________________
કેશવ કેશવને સત્કાર થઈ રહ્યો. યાત્રિકોની, ચૈત્યની અને ઢગલાબંધ ભેજનની બધી માયા આપોઆપ કયાંક સમાઈ ગઈ! યક્ષના સ્વરૂપમાં આવેલા દેવે કેશવને પગે પડી કહ્યું: “તમારા જેવા વ્રતધારીઓને લીધે જ આ પૃથ્વી રત્નગર્ભા છે. હું તમારી કસોટી કરવા માટે જ આ બધી માયાજાળ ગૂંથી રહ્યો હતો. આટઆટલા અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગો સહેવા છતાં તમે અચલ રહ્યા તે જોઈ હું તમારી ઉપર બહુ જ પ્રસન્ન થયો છું. અને એ પ્રસન્નતાના બદલામાં તમે માગે તે વરદાન આપવા હું તૈયાર છું.”
કેશવ પિતે તે જે કે વ્રત પાલનના બદલા તરીકે કંઈ જ નહોતે વાંછતે, છતાં દેવે તેને સાકેતપુરનગરની ખાલી થતી ગાદી ઉપર રાજા તરીકે સ્થાપે અને તે ઉપરાંત કેશવના પગ ધોઈને જે કંઈ પીવે તે ગમે તે રોગી સાજે થાય તેમ જ કેશવ જેનું ચિંતવન કરે તે તત્કાળ તેને પ્રાપ્ત થાય એવી બે સિદ્ધિઓ આપી. લગભગ આઠમે દિવસે તેણે ઉપવાસનું પારણું કર્યું. અસંખ્ય દીનજનોને દાન દીધાં. બધે આનંદ-મંગળ વતી રા.
એક તરફ વ્રતમાં દઢ રહેનાર કેશવ જ્યારે આ પ્રમાણે શુદ્ધ સુવર્ણ તરીકે દીપી નીકળે ત્યારે બીજી તરફ તેને જ ભાઈ હંસ, બતભંગ કરવા જતાં મૃત્યુની નજીક જઈ પહોંચે. બન્યું એવું કે કેશવ ઘર છેડી ચાલી નીકળે એટલે હું સ, પોતાના પિતાને રાજી રાખવા રાત્રે ભેજન કરવા બેઠે. ભેજન કર્યા પછી પ્રાય: અધી રાતે તે બેશુદ્ધ બન્યો. તેનું આખું શરીર લીલું કાચ જેવું બની ગયું. તપાસ કરતાં સિને ખાત્રી થઈ કે એ ભેજનમાં ઝેરી સાપની ગરલ પડી હતી. રાત્રિભોજનનું જ એ એક અનિષ્ટ પરિણામ હતું. ઘણું ઘણા વૈદ્યો તથા મંત્રવાદીઓએ વિધવિધ પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com