________________
ધનશ્રેષ્ઠી
દ્રવ્ય અને વૈભવની લાલસા મનુષ્યને કયાંય પણ કરીને બેસવા દેતી નથી. ભૂતના ભડકા જેમ જંગલમાં ભૂલા પડેલા માણસને દૂર દૂર ખેંચી જાય અને છતાં છેવટ લગી આઘા ને આઘા જ રહે તેમ દ્રવ્યની લાલસા, દુર્બળ માણસને ઘણે દૂર તાણી જાય છે અને છતાં સુખ તે તેનાથી આવું ને આવું જ રહે છે.
શ્રીપતિ શેઠ ભારે ધનવાન હતા, પણ તેમને દ્રવ્યલાભ કેમ કરતાં છુટતે નહીં. એક દિવસે સમાચાર્યસૂરિજીના ઉપદેશથી શેઠની ધર્મબુદ્ધિ જાગૃત થઈ. સૂરિજીએ લેભના જે જે દેશે બતાવ્યા તે બધા શેઠની બુદ્ધિમાં ઊતર્યા. દ્રવ્ય ઉપરને અતિ રાગ અનેક પ્રકારના કલહ કરાવે છે, દ્રવ્યની લાલસામાંથી જ લેભ જન્મે છે અને એ લેભ જ શ્રેષને પિતાની સાથે લેતે આવે છે–એવી એવી બધી વાતે તેના અંતરમાં આરપાર ઊતરી ગઈ. પરિગ્રહ પરની મૂચ્છ તજી દેવાને તેણે નિશ્ચય કર્યો અને તે જ દિવસે સૂરિજી પાસે પરિગ્રહપરિમાણનું વ્રત અંગીકાર કર્યું.
વ્રતના પ્રભાવે શ્રીપતિ શેઠના ધનભંડાર ઊભરાવા લાગ્યા. તેમણે એ વધારાના ધનને સદુપયોગ કરવા જિનેશ્વરભગવાનના સરસમાં સરસ કળા-કૌશલ્યવાળાં ચૈત્યે બંધાવવા માંડ્યાં. જિનપ્રતિમાની પ્રતિષ્ઠા, જિનેશ્વરભગવાનની ભક્તિ અને સત્પાત્રે દાનમાં તે છૂટે હાથે ધન ખરચવા લાગ્યા. આ પ્રમાણે પરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com