Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 82
________________ 90 ધનપણ શું માગવું તે તેને ન સૂઝયું. જિંદગીને બધો ભાગ જેણે દ્રવ્યની ઉપાસનામાં જ ગાજે હોય તેને શું માગવું તે પણ કેમ સૂઝે? તે એકદમ દેડતે દોડતો પોતાની સ્ત્રી પાસે ગયે અને દેવ પાસે વરદાનના બદલામાં શું માગવું તે પૂછવા લાગ્યા. સ્ત્રીએ જવાબ આપે: “ધન-ધાન્ય તો આપણી પાસે પુષ્કળ છે, માટે તમે બીજું કંઈ નહી માગતાં દેવની પાસે માત્ર વિવેક દષ્ટિ” જ માગે. એમાં જ આપણું બધું કલ્યાણ સમાઈ જાય છે. ” ધનને પિતાની સ્ત્રીની બુદ્ધિમત્તા ઉપર પૂરો વિશ્વાસ હતો. તે પાછો ચૈત્યમાં ગયે અને અધિષ્ઠાતા દેવને સંબોધી બોલે “ હે દેવ ! જો તમે ખરેખર જ મારી ઉપર પ્રસન્ન થયા હૈ તો મને વિવેકદષ્ટિ આપો ! ” દેવ પણ અંતરીક્ષમાં રહી “ તથાસ્તુ ” કહી અંતર્ધાન થઈ ગયે. આ વરદાન પછી ધનની દષ્ટિ જ બદલાઈ ગઈ. જાણે તેનો પુનર્જન્મ થયો હોય તેમ દરેક વસ્તુ વિષે તેને કંઈ કંઈ અપૂર્વ વિચાર આવવા લાગ્યા. તે ભજન કરવા બેઠા અને થાળીમાં પીરસાયેલી કળથી જોઈને બોલી ઊઠ્યો : “આપણે આવું શુદ્ધહલકું અનાજ શા સારુ ખાવું જોઈએ ? શા સારુ સાવિક ભજન ન લઈએ?” ઘરમાં આસપાસ દષ્ટિ ફેરવી તે બોલવા લાગ્ય: “અને આ ઘરમાં આટલી દરિદ્રતા શા સારુ જોઈએ? નોકરોને બોલાવી ઘર શા સારુ બરાબર સાફસૂફ ન રાખીએ?” જન્મથી આંધળા રહેલા માણસને દષ્ટિ પ્રાપ્ત થતાં જેમ તેને આનંદ ઊભરાઈ જાય અને બધું નવું નવું જ લાગે તેમ ધનને પણ વિવેકદ્રષ્ટિ પ્રાપ્ત થતાં નવું નવું સૂઝવા લાગ્યું. તેના આનંદને પણ કંઈ પાર ન રહ્યો. તે મનમાં જ વિચારવા લાગ્ય: “ મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102