________________
કેરાવ
૭૩
હંસ અને કેશવને તેમની માતાએ સમજાવવામાં તેમ જ પિતાની આજ્ઞા પાળવાને આગ્રહ કરવામાં કંઈ જ કચાશ ન રાખી; પરંતુ હંસ અને કેશવે જરા પણ નબળાઈ ન બતાવી.
છઠ્ઠા ઉપવાસના અંતે યશેલને બને બાળકોને કહ્યું: “તમે આ દુરાગ્રહ નકામે રાખી રહ્યા છો. રાત્રિની ચાર ઘડી એ ખરું જોતાં તો દિવસનો જ ભાગ ગણાય. તમને કેઈએ મેળવ્યા છે, માટે હજીયે મારું કહ્યું માની મારી સાથે રાત્રે ભેજન કરવા બેસે અને જે તમને મારી આ વાત કબૂલ ન હોય તો આવતી કાલથી હું તમારું મેં જેવા પણ રાજી નથી.” આ છેલ્લા શબ્દોની હંસ તથા કેશવ ઉપર અજબ અસર થઈ. હંસ ડગી ગયો. તેને આ ઘર મૂકી જતાં ભય લાગે, પણ કેશવ મનને મજબૂત કરી, સાતમા દિવસની સવારે જ ઘરની બહાર ચાલી નીકળે.
સાંજ પડવા આવી. આકાશમાંથી અંધારાં ઊતરવા લાગ્યાં. જાણે દિશાઓના દરવાજા બંધ થતાં હોય તેમ કેશવની નજરે આગળના માર્ગ પણ ઝાંખા થતાં ચાલ્યા. ઉપરાઉપરી સાત સાત દિવસની ભૂખને લીધે તેની ઘણુંખરી શક્તિ હણાઈ ગઈ હતી. કયાં જવું? તેને પણ કંઇ નિશ્ચય ન હતું, એટલું છતાં વિકટ અરણ્યમાં તે આગળ ને આગળ માર્ગ કાપવા લાગ્યા.
કેટલીક વારે યક્ષનું એક વિશાળ ચિત્ય તેની નજરે પડ્યું. ચેત્યની આસપાસ કેટલાય યાત્રિકે, ભાતભાતનાં ભેજને રાંધતા હતા. તેઓ આજે યક્ષને બળિ-પૂજા ધરવાના હતા. શાક, દાળ, ક્ષીર અને વડાંની ગંધથી આખું અરણ્ય બહેકતું હતું. પારવગરનાં સ્વાદિષ્ટ ભેજનેના ગંજ પડ્યા હતા.
પધારે ! પધારે ! ! અતિથિ દેવ ! ” એમ આનંદના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com