Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 92
________________ તેણે એક શરત કરી કે “મારી હદમાં આપે કેઈને ધર્મોપદેશ ન આપ.” કારણ કે તે સમજતું હતું કે જે સૂરિજી ઉપદેશ આપવા લાગે અને તેની અસર થાય તે પછી હિંસા, ચેરી, લૂંટફાટ અને જૂઠ ઉપર ચાલતે ભીલને આપે ધંધો જ પડી ભાંગે! સૂરિજીએ એ શરત પણ સ્વીકારી. વર્ષાઋતુ વીતી ગઈ. સૂરિજી ભીલેના ગામમાંથી વિહાર કરી અન્યત્ર જવા તૈયાર થયા. વંકચૂલના મન ઉપર સૂરિજીના સ્વગીય ગુણેને પ્રભાવ અંકાયો હતો. તેણે એકાદ વાર સૂરિજીને પિતાને ત્યાં આહાર વહોરવા સારુ પધારવા નિમત્રણ પણ કરેલું, પરંતુ વસાત આપનારના ઘરની ભિક્ષા જૈન મુનિને ન ખપે, એમ કહી સૂરિજીએ વંકચલની માગણું પાછી વાળી હતી. સૂરિજીની નિઃસ્પૃહતા, શાંતિ, ક્ષમા, તપસ્યા વગેરે માટે વંકચૂલના મનમાં અત્યંત પૂજ્યભાવ પ્રગટ્યો. વિહાર કરતી વખતે તે પણ સૂરિજીની સાથે વળાવવા ચા. પિતાના ગામની સીમા પૂરી થઈ એટલે વંકચલે કહ્યું: “સ્વામિન્ ! હવે અન્ય રાજ્યની હદ શરૂ થાય છે, આપ સુખેથી પધારે, પુનઃ કઈ વાર દર્શન આપજે.” પિતાને વસતિ–સ્થાન આપનાર, વર્ષાઋતુમાં સુખ-શાંતિપૂર્વક રહેવાની અનુકૂળતા કરી આપનાર આ પુરુષને તેના પોતાના ઉપકારને અર્થે પણ થોડો હિતોપદેશ કરે જોઈએ. એમ માની સૂરિજીએ ભેગે પગ પરિમાણુવ્રત સંબંધી કેટલુંક વિવેચન કર્યું. વંચલે એ સર્વ શાંતિથી સાંભળ્યું. આજ સુધીમાં સૂરિજીના ઉપદેશને કંઈ લાભ ન લેવાય તે બદલ તેને પશ્ચાત્તાપ પણ થયો. પરંતુ તે પિતાની અશક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102