SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જય અને જય અને વિજય પોતાના ગુણને લીધે ધીમે ધીમે પ્રજામાં બહુ જ પ્રિય અને માનીતા થઈ પડ્યા. આથી શ્રીમતી મનમાં ને મનમાં ઈર્ષાની આગથી સળગ્યા કરતી. તે પોતાના પુત્ર નયધીરને રાજગાદી મળે એમ વાંછતી હતી. ઘણી અજ્ઞાની સ્ત્રીઓ જેમ શોકના પુત્ર પ્રત્યે દ્વેષ રાખે છે તેમ શ્રીમતી પણ જય અને વિજયના સંબંધમાં ભારે દ્વેષભાવ ધરાવતી. તેને થતું કે પ્રજાજને જય અને વિજયને હૃદયથી ચાહે અને મારા પુત્રને દાસીપુત્ર જે માને તે પછી આ સુખ-વૈભવ અને રાજાની પ્રીતિ એ બધું શું કામનું ? જય અને વિજયરૂપ કંટકને પિતાના માર્ગમાંથી દૂર કરવાને તે તલપાપડ થઈ રહી. એટલામાં એક દિવસે કોઈ એક અજાણું પરિત્રાજિકા ફરતી ફરતી આ શ્રીમતીની પાસે આવી ચડી. પરિત્રાજિકા મંત્ર તંત્ર જાણતી હતી. શ્રીમતીએ તેને દ્રવ્યથી રીઝવી પ્રાર્થના કરી કે મારી શેકના આ બે પુત્રે મારા માર્ગમાંથી દૂર થાય અને મારા પુત્રને રાજગાદી મળે એવો કંઈક ઉપાય બતાવે.” પરિત્રાજિકાએ તે માગણું કબલ કરી. તેને તે દ્રવ્યનું જ કામ હતું. થોડા દ્રવ્યની ખાતર પિતાની શક્તિ અને વિદ્યાને દુરુપયોગ કરે એવા પામર મનુષ્ય પણ આ જગતમાં હોય છે. પેલી તાપસીએ પિતાની વિદ્યાના બળથી રાજાને એક સ્વપ્ન આપ્યું અને એ સ્વપ્નમાં જ તે રાજાને ઉદ્દેશી કહેવા લાગી કે: “રાજન ! જેને તું તારા પુત્રો માની બેઠે છે તે જય અને વિજય બન્ને ખરું જોતાં તે તારા કાળ સમાન છે. પુત્રના સ્વરૂપમાં બે દૈો જ તારે ત્યાં જગ્યા છે. થોડા જ વખતમાં તે તને મારી નાંખી તારી રાજઋદ્ધિ પડાવી લેશે, માટે સાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034790
Book TitleCharitavali athva Katha Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1940
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy