SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પુંજ લક્ષમીપુંજ જેમ મોટે થતે ગમે તેમ સૂર્યની સહસ્ત્ર કળાની પેઠે તેને ભાગ્યરવિ પણ પૂર બહારથી ખીલી નીકળે. એક ગરીબ પિતાને પુત્ર અઢળક લક્ષમીને ભક્તા બનવા છતાં એટલે જ નિરભિમાની રહી શકે છે એ જોઈ નગરજને પણ તેને ખૂબ ચાહવા લાગ્યા. લક્ષમીની સાથે સદગુણ હોય એ સેનામાં સુગંધ મળવા જે વિરલ ગ ગણાય. લક્ષ્મીપુંજના વદન ઉપર લક્ષ્મીનું તેજ વિલસતું, તેના વ્યવહારમાં ધર્મ અને નીતિની સુવાસ ફેરતી. પરિશ્રમ વિના-અનાયાસે મળેલાં સુખવૈભવને ભગવતે લક્ષ્મીપુજા ક્રમે ક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થયે. આપણે જેને ભાગ્ય કહીએ છીએ તે ખરું જોતાં તે પૂર્વનાં પુણ્ય અથવા ધર્મને જ પરિપાક હોય છે. લક્ષમીપુંજ એ સિદ્ધાંત સમજતો હતો. પણ પિતે પૂર્વભવમાં આચરેલા વ્રતથી તદ્દન અજાણ હતું. એક દિવસે એક વ્યંતરાધિપતિ દેવની કૃપાથી એ પડદો પણ ખુલી ગયા. વ્યંતરાધિપતિએ પ્રગટ થઈને કહ્યું : “આપે પૂર્વભવમાં અદત્તાદાન-વિરમણવ્રતનું એટલી દઢતાથી પાલન કર્યું હતું કે ભારે ભયંકર પરીક્ષામાંથી પસાર થવા છતાં આપ આખર સુધી ચલિત થયા નહતા. આપનું નામ એ વખતે ગુણધર હતું. પ્રાય: પાંચસે ગાડાં ભરી વ્યાપાર અર્થે આપ એકમેટી અટવીમાંથી જતા હતા. તેવામાં આપ બીજા અનુચરેથી અચાનક વિખૂટા પડી ગયા. માર્ગમાં જતાં એક મૂલ્યવાન મણિમાળા રસ્તામાં પડેલી આપે નજરે નજર નિહાળી. કેઈની માલકી વિનાની આ માળા આપને ઉપાડી લેવાનું દિલ થયું, પણ તરત જ કાઈના આપ્યા વિના કંઈ ચીજ ન લેવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034790
Book TitleCharitavali athva Katha Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1940
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy