________________
૭૧
આટલા દિવસે ખરેખર અજ્ઞાનમાં જ વિતાવ્યા ! મારા જે અજ્ઞાની બીજે કેણ હેય? મેં હાથે કરીને મારા કુળને લજવ્યું !”
પછી તે બહુ મડે ઊઠેલે માણસ જેમ જલદી જલદી કામ કરવા મંડી જાય, તેમ ધન પણ પિતાની આજ સુધીની ભૂલ સુધારવા તૈયાર થઈ ગયો. તેણે જૂનાં ઘર, દુકાન વગેરે પાછા મેળવ્યાં. એ બધાંને યતનાપૂર્વક ઉદ્ધાર કર્યો. જાના નેકરને બોલાવી પુન: તેમનાં કામ ઉપર નીમ્યા અને જિનચિત્યને વિષે પૂજા–પ્રભાવના વગેરે ઉત્સવ તથા દાનાદિ ધર્મકૃત્યે પણ એટલા જ ઉત્સાહથી કરાવવા મંડી પડ્યો.
વિવેકદ્રષ્ટિ પ્રાપ્ત થતાં ધનનું આખું જીવન જ પલટાઈ ગયું. એક સામાન્ય નિયમ પાળતાં તે ધીમે ધીમે આગળ વધે. અનુક્રમે બીજા અનેક વ્રત નિયમમાં પણ તે રસ લેવા લાગે.
વિવેકના પ્રતાપે તે ધન–શ્રેષ્ઠીએ પિતાના કુળને દીપાવ્યું, જગતમાં અસાધારણ યશ મૂકી ગયું અને ચિરકાળ પર્યત શ્રાદ્ધ ધર્મ પાળવાથી સગતિ મેળવી, તે માનવદેહ પણ સાર્થક કરી ગયો !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com