SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વતી શરણ માગું છું અને મેં મારા સમગ્ર જીવનમાં શિયલવ્રતને જે ઊની આંચ સરખી પણ આવવા ન દીધી હોય તે મને આ દુઃખમાંથી બચાવો!” કલાવતીની આ કરુણ પ્રાર્થના શાસનદેવીએ સાંભળી અને તેની દઢતા, શ્રદ્ધા તથા ખાસ કરીને શિયલવ્રત ઉપર પ્રસન્ન થઈ, તેની બાહલતા પહેલાં કરતાં પણ અધિક ભવ્યરૂપે પ્રકટાવી. પુત્ર અને બાહુ પ્રાપ્ત થવા છતાં આ પરમ શિયલવતી કલાવતીને પિતાના પતિને વિયેગ, અંતરમાં એક શલ્યરૂપે ખંચવા લાગ્યો. નિર્દોષને રંજાડનાર શંખરાજાને ભેટવા તેનું નિષ્પાપ હદય વલખી રહ્યું, પરંતુ આ ભયાનક વનમાંથી માર્ગ શોધી કાઢવો એ તેને માટે તદ્દન અશક્ય હતું. તે પોતાના શિયલવ્રતને જ પોતાની સંપત્તિ તથા સામર્થ્ય સમજી ત્યાં ને ત્યાં જ બેસી રહી. એટલામાં એક તાપસ એ રસ્તે થઈને નીક. કલાવતીનાં શેક, ખેદ અને રુદનથી સમસ્ત વનશ્રી જાણે ખિન્ન બની હેય તેમ તેને લાગ્યું. પશુઓ અને વનનાં વૃક્ષો પણ કલાવતીના દુખમાં મૈનપણે સમભાવ દર્શાવતાં હતાં. તાપસનું અંતર દયાથી દ્રવ્યું. તેણે કલાવતી પાસે જઈ કુશલ-વર્તમાન પૂડ્યાં. પછી તે કલાવતીને પિતાના કુલપતિ પાસે લઈ ગયા. પિતા જેવા કુલપતિના આશ્રય નીચે રહી કલાવતી પિતાનું દુઃખ વિસરવા લાગી. “જીવતે મનુષ્ય ગમે ત્યારે પણ કલ્યાણને પામે છે.” એ પ્રકારના કુલપતિએ આપેલા આશ્વાસન ઉપર વિશ્વાસ રાખી તેણે વનવાસના દિવસો નિર્ગમવા લાગી. બાળ રાજકુમાર પણ તાપસનાં નાનાં બાળકો સાથે રમત-કૂદતેખેલતે પોતાનાં તન અને મનના સામર્થ્યને વિકસાવવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034790
Book TitleCharitavali athva Katha Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1940
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy