________________
ચૂલ
૮૧
તથા સંગે બરાબર સમજતો હતો. જે તે પોતે કંઈક નિયમ ગ્રહણ કરે તે ભીના આખાયે સમાજ ઉપર તેની અસર પડે અને જે એવી સારી અસર થાય તે ભીની આજીવિકા જ બંધ થઈ જાય એવી તેને દહેશત રહેતી. વળી તે પોતે ઘણું ભેગવિલાસમાં ઊર્યો હતો. સંયમ જેવી વસ્તુ હોઈ શકે એ તેની બુદ્ધિ બહારનો વિષય હતો.
સૂરિજીનો ઉપદેશ સાંભળી રહ્યા પછી તેણે પોતાની નબળાઈ કબૂલ કરી. સૂરિજીએ પણ વધુ આગ્રહ ન કરતાં, સુખેથી પાળી શકાય એવા અતિ સામાન્ય નિયમ સ્વીકારવા સૂચવ્યું. અને વંચલે શ્રદ્ધાપૂર્વક નીચેના ચાર નિયમ લીધા :
( ૧ ) અજાણ્યું ફળ ન ખાવું. ( ૨ ) કોધ આવે ત્યારે સાત-આઠ પગલાં પાછાં હઠયા
પછી જ પ્રહાર કરવો. ( ૩) કંઈ પણ રાજાની પટ્ટરાણુને માતવત માનવી, (૪) કાગડાનું માંસ કદી પણ ન ખાવું.
ચંદ્રયશસૂરિ વિદાય થયા. વંકચૂલ પણ પોતાના રોજના ધંધે વળગે. ધીમે ધીમે વંકચૂલે ગ્રહણ કરેલા નિયમોની કસોટીના પ્રસંગે ઉપસ્થિત થવા લાગ્યા.
એક દિવસ ગ્રીષ્મઋતુને લીધે આકાશમાંથી આગ વરસતી હતી. વંકચલ ભીલ લેકની સેના સાથે એક ગામ લૂંટવા જતો હતે. લૂંટમાંથી પુષ્કળ માલ મળશે એવી આશાથી ખરે મધ્યાહે તેણે પ્રયાણ કર્યું. પણ બન્યું એવું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com