Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 94
________________ વંક ગામના લોકોને અગાઉથી બાતમી મળી જવાથી તેમણે વંકચૂલની સામે પૂરેપૂરા બળપૂર્વક ટક્કર ઝીલી. વંકચૂલની બધી ધારણું ધૂળ ભેગી મળી ગઈ. બહાર જેવી ગરમીની આગ વરસતી હતી તેવી જ આગ તેના હૈયામાં સળગવા લાગી. ક્ષુધા, તૃષા અને નિરાશાથી વ્યાકુળ બનેલ વંકચૂલ અરણ્યમાં એક વૃક્ષ નીચે બેઠે. જોતાંની સાથે જ આંખને ગમી જાય એવાં સુંદર ફળ ભીલાએ તેની આગળ લાવીને મૂક્યાં. આવાં ફળ મારી જિંદગીમાં પહેલી જ વાર જોઉં છું. દેખાવ ઉપરથી જ બહુ સ્વાદિષ્ટ હોય એમ લાગે છે, પણ એનું નામ શું હશે?” વંકચૂલે પોતાનો નિયમ પાળવા પ્રશ્ન કર્યો. ભીલે એકબીજાની સામે જોઈ રહ્યા. ખરી વાત એ હતી કે આ ફળનું નામ કે ગુણ જાણનાર તેમનામાં કોઈ જ ન હતું. આપણે નામની સાથે શું સંબંધ છે ? ખાવામાં સ્વાદિષ્ટ અને નીરખવામાં સુંદર હોય એટલે બસ છે!” એક ભીલે કહ્યું. અજાણ્ય ફળ ન ખાવું એ મારો નિશ્ચય છે. ” વંકચૂલે પિતાનો નિશ્ચય જાહેર કરી દીધું. તેના માણસે આ જવાબ સાંભળી નિરાશ થયા. તેઓ બેલવા લાગ્યા: બધા સાથે અનુકૂળ હોય ત્યારે નિયમ પાળવાને આગ્રહ રાખવો એ કંઈક ઠીક ગણાય, પણ ભૂખને લીધે જે વખતે પ્રાણ જતા હોય તે વખતે પણ આવા નિયમ પાળવા એ હાથે કરીને મોતને આમંત્રણ કરવા જેવું છે. ” છતાં વંકલે એ વાત ઉપર કંઈ લક્ષ ન આપ્યું. નિયમની ખાતર તે ભૂખને સહન કરતે ત્યાં ને ત્યાં જ બેસી રહ્યો. તેના માણસોએ પેટ ભરીને ફળ ખાધાં અને દિવસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102