________________
૬૮
ધનશ્રાવકે પહેલેથી માંડી શ્રીપતિ શેઠ સંબંધી બધી વાત કહી. પાસે પુષ્કળ ધન હોવા છતાં ઉદાર પિતાને પુત્ર કેટલે કૃપણ બન્યો છે અને લેભને લીધે કેટલી વિટંબણાઓ ભેગવે છે તે બધું વિસ્તારપૂર્વક નિવેદન કર્યું.
એ અહીં ન આવે?” સૂરિજીએ નિર્મળભાવે પ્રશ્ન કર્યો. એક શ્રાવક ધનને બોલાવવા તેની પાસે ગયે, પણ ધને કહ્યું: મારે તે પૈસા સાથે કામ છે, ગુરુ પાસે આવીને હું શું કરું?” ' સૂરિજીએ દૂરથી આ વાર્તાલાપ સાંભળે. એટલે તે તેઓ પતે લાભને હેતુ વિચારી ધનની પાસે ગયા અને અત્યંત કરુણા આણી સ્નેહભાવે કહેવા માંડ્યું:
વત્સ ! શ્રીપતિ જેવા શ્રદ્ધાળુ અને ધાર્મિક પિતાને પુત્ર આવે લેભી અને અવિવેકી બને એમ તે શી રીતે માની શકાય? પણ ભલે, તું તારા પિતાના પગલે ન ચાલી શકે તો કંઈ નહીં. મારી એક વાત સાંભળી લે. બીજું કંઈ વધુ નહીં, પણ શ્રી જિનેશ્વરભગવાનની પ્રતિમાનાં દર્શન કર્યા વિના ભેજન ન કરવું, એ એક નિયમ લે તો પણ મને સંતોષ થાય.”
“આમાં કંઈ રાતી પાઈનો યે ખરચ નથી અને જે નિયમ નહીં લઉં તે આ ગુરુમહારાજ મારે નકામે સમય લેશે.” આ વિચાર કરી ધને એ નિયમ માથે ચડાવ્યા અને તરત જ સૂરિજીને નમી ત્યાંથી ચાલી નીકળે.
ધનશ્રેણીની સ્ત્રી બહુ જ સંસ્કારી હતી. તેને પોતાના પતિની લોભી મનેદશા દુ:ખદાયક લાગતી, છતાં શાંતિથી બધું સહન કરી લેતી. ધને ઘેર આવી, ગુરુએ આપેલા નિયમ વિષે વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com