________________
ચૂલ
૮૫
બ્રાહ્મણનું માગી-માગીને ભેળું કરેલું ધન પણ તેને લલચાવી ન શકયું. દેહના વિકયને બદલે મળેલું વેશ્યાનું ધન તેને તુચ્છ લાગ્યું. એ પ્રમાણે વૈશ્ય, બ્રાહ્મણ અને વેશ્યાના વિલાસભુવનને છોડી, તે રાજાના સુંદર મહેલ પાસે પહોંચ્યા.
મોટી મોટી દીવાલ કૂદી જનાર વંકચલ, સડસડાટ કરતે મહેલના ઝરુખે પહોંચી ગયે. અંતઃપુરમાં એક ઝાંખે દીવો બળતો હતો. ખૂણાના પલંગ ઉપર મહારાણી આંખો મીંચી પડ્યાં હતાં. વંકચૂલનાં પગલાંનો અવાજ સાંભળી પટ્ટરાણી જાગી ઊઠી. ઝરુખામાં થઈને એક બળવાન, નિર્ભય, સાહસિક પુરુષ પિતાની તરફ જ આવતે જણાયો. જાણે પહેલેથી જ સ્વાગત કરવા તૈયાર હોય તેમ પટ્ટરાણું વંકચલની સામે ગઈ અને બે હાથ જોડી કહેવા લાગી :
“ભલે તમે આ મહેલમાં દ્રવ્યની ચોરી કરવા આવ્યા છે તે આ બધું આપનું જ છે, અને આ ઉજજયિનીના રાજાની પટ્ટરાણી પણ આજે તે પોતાના દેહનું દાન આપવા તૈયાર છે.” પટ્ટરાણીની યાચનામાં કામવિકાર હતું તે વંકલ કળી ગયે. રાણીજી ઉજજયિનીના રાજાથી અસંતુષ્ટ છે અને અત્યારે વાસનાઓએ તેની બુદ્ધિ અને પવિત્રતાને મૂંઝવી નાખી છે એમ તે જોઈ શક્યા.
વંકચૂલને વશ કરવા અથવા તે પોતાની ઈચ્છાને અનુકૂળ બનાવવા પટ્ટરાણીએ પહેલાં તે હાવભાવથી, શાંતિથી, પ્રભનથી કામ લેવા માંડયું, પણ એ બધા ઉપાય નિષ્ફળ નીવડયા.
રાજાની પટ્ટરાણું એ પ્રત્યેક પ્રજાજનની માતાતુલ્ય ગણાય. હું ચોરી-લૂંટફાટ વગેરે જેવા હલકા ધંધા કરવા છતાં એટલે બધે પતિત નથી થયે કે ગૃહિણીઓ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com