________________
જય અને કામલતાના ઘરની બહાર નીકળે તે જ વખતે એક બીજું સૌભાગ્ય જયકુમારની રાહ જોઈ રહ્યું હતું. બન્યું એવું કે એ જ નગરની રાજકુમારી પોતાની કેટલીક સખીઓ સાથે જળવિહાર કરવા નદીકાંઠે ઊભી હતી. એટલામાં તેને કેણ જાણે કેમ પણ મૂચ્છ આવી અને સખીઓ ગભરાઈ ગઈ. રાજાને એ વાતની જાણ થતાં રાજા પિતે ત્યાં આવ્યું. વૈદ્યોએ અને મંત્રશાસ્ત્રીઓએ ઘણું ઘણું ઉપચાર કર્યા, પણ રાજકુમારીની મૂર્છા કેઈથી વળી નહીં. રાજાને એ કુમારી પિતાના પ્રાણ કરતાં અધિક પ્રિય હતી. તેણે ઢઢેરો પીટાવ્યો કે “જે કોઈ પુરુષ આ રાજકન્યાને શુદ્ધિમાં લાવી સુખ પમાડશે તેને રાજા એક કરોડ સોનામહોર આપશે એટલું જ નહીં પણ આ રાજપુત્રી સાથે લગ્ન પણ કરાવી દેશે.” જયકુમારને એ કામ અતિ સહજ હતું. તેના પાસે જે દિવ્ય ઔષધી હતી તેના ઉપચારથી તેણે રાજકન્યાની મૂછ ઉતારી અને કુમારી પણ જાણે પૂર્વ ભવના કેઈ પ્રેમીનાં અકસમાત દર્શન કરતી હોય તેમ રાજકુમારને નેહભીનાં નયને જોઈ રહી. રાજાને આથી અનહદ આનંદ થયે અને પિતાનું વચન પાળી, પુત્રી પરણાવી, રાજકુમારને પોતાની પાસે જ રાખી લીધે.
અહીં પણ કુમારને એક લુચ્ચો માણસ મળે. પહેલાં તે તેણે કુમારની સેવામાં રહી તેને ખૂબ વિશ્વાસ મેળવી લીધો, પણ એક દિવસે જ્યારે કુમાર ભેગ-વિલાસ અને આનંદ-પ્રમોદમાં ચકચૂર પડ્યો હતો તે વખતે છાનામાને પેલી દિવ્ય ઔષધી લઈને દૂર જંગલમાં નાસી ગયો. કુમારને આ વાતની ખબર પડી ત્યારે તેને પોતાની બેદરકારી માટે બહુ જ દુખ થયું. મણિ તે ગુમાવ્યે હતું તેમાં અધૂરામાં પૂરું દિવ્ય ઔષધી પણ ગુમાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com