________________
વિજય
૨૩. વૃદ્ધ પિતા આજે કેટલાએ વરસથી પિતાના આ બન્ને પુત્રોને અહોનિશ યાદ કરતું હતું. તેને હવે સંસાર ત્યજી દઈ ત્યાગધર્મ-નિવૃત્તિમાર્ગ અંગીકાર કરવાની ઉત્કટ ઈચ્છા હતી. પુત્રના આગમનથી તેની એ ઈચ્છા પણ પાર પડી. વિજયકુમારના આચહથી પિતાએ જયકુમારને રાજ્ય સેંપી મહાવ્રત ગ્રહણ કર્યું.
ઋષિઓ જેમ ત્રણ વેગને સાથે તે પ્રમાણે વિજયે ત્રણ ખંડ સાધ્યા. વળી પિતાના નામ ઉપરથી તેણે વિજયપુર નામના નગરની સ્થાપના કરી. એ રીતે કેટલાક કાળ વ્યતીત થઈ ગયે. એવામાં એક દિવસે વિજયપુર નગરની બહાર એક ઉદ્યાનમાં કેવળી ભગવાન પધાર્યા. જય અને વિજય પિતાના અંત:પુર સાથે તેમને વંદન કરવા ગયા. એ વખતે કેવળી ભગવાને જય અને વિજયને તેમના પૂર્વભવ સંબંધી કેટલીક હકીકત કહી. મિથ્યાત્વના ઉદયથી મનુષ્યમાત્ર તિર્યચપણના કેવા દુઃખ વેઠે છે અને પિતૃઓની શાંતિ અર્થે શ્રાદ્ધ કરનારા પિતાના જ પૂર્વભવનાં માતાપિતાને કેવી નિર્દયતાથી હણે છે એ બધું તેમને સમજાવ્યું.
તમે પણ પૂર્વભવમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વનું એકાગ્રતાપૂર્વક આરાધન કર્યું હતું. તમારી સ્ત્રી અને તેની બે સખીઓ પણ સમકિતને ભજતી હતી, પણ વચમાં એક વાર જયને આત્મા, જે તે વખતે ભાનુ તરીકે ઓળખાતો હતો તેણે ત્રણ તત્વને વિષે શંકા કરી અને તેની સ્ત્રીએ કુળમદ કર્યો. એનું પરિણામ એ આવ્યું કે જયકુમાર પોતાની પાસેની ત્રણ દિવ્ય વસ્તુઓ ગુમાવી બેઠે અને જે સ્ત્રીએ કુળમદ કર્યો હતે તેને ગણિકાને ત્યાં જન્મ લેવો પડ્યો. ત્રણ તત્વના આરાધનથી જ ત્રણ ખંડ ઉપર તમે વિજય વર્તાવી શક્યા છે. ” આ મતલબને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com