SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જય અને પરંતુ દેવતાઈ શક્તિના બળથી રાજા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પાછળ ને પાછળ જ સર્પોની મોટી પરંપરા ઊભરાવા લાગી. “ આપ જરા નાગદેવની પૂજા કરે છે આ ઉપદ્રવ તરત જ શમી જાય. ” મંત્રીએ રાજાને સલાહ આપી. પણ ત્રણ તત્ત્વમાં પૂરેપૂરી આસ્થાવાળા વિજયકુમારે માત્ર મંદ હાસ્યથી જ તેનો જવાબ આપે. વિજયકુમાર અડેલ રહ્યા. દેવતાના ઉપસર્ગે વધુ ઉગ્ર સ્વરૂપ ધર્યું. પહેલાં તો રાજપુત્રને અને તે પછી પટરાણુને પણ સર્પના દંશ થયા. એટલું છતાં રાજાની શ્રદ્ધા ચલાયમાન ન થઈ. પોતાના વહાલા પુત્રને અને પત્નીને પોતાની આંખ સામે મૃત્યુના મેંમાં પડતાં જોયાં, છતાં એ વીતરાગધર્મના પરમ ઉપાસકનું અંતર ક્ષોભ ન પામ્યું. સારાએ શહેરમાં હાહાકાર વતી ગયે. કેટલાકે તો રાજાને ગાળે પણ દેવા લાગ્યા. રાજા જે નાગદેવની પાસે સાચું યા ખેડું સહેજ માથું નમાવે તે આ ઉપદ્રવ એકદમ શમી જાય એમ લેકે માનતા હતા, છતાં રાજા એ વિષયમાં છેક ઉદાસીન હેવાથી નગરજને તેની નિંદા કરવા લાગ્યા. આ બધું રાજા શાંતભાવે સાંખી રહ્યો. તેને ખાત્રી હતી કે ધર્મશ્રદ્ધાનું પરિણામ હમેશાં સારું જ કહેવું જોઈએ. કેઈવાર આકાશમાં તોફાન ચડી આવે, સૂર્યના તેજને છુપાવે, પરંતુ એ તેફાન ક્ષણિક હેઈ સૂર્યના પ્રકાશમાં શ્રદ્ધા ધરાવનાર પુરુષ એકદમ ગભરાઈ જતો નથી. દેવતાએ ગારુડીને વેષ લઈ રાજાને સમજાવવા માંડ્યું “કદાચ કઈ મિથ્યાત્વી દેવને નમસ્કાર ન કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034790
Book TitleCharitavali athva Katha Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1940
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy