________________
વિજય
મુકુટ ઉપર સ્થાન પામે છે અને અભિમાનથી ઉછળતાં મજા તે બીજી જ ઘડીએ શમી જાય છે. ”
આ અન્યક્તિ દ્વારા તેમણે પિતાને જે કંઈ કહેવાનું હતું તે કહી દીધું. કેઈને માઠું ન લાગે અને પિતાની આત્મશ્રદ્ધા સ્પષ્ટ થાય એવી રીતે વિનયથી અન્યક્તિ લખી તેએાએ વનને માર્ગ લીધે. નગરની બહાર શાંતિનાથ ભગવાનનું એક ચેત્ય હતું ત્યાં બંને ભાઈઓએ બેસી શાંતિથી જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરી અને ધીમે ધીમે આગળ ચાલ્યા.
ઘણે દૂર ગયા પછી થોડી વિશ્રાંતિ મેળવવા એક વડની છાયામાં બેઠા. વિજયકુમાર એટલે બધે થાકી ગયો હતો કે તે બેસતાની સાથે જ ઊંઘી ગયે. જયકુમાર જાગતે રહી તેની ચોકી કરતો બેસી રહ્યો. લગભગ મધ્યરાત્રિએ વડની ઘટામાં બે જણા બહુ જ ધીમેથી વાતચીત કરતા હોય એ અવાજ આવ્યું. જયકુમારે તે તરફ કાન માંડ્યા.
જુઓ નાથ ! આજે આપણે સાચે બે રાજકુમાર અતિથિ તરિકે આ વૃક્ષની છાયામાં ઊતર્યા છે. તેમની આપણાથી બની શકે તેટલી સેવા-સુશ્રુષા અથવા આતિથ્ય સત્કાર કરવાં એ આપણી ફરજ છે. ”
તારી સંમતિ હોય તે એ રાજકુમારોનું એવું સરસ આતિથ્ય કરું કે તેઓ આજ રાત્રે તે શું પણ જીવે ત્યાં સુધી આપણને સંભારે અને જગતમાં અપૂર્વ નામના મેળવી જાય. આજસુધીમાં આપણે ત્યાં ઘણું અતિથિઓ આવી ગયા છે, પણ આ બે અતિથિઓ જેવા પરાક્રમી અને ભાગ્યશાળી પુરુષે તે પહેલી જ વાર પધારે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com