________________
સજજ થયેલી વંકચૂલની બહેન બેબાકળી ઊઠી ઊભી થઈ અને “ ભાઈ તું જીવતો રહે ” એમ આશીર્વાદ આપતી તેની સામે આવી. વંકચૂલ પિતાની સાહસિકતા માટે શરમા. બહેને પોતે જ ખુલાસો કરતાં જણાવ્યું કે:
“ આજે ગામમાં આવી ચડેલા આપણું મને તારી ગેરહાજરીની ખબર ન પડે એટલા માટે મારે તારાં વચ્ચે પહેરી પલ્લીપતિ તરીકે કેટલેક ભાવ ભજવો પડ્યો હતો. પછી સાંઝ પડી જવાને લીધે અને કાંઈક તો થાકને લીધે આ તારા પલંગ ઉપર જ મારી ભાભી પાસે સૂતી અને સૂતાંવેંત જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ”
ક્રોધના પ્રસંગે જે સાત ડગલાં પાછા ભરવાને ગુરુમહારાજે નિયમ ન કરાવ્યું હોત તો આજે પોતાના હાથે પિતાની સગી બહેનનું મૃત્યુ નીપજત એમ વિચારતો વંકચૂલ ગુરુમહારાજની મુક્તકઠે સ્તુતિ કરવા લાગ્યું.
એક દિવસે ઉજયિનીમાં લૂંટ કરવા નીકળે. સારું યે શહેર નિદ્રાધીન હતું. વંકચૂલે એક વ્યવહારીની અટ્ટાલીકામાં આ છ દીપક બળ છે. આ ધનિક વ્યવહારીના ઘરમાંથી સારું દ્રવ્ય મળશે એમ ધારી તેણે તે તરફ ચાલવા માંડ્યું. એટલામાં એ જ ઘરમાંથી ઘરધણીને તેના પુત્રની સાથે એક કેડીને છેટે ખર્ચ કરવા બદલ તકરાર થતી હોય એમ લાગ્યું. પિતા પુત્રને ઠપકો આપે છે અને પુત્ર જવાબમાં કંઈ કંઈ બોલતો જાય છે. વંકચલે વિચાર્યું કે: “જે ઘરમાં એક કેડીને માટે પિતા-પુત્ર વચ્ચે આ કલહ થતું હોય તે દ્રવ્યને ધિક્કાર છે. ” વંકચૂલ ત્યાંથી આગળ ચાલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com