Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 84
________________ હંસ અને કેશવ યશોધન વણિકના આ બન્ને પુત્ર-હંસ અને કેશવ પહેલેથી જ વિનયી અને સરળ સ્વભાવી બાળકે હતા. એક દિવસે પાસેના ઉપવનમાંથી રમીને પાછા ફરતા હતા તેટલામાં ભાગ્યેદયને લીધે તેમને જેનશાસનના એક જિતેંદ્રિય મહાપુરુષ શ્રીધર્મઘોષસૂરિનાં દર્શન થયાં. સૂરિજીની આનંદનિમલ આકૃતિ એ બનને બાળકોના અંતરમાં રમી રહી. તે બંને ભાઈઓ સૂરિજીની સન્મુખ બેઠા અને થડ ઉપદેશ સાંભળ્યા પછી “જીવ જાય તે પણ રાત્રિભેજન ન કરવું” એવી પ્રતિજ્ઞા કરી ઘેર આવ્યા. યશોધને જ્યારે આ વાત સાંભળી ત્યારે તેનાં ફોધ અને આશ્ચર્યની સીમા ન રહી. પિતાની સલાહ લીધા વિના બાળકે આવી રીતે મનમાન્ય માર્ગ લે એ યશોધનથી ન સહેવાયું. તેમણે ઘરમાં પોતાની સ્ત્રીને બોલાવી કહી દીધું કે: “આ ઘરમાં કોઈને દિવસે ખાવાનું નહિ મળે, જેમને એ નિયમ ન પાલવે તે ખુશીથી આ ઘર ખાલી કરીને ચાલ્યા જાય.” યશધને ધાર્યું કે “આથી બાળકો સીધા દોર થઈ જશે અને રાત્રિ ભજનની પ્રતિજ્ઞાને તેડી, કુળધર્મને અનુસરી રાત્રે પણ ભેજના કરવા મંડી જશે.” પણ યશોધનની એ ધારણા છેટી નીવડી. પાંચ-પાંચ અને છ-છ દિવસના ઉપરાઉપરી ઉપવાસ થવા છતાં હંસ અને કેશવ પોતાની પ્રતિજ્ઞામાં અડગ રહ્યા. પુત્ર પરની મમતાને લીધે માતાને પણ એટલા જ ઉપવાસ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102