________________
કેશવ
૭૫
મૃત્યુના પંજામાં સપડાવા છતાં રાત્રિભોજન વ્રત ઉપર અચળ રહેનાર કેશવ સહેજ હસ્યું. તેણે ઉશ્કેરાયા વિના જવાબ આપે : “ મૃત્યુને ભય બીજા કોઈને બતાવજે. લીધેલા વ્રતનું પાલન કરતાં કદાચ મૃત્યુને ભેટવું પડે તે પણ એ મૃત્યુ એક મહત્સવના રૂપમાં જ ફેરવાઈ જવાનું.”
વિકરાળ પુરુષને લાગ્યું કે આ વ્રતધારી સાથે બળને બદલે કળથી કામ લેવામાં જ કંઈક લાભની આશા રાખી શકાય. તેથી તેણે વાતને ફેરવી અને કહ્યું: “તારા ગુરુ પોતે આવીને તને રાત્રે ભજન કરવાનું કહે તો તને કંઈ વાંધો ખરો?”
વીતરાગપ્રણીત ધર્મને માનનારા મારા ગુરુ કોઈ દિવસ પણ મને રાત્રે ભજન કરવાનું ન કહે અને કદાચ કહે તે સમજવું કે એ સાચા ગુરુ નથી, પણ કઈ વેષધારી પાખંડી છે.” કેશવે આમ કહી સામે નજર કરી તો તેણે ધર્મછેષસૂરિ જેવા એક પુરુષને સામે ઊભેલા જોયા. તેઓ કેશવને સંબોધીને કહેવા લાગ્યા : “ મારી આજ્ઞા છે. તું ખુશીથી આ યાત્રિકોના આગ્રહને માન આપી ભજન કરવા બેસ.”
કેશવની સૂક્ષ્મ વિવેકબુદ્ધિને આ તરકટ સમજતાં વાર ન લાગી. આ બધાં પાત્ર જાણે જાદુઈ માયાથી હાજર થતાં હોય અને પિતાને ભૂલાવામાં નાખતાં હોય એમ તે કળી ગયે. કેશવ જે ભજન ન કરે તે તેના ગુરુને વધ કરવા સુધીની પેલા ભયંકર પુરુષે ધમકી આપી, પણ કેશવને એથી મુદ્દલ સૈાભ ન થયે.
કંઈ નહીં, એ વાત જવા દ્યો, આજે તમે ખૂબ જ થાકી ગયા છે. ભૂખને લીધે બહુ ખિન્ન બન્યા છે. એટલે શેડો આરામ કર્યો. જુઓ સામે તમારા માટે જ પથારી તૈયાર કરી છે. પ્રાત:કાળ થતાં તમને જમાડી અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com