સ્થાન માગ્યું. વંકચૂલ ગમે તે લૂંટારો થયો હોય પણ તે રાજપુત્ર હતો. તેનામાં ખાનદાની ભરી હતી. તેણે વિનયપૂર્વક સૂરિજીનું બહુમાન કર્યું અને ઊતરવા માટે તેમ જ ચાતુર્માસમાં ધર્મધ્યાન કરવા માટે સારું સ્થાન કાઢી આપ્યું.
વંકચૂલે સૂરિજીને ઉપાશ્રય તે આપે, પણ તે સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
તેણે એક શરત કરી કે “મારી હદમાં આપે કેઈને ધર્મોપદેશ ન આપ.” કારણ કે તે સમજતું હતું કે જે સૂરિજી ઉપદેશ આપવા લાગે અને તેની અસર થાય તે પછી હિંસા, ચેરી, લૂંટફાટ અને જૂઠ ઉપર ચાલતે ભીલને આપે ધંધો જ પડી ભાંગે! સૂરિજીએ એ શરત પણ સ્વીકારી.
વર્ષાઋતુ વીતી ગઈ. સૂરિજી ભીલેના ગામમાંથી વિહાર કરી અન્યત્ર જવા તૈયાર થયા. વંકચૂલના મન ઉપર સૂરિજીના સ્વગીય ગુણેને પ્રભાવ અંકાયો હતો. તેણે એકાદ વાર સૂરિજીને પિતાને ત્યાં આહાર વહોરવા સારુ પધારવા નિમત્રણ પણ કરેલું, પરંતુ વસાત આપનારના ઘરની ભિક્ષા જૈન મુનિને ન ખપે, એમ કહી સૂરિજીએ વંકચલની માગણું પાછી વાળી હતી. સૂરિજીની નિઃસ્પૃહતા, શાંતિ, ક્ષમા, તપસ્યા વગેરે માટે વંકચૂલના મનમાં અત્યંત પૂજ્યભાવ પ્રગટ્યો.
વિહાર કરતી વખતે તે પણ સૂરિજીની સાથે વળાવવા ચા. પિતાના ગામની સીમા પૂરી થઈ એટલે વંકચલે કહ્યું: “સ્વામિન્ ! હવે અન્ય રાજ્યની હદ શરૂ થાય છે, આપ સુખેથી પધારે, પુનઃ કઈ વાર દર્શન આપજે.”
પિતાને વસતિ–સ્થાન આપનાર, વર્ષાઋતુમાં સુખ-શાંતિપૂર્વક રહેવાની અનુકૂળતા કરી આપનાર આ પુરુષને તેના પોતાના ઉપકારને અર્થે પણ થોડો હિતોપદેશ કરે જોઈએ. એમ માની સૂરિજીએ ભેગે પગ પરિમાણુવ્રત સંબંધી કેટલુંક વિવેચન કર્યું. વંચલે એ સર્વ શાંતિથી સાંભળ્યું. આજ સુધીમાં સૂરિજીના ઉપદેશને કંઈ લાભ ન લેવાય તે બદલ તેને પશ્ચાત્તાપ પણ થયો. પરંતુ તે પિતાની અશક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
ચૂલ
૮૧
તથા સંગે બરાબર સમજતો હતો. જે તે પોતે કંઈક નિયમ ગ્રહણ કરે તે ભીના આખાયે સમાજ ઉપર તેની અસર પડે અને જે એવી સારી અસર થાય તે ભીની આજીવિકા જ બંધ થઈ જાય એવી તેને દહેશત રહેતી. વળી તે પોતે ઘણું ભેગવિલાસમાં ઊર્યો હતો. સંયમ જેવી વસ્તુ હોઈ શકે એ તેની બુદ્ધિ બહારનો વિષય હતો.
સૂરિજીનો ઉપદેશ સાંભળી રહ્યા પછી તેણે પોતાની નબળાઈ કબૂલ કરી. સૂરિજીએ પણ વધુ આગ્રહ ન કરતાં, સુખેથી પાળી શકાય એવા અતિ સામાન્ય નિયમ સ્વીકારવા સૂચવ્યું. અને વંચલે શ્રદ્ધાપૂર્વક નીચેના ચાર નિયમ લીધા :
( ૧ ) અજાણ્યું ફળ ન ખાવું. ( ૨ ) કોધ આવે ત્યારે સાત-આઠ પગલાં પાછાં હઠયા
પછી જ પ્રહાર કરવો. ( ૩) કંઈ પણ રાજાની પટ્ટરાણુને માતવત માનવી, (૪) કાગડાનું માંસ કદી પણ ન ખાવું.
ચંદ્રયશસૂરિ વિદાય થયા. વંકચૂલ પણ પોતાના રોજના ધંધે વળગે. ધીમે ધીમે વંકચૂલે ગ્રહણ કરેલા નિયમોની કસોટીના પ્રસંગે ઉપસ્થિત થવા લાગ્યા.
એક દિવસ ગ્રીષ્મઋતુને લીધે આકાશમાંથી આગ વરસતી હતી. વંકચલ ભીલ લેકની સેના સાથે એક ગામ લૂંટવા જતો હતે. લૂંટમાંથી પુષ્કળ માલ મળશે એવી આશાથી ખરે મધ્યાહે તેણે પ્રયાણ કર્યું. પણ બન્યું એવું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
વંક
ગામના લોકોને અગાઉથી બાતમી મળી જવાથી તેમણે વંકચૂલની સામે પૂરેપૂરા બળપૂર્વક ટક્કર ઝીલી. વંકચૂલની બધી ધારણું ધૂળ ભેગી મળી ગઈ. બહાર જેવી ગરમીની આગ વરસતી હતી તેવી જ આગ તેના હૈયામાં સળગવા લાગી. ક્ષુધા, તૃષા અને નિરાશાથી વ્યાકુળ બનેલ વંકચૂલ અરણ્યમાં એક વૃક્ષ નીચે બેઠે. જોતાંની સાથે જ આંખને ગમી જાય એવાં સુંદર ફળ ભીલાએ તેની આગળ લાવીને મૂક્યાં.
આવાં ફળ મારી જિંદગીમાં પહેલી જ વાર જોઉં છું. દેખાવ ઉપરથી જ બહુ સ્વાદિષ્ટ હોય એમ લાગે છે, પણ એનું નામ શું હશે?” વંકચૂલે પોતાનો નિયમ પાળવા પ્રશ્ન કર્યો.
ભીલે એકબીજાની સામે જોઈ રહ્યા. ખરી વાત એ હતી કે આ ફળનું નામ કે ગુણ જાણનાર તેમનામાં કોઈ જ ન હતું.
આપણે નામની સાથે શું સંબંધ છે ? ખાવામાં સ્વાદિષ્ટ અને નીરખવામાં સુંદર હોય એટલે બસ છે!” એક ભીલે કહ્યું.
અજાણ્ય ફળ ન ખાવું એ મારો નિશ્ચય છે. ” વંકચૂલે પિતાનો નિશ્ચય જાહેર કરી દીધું. તેના માણસે આ જવાબ સાંભળી નિરાશ થયા. તેઓ બેલવા લાગ્યા:
બધા સાથે અનુકૂળ હોય ત્યારે નિયમ પાળવાને આગ્રહ રાખવો એ કંઈક ઠીક ગણાય, પણ ભૂખને લીધે જે વખતે પ્રાણ જતા હોય તે વખતે પણ આવા નિયમ પાળવા એ હાથે કરીને મોતને આમંત્રણ કરવા જેવું છે. ” છતાં વંકલે એ વાત ઉપર કંઈ લક્ષ ન આપ્યું. નિયમની ખાતર તે ભૂખને સહન કરતે ત્યાં ને ત્યાં જ બેસી રહ્યો.
તેના માણસોએ પેટ ભરીને ફળ ખાધાં અને દિવસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
ચૂલ
થાક ઉતારવા વૃક્ષની નીચે લાંબા થઈને સૂતા. એ ફળ ઝેરી કિપાકવૃક્ષનાં હતાં. ધીમે ધીમે એનું ઝેર ભીલેની રગેરગમાં પ્રસર્યું અને સૂતા પછી પાછા ઊડી પણ ન શક્યા. ત્યાં ને ત્યાં જ તેમના પ્રાણ ઊડી ગયા. આ દેખાવ જોઈ વંકચૂલના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે ગુરુવાણીનું મહામ્ય અનુભવી વધુ આસ્થાવાન બન્યા. ગુરુ-મહારાજે જ પિતાને જીવિતદાન આપ્યું એમ વિચારી તેમને ઉપકાર માનવા લાગે.
ત્યાંથી રવાના થઈ રાતના લગભગ પહેલા પહેરે ઘેર પહોંચ્યા. સામાન્ય રીતે પલ્લીમાં આ સૂવાને ગ્ય વખત નહેતે, છતાં વંકચૂલે જોયું કે સા કઈ ભરનિદ્રામાં પડયું હતું. મંદ મંદ પગલે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે એક બાજુ ઝાંખો દી બળતો હતે. એ દીવાના પ્રકાશમાં, પોતાના જ પલંગ ઉપર એક પુરુષ અને સ્ત્રીને છેક પાસે પાસે સૂતેલા સગી આંખે નીહાળ્યાં. દેખાવ જોતાં જ તેનું શાંત લોહી એકદમ તપી આવ્યું. તે વિચારવા લાગ્ય:
જરૂર, આ મારી સ્ત્રી દુરાચારિણું છે અને મારી ગેરહાજરીને લાભ લેવા માટે જ પિતાના આશકને આજે અહીં બેલા લાગે છે.” તેનું મગજ બહેર મારી ગયું. તે વધુ વિચાર કરે તે પહેલાં તે તેને હાથ કમરે બાંધેલી તલવાર ઉપર પડ્યો અને જે નિદ્રાધીન પુરુષને શિરછેદ કરવા જાય છે એટલામાં જ ગુરુમહારાજે આપેલી પ્રતિજ્ઞા તેના સ્મૃતિપટ ઉપર તરી આવી.
પ્રતિજ્ઞાને અનુસરી, ફોધમાં ને કોધમાં સાત ડગલાં પાછો ફર્યો. તે જ વખતે ભાગ્યને તેની તલવાર બારણું સાથે જોરથી અફળાઈ. એ અવાજ સાંભળતાં જ પુરુષના વેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
સજજ થયેલી વંકચૂલની બહેન બેબાકળી ઊઠી ઊભી થઈ અને “ ભાઈ તું જીવતો રહે ” એમ આશીર્વાદ આપતી તેની સામે આવી. વંકચૂલ પિતાની સાહસિકતા માટે શરમા. બહેને પોતે જ ખુલાસો કરતાં જણાવ્યું કે:
“ આજે ગામમાં આવી ચડેલા આપણું મને તારી ગેરહાજરીની ખબર ન પડે એટલા માટે મારે તારાં વચ્ચે પહેરી પલ્લીપતિ તરીકે કેટલેક ભાવ ભજવો પડ્યો હતો. પછી સાંઝ પડી જવાને લીધે અને કાંઈક તો થાકને લીધે આ તારા પલંગ ઉપર જ મારી ભાભી પાસે સૂતી અને સૂતાંવેંત જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ”
ક્રોધના પ્રસંગે જે સાત ડગલાં પાછા ભરવાને ગુરુમહારાજે નિયમ ન કરાવ્યું હોત તો આજે પોતાના હાથે પિતાની સગી બહેનનું મૃત્યુ નીપજત એમ વિચારતો વંકચૂલ ગુરુમહારાજની મુક્તકઠે સ્તુતિ કરવા લાગ્યું.
એક દિવસે ઉજયિનીમાં લૂંટ કરવા નીકળે. સારું યે શહેર નિદ્રાધીન હતું. વંકચૂલે એક વ્યવહારીની અટ્ટાલીકામાં આ છ દીપક બળ છે. આ ધનિક વ્યવહારીના ઘરમાંથી સારું દ્રવ્ય મળશે એમ ધારી તેણે તે તરફ ચાલવા માંડ્યું. એટલામાં એ જ ઘરમાંથી ઘરધણીને તેના પુત્રની સાથે એક કેડીને છેટે ખર્ચ કરવા બદલ તકરાર થતી હોય એમ લાગ્યું. પિતા પુત્રને ઠપકો આપે છે અને પુત્ર જવાબમાં કંઈ કંઈ બોલતો જાય છે. વંકચલે વિચાર્યું કે: “જે ઘરમાં એક કેડીને માટે પિતા-પુત્ર વચ્ચે આ કલહ થતું હોય તે દ્રવ્યને ધિક્કાર છે. ” વંકચૂલ ત્યાંથી આગળ ચાલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
ચૂલ
૮૫
બ્રાહ્મણનું માગી-માગીને ભેળું કરેલું ધન પણ તેને લલચાવી ન શકયું. દેહના વિકયને બદલે મળેલું વેશ્યાનું ધન તેને તુચ્છ લાગ્યું. એ પ્રમાણે વૈશ્ય, બ્રાહ્મણ અને વેશ્યાના વિલાસભુવનને છોડી, તે રાજાના સુંદર મહેલ પાસે પહોંચ્યા.
મોટી મોટી દીવાલ કૂદી જનાર વંકચલ, સડસડાટ કરતે મહેલના ઝરુખે પહોંચી ગયે. અંતઃપુરમાં એક ઝાંખે દીવો બળતો હતો. ખૂણાના પલંગ ઉપર મહારાણી આંખો મીંચી પડ્યાં હતાં. વંકચૂલનાં પગલાંનો અવાજ સાંભળી પટ્ટરાણી જાગી ઊઠી. ઝરુખામાં થઈને એક બળવાન, નિર્ભય, સાહસિક પુરુષ પિતાની તરફ જ આવતે જણાયો. જાણે પહેલેથી જ સ્વાગત કરવા તૈયાર હોય તેમ પટ્ટરાણું વંકચલની સામે ગઈ અને બે હાથ જોડી કહેવા લાગી :
“ભલે તમે આ મહેલમાં દ્રવ્યની ચોરી કરવા આવ્યા છે તે આ બધું આપનું જ છે, અને આ ઉજજયિનીના રાજાની પટ્ટરાણી પણ આજે તે પોતાના દેહનું દાન આપવા તૈયાર છે.” પટ્ટરાણીની યાચનામાં કામવિકાર હતું તે વંકલ કળી ગયે. રાણીજી ઉજજયિનીના રાજાથી અસંતુષ્ટ છે અને અત્યારે વાસનાઓએ તેની બુદ્ધિ અને પવિત્રતાને મૂંઝવી નાખી છે એમ તે જોઈ શક્યા.
વંકચૂલને વશ કરવા અથવા તે પોતાની ઈચ્છાને અનુકૂળ બનાવવા પટ્ટરાણીએ પહેલાં તે હાવભાવથી, શાંતિથી, પ્રભનથી કામ લેવા માંડયું, પણ એ બધા ઉપાય નિષ્ફળ નીવડયા.
રાજાની પટ્ટરાણું એ પ્રત્યેક પ્રજાજનની માતાતુલ્ય ગણાય. હું ચોરી-લૂંટફાટ વગેરે જેવા હલકા ધંધા કરવા છતાં એટલે બધે પતિત નથી થયે કે ગૃહિણીઓ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
પટ્ટરાણુઓની પવિત્રતા ઉપર કુદષ્ટિ સરખી પણ કરું. આપ મને વધ કે રાજદંડને ભય બતાવતાં હો તો પણ મારે મન એ બહુ મોટી વાત નથી. અને ખાસ કરીને મારા ગુરુદેવે રાજાની પટ્ટરાણુને માતા સમાન ગણવાનું મને જે વ્રત આપ્યું છે તેને ભંગ તે પ્રાણતે પણ હું કરી શકું નહીં.” વંકચૂલ એ પ્રમાણે કહી રહ્યું હતું. સદ્ભાગ્યે તે વખતે રાજા પાસેની જ દીવાલની પાછળ છુપાઈ આ બધો સંવાદ કાનેકાન સાંભળી રહ્યા હતા.
પટ્ટરાણી નિરાશ થવાને બદલે વધુ ઉશ્કેરાણું. તેણીએ હવે પિતાનું છેલ્લું સાધન-સ્ત્રીચરિત્ર અજમાવવાનું નકકી કર્યું. તેણીએ પોતાના જ નખથી પોતાના આખા અંગે ઉઝરડા કર્યા, વચ્ચે ચીર્યા અને આ બધું જાણે વંકચૂલે જ કર્યું હોય તેમ મેટેથી બમ–બરાડા પાડી દ્વારપાળને બોલાવ્યા. આટલું થયા છતાં વંકચૂલ ગભરાયા વિના ત્યાં ને ત્યાં જ ઊભે રહ્યા. પોતે જે મન, વચન ને કાયાથી પવિત્ર છે તો પછી પામર માનવી શું કરી શકવાનો હતે ? એ આસ્થા ઉપર જ તે આ બધી લીલા જોઈ રહ્યો. દ્વારપાળ વગેરેના સાથે રાજા પોતે પણ ત્યાં આવી પહોંચે અને જાણે કંઈ જ ન જાણતો હોય તેમ વંકચૂલને કારાગૃહમાં પૂરવા આદેશ આપે.
સવારે વંકચૂલને રાજાની હજૂરમાં ઊભું કરવામાં આવ્યા. રાજાએ પોતે જ વંકચૂલને સંબંધી કહેવા માંડ્યું: “હું તમારી દઢતા અને પવિત્રતા ઉપર સંપૂર્ણ સંતુષ્ટ થયે છું. તમારે બન્નેનો સંવાદ કાનેકાન સાંભળે છે અને તમે નિર્દોષ છે એવી મારી ખાત્રી થઈ છે. તમારી ઉપર બેટું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
ચૂલ
આળ મૂકનાર પટ્ટરાણીને શી સજા કરવી? એ હવે તમારે પિતાને જ નક્કી કરવાનું છે.”
વંકચૂલે જવાબ વાળે: “પટ્ટરાણું એ મારી માતા છે. ગમે તેમ પણ જો તમે મારી ઉપર સંતુષ્ટ થયા છે તો મારી માતાને ક્ષમા આપે એટલી જ મારી પ્રાર્થના છે.”
એક લૂટારામાં આટલી પવિત્રતા અને ઊંચી ભાવના હોઈ શકે, એ ઉજયિની રાજની કલ્પના બહારના વિષય હતે. તેણે વંકચલને પોતાના પુત્રપદે સ્થાપ્યો અને તેના આખા કુટુંબને–વંકચૂલની સ્ત્રી તથા બહેનને બોલાવી એક જૂદા રાજમહેલમાં પૂર્ણ વૈભવથી રાખ્યાં.
જીવનના છેલ્લા દિવસમાં તેના ચેથા નિયમની પણ એવી જ સખત કસોટી થઈ. કામરૂપ દેશના રાજા સાથે યુદ્ધ કરતાં વંકચૂલ એટલે બધે ઘવાયે કે વૈદ્યોએ આશા મૂકી દીધી. દિવસે દિવસે તેનું શરીર ક્ષીણ થતું ચાલ્યું. ઘણું ઘણું ઉપચાર કર્યો, પણ વંકચૂલને તેની કંઈ સારી અસર ન થઈ. આખરે ઉજજયિની રાજ વૈદ્યો ઉપર કોપાયમાન થયા. વૈદ્યને બોલાવી છેલ્લામાં છેલ્લો અસરકારક ઉપાય અજમાવવાની આજ્ઞા કરી.
એક વૈદ્ય બોલી ઊઠ્યોઃ “વંકચૂલ જે કાગડાનું માંસ ખાવું કબૂલ કરે તો કદાચ આ આફતમાંથી ઊગરે.” રાજા તો કઈ પણ પ્રકારે વંકચૂલ જેવા પુરુષને મૃત્યુના મુખમાંથી બચાવવા જ માગતા હતા. તેણે વંકચૂલની પાસે જઈ સજળ નેત્રે કહ્યું: “વત્સ ! તારી આપત્તિ ટાળવાનો અમારા હાથમાં હવે એક જ ઉપાય રહ્યો છે. જે તું કાગડાનું માંસ ખાવાનું સ્વીકારે તે તારે જીવ બચે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
- રાજ આગળ બોલવા જાય તે પહેલાં જ વંકચલ બેલી ઊઠ્યો: “નાથ ! હું સર્વથા માંસભક્ષણથી નિવૃત્ત થયે છું અને કાગડાનું માંસ તે મારાથી કઈ કાળે ન ખવાય એ પ્રમાણેની પ્રતિજ્ઞાથી બંધાયેલ છું; માટે આ જીવ કાલે જતો હોય તે ભલે આજે જ નીકળી જાય, પણ હું મારા નિશ્ચયથી કોઈ કાળે પણ ડગનાર નથી.” રાજાએ બીજી બીજી રીતે ઘણે એ સમજાવ્યું, પણ વંકલ ન ચળે.
અંતે તેના દિવસો, કલાકે અને ઘડીએ પણ ગણાવા લાગી. વંકચૂલને એક પરમ મિત્ર જિનદાસ, જે તેની સેવાશુશ્રષામાં હમેશાં ઉદ્યત જ રહેતા તેણે વંકચૂલના જીવનને અંતિમ અવસર નજીક જાણ સમ્યફ પ્રકારે ધર્મની આરાધના કરાવવા માંડી. વંકચલ પોતે પણ પોતાની સ્થિતિ સમજી ગયો. તેણે ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કર્યું. ચાર શરણ સ્વીકાયાં અને સર્વ પ્રાણીને વિષે મૈત્રીભાવ કેળવત, પંચપરમેષ્ટીનું સ્મરણ કરતો તે બારમા દેવેલેકને વિષે દેવપણે ઉત્પન્ન થયો.
નાના નાના નિયમે પણ પ્રાણીને ધીમે ધીમે કેવી ઉચ્ચ ગતિમાં લઈ જાય છે તે વિચારશો!
[
US
ર
E
UCUE
הכתבהכתבהל
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________ થશUહિ, alebollo habara Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com