________________
૬૭
એકી ગ્રહ-પરિમાણ કરતાં જે ધન વધે તેને સદ્વ્યય કરવાનું જિંદગીના અંત સુધી તેમણે ચાલુ રાખ્યું. આખરે કાળધર્મ પામી તેઓ સગતિને પામ્યા.
શ્રીપતિની પછી શેઠની ગાદીએ તેમને પુત્ર ધનશ્રેણી આવ્યું. પિતાના ગુણ પુત્રમાં ઊતરશે એવી જે લોકોએ આશા રાખેલી તેમાં તેઓ નિરાશ થયા. પિતા જે ઉદાર અને જિનભક્ત હતો તે જ પુત્ર લાભી અને અવિવેકી નીવડ્યો. તેને પિતાના પિતાને ધર્મવ્યય મૂર્ખાઈભરેલું લાગે. ચિત્ય કે જિનભક્તિમાં દ્રવ્ય ખરચવું એ તેને મન અપવ્યય સમજાયે. તેણે એ બધા ખર્ચે બંધ કર્યા. પિતાના રહેવાના ઘર સિવાચના બીજાં બધાં ઘર તથા દુકાને વેચી નાંખી. દાસ-દાસીએને રજા આપી, તેમ જ ચૈત્યપૂજા તથા પ્રભાવના બંધ કરી.
ઘણે દિવસે સમાચાર્યસૂરિજી વિચરતાં વિચરતાં પાછા એ જ નગરમાં પધાર્યા. તેમણે એક યુવકને છેડે દૂર ઉતાવળે ઉતાવળે જતે જે. આ યુવાને માત્ર એક જીર્ણ મેલું વસ્ત્ર પહેર્યું હતું. તેની કાંધ ઉપર જૂને કોથળો હતો. જાણે કેટલાય દિવસને ઉપવાસી હોય તેમ તેનાં હાડપીંજર દેખાતાં હતાં.
આ કોઈ નિર્ધન યુવાન લાગે છે!” સૂરિજીએ પાસે બેઠેલા એક શ્રાવકને ઉદ્દેશીને કહ્યું.
એ જ આપણે અહીંના વિખ્યાત શ્રીપતિ શેઠને પુત્ર.” એમ કહી શ્રાવકે એક ઊંડે નિ:શ્વાસ નાખે.
સૂરિજી પણ બે ઘડી આશ્ચર્યમુગ્ધ બની ગયા. શ્રીમંત પિતાને પુત્ર આજે આ અવદશા ભેગવે છે? એવા એવા કેટલાય તર્કો તેમના મગજ માંથી પસાર થઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com