________________
કલાતરફ આકર્થે. વિલાસ, વિનોદ અને લલિતકળામાં ચતુર એવી એ યુવતીએ પિતાના પતિ પદ્ધરાજાને હાવભાવ, કેતુક અને ચાતુરીથી એટલે બધો મંત્રમુગ્ધ બનાવી મૂક્યું કે રાજા આટલા દિવસના વિસ્મરણ બદલ પોતે પોતાને જ ધિકકાર આપવા લાગ્યો.
પરંતુ રાત્રિના છેલ્લા પ્રહરે પદ્મરાજા જ્યારે વિલાસના ઘેનમાંની જાગે ત્યારે તેના અંતરમાં એક શંકા શયની જેમ ખૂંચવા લાગી. તે પિતાને જ પૂછી રહ્યો કે: “ જે આ યુવતી લાંબા કાળના વિરહ પછી પહેલી વાર જ પતિના સમાગમને પામી હોય તે પછી તેનામાં આટલું બધું ચાતુર્ય શી રીતે આવે ? કાં તે એ કે ઠગારી નારી છે અને કાં તો એ દુશ્ચરિત્રા છે ! એ સિવાય એ મુગ્ધ બાળામાં આટલા હાવભાવ, આટલી ક્રીડા, આટલી ચાતુરી કદી ન સંભવે ! ” આ શંકાનું સમાધાન ત ન કરી શકે. તેની રગેરગમાં ક્રોધની જ્વાળા વ્યાપી ગઈ. એવી રીતે મુંઝાયેલે પદ્મરાજા પોતાની પત્નીને ઘાત કરવા તૈયાર થઈ ગયે.
પણ ભાગ્યયોગે એ જ સમયે એક એવી ઘટના બની કે જેથી પદ્મરાજાની શંકા આપોઆપ ઊડી ગઈ. બન્યું એવું કે એક શેઠને ચાર પુત્રો હતા તેમને તેમના પિતાએ મરતી વખતે કહેલું કે “ બનતાં સુધી તમારે સૌએ સંપીને રહેવુંજૂદાં જુદાં ઘર ન માંડવાંછતાં જે અનિવાર્ય કારણને લીધે જૂદું થવું પડે તો આ એારડાની ચાર દિશામાં ચાર કળશ દાટેલા છે તે તમારે અનુક્રમે ગ્રહણ કરવા.” પિતાના પંચત્વ પછી કેટલેક વખતે ચાર ભાઈઓ જૂદા થયા. પિતાની આજ્ઞાનુસાર ઘરના ચાર ખૂણા ખેદતાં પહેલાના ભાગમાં ધૂળથી ભરેલે
કળશ આવ્યું, બીજાના ભાગમાં અસ્થિથી ભરેલ કળશ આવ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com