SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ કલામળી છે.” એક રાક્ષસીએ ખુલાસો કર્યો. આ ભયાનક અર શ્યમાં પોતે હાથની સહાય વિના શી રીતે જીવી શકશે અને પિતાના અસહાય બાળનું શી રીતે પાલન કરી શકશે? એને વિચાર કરતાં તેની આંખે અંધારાં આવ્યાં. એટલામાં તે વધારે વખત બરબાદ કર નિષ્ફળ માની રાક્ષસીઓએ કલાવતીનાં બને કાંડાં કાપી નાંખ્યાં. જે કાંડાં સેનાનાં વલયને લીધે અપૂર્વ શેભામય લાગતાં હતાં તે કાંડાં, વૃક્ષ ઉપરથી ખરી પડેલી સૂકી ડાળીની જેમ પૃથ્વી ઉપર ખરી પડ્યાં. રાક્ષસીએને પણ એટલું જ જોઈતું હતું. ઘણી વારે કલાવતીની કળ ઊતરી. હાથમાંથી ઘણું લેહી. જવાને લીધે અને તે ઉપરાંત પ્રસવની વેદનાને લીધે તે મૃતપ્રાય જેવી બની ગઈ હતી. કેઈ દાસ-દાસી પણ ત્યાં ન હતું કે જે કલાવતીનાં સોષાતા કંઠમાં પાણીનું એક બિંદુ રેડે. જે બાળકના જન્મ વખતે અનેક પ્રકારનાં વાજીત્રા વાગવાં જોઈએ, હજારો વધામણીઓ અને હર્ષના આલાપથી વાતાવરણ ભરાઈ જવું જોઈએ તે જ બાળક આજે ભયંકર વનમાં, નિરાધાર, દુર્બળ કલાવતીના પગ પાસે પડ હતો. બાળકને છાતી સરસ દાબી માતૃત્વની લાગણીઓને સંતોષવાની ઉત્કંઠા ઉદ્દભવવા છતાં હાથના અભાવે કલાવતી જડવત્ જોઈ રહી. તેની આંખમાંથી અશ્રુની ધારા વહી નીકળી. પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરી, શાસનદેવીને સંબોધીને તે કહેવા લાગી:– હે દેવી ! તું જિનશાસનના સાચા અનુરાગીઓ અને ભકતોને સંરક્ષે છે ! તે ઘણા ઘણા જિનભક્તો અને શાસનપ્રેમીઓને આપત્તિઓમાંથી ઉદ્ધર્યા છે ! આજે હું તારું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034790
Book TitleCharitavali athva Katha Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1940
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy