________________
શ્રેણી કહી. સ્ત્રીને આથી બહુ જ આનંદ થયે. “ આવા અવિવેકી હૃદયમાં આટલો સામાન્ય ભાવ પણ ભારે હૃદયને જ સૂચવે છે.” એમ તે પિતાના મનને મનાવી રહી.
ઉનાળાની એક બપોરે ધનશ્રેણી ઘેર આવ્યો. તાપને લીધે તેનું મેં લાલચોળ બની ગયું હતું. પસીનાથી આખું શરીર ભીંજાઈ ગયું હતું. ભૂખને લીધે તે હવે એક ક્ષણને પણ વિલંબ કરવા તૈયાર ન હતો. પતિપરાયણે સ્ત્રીએ તરત જ ભેજન પીરસ્યું. ધન જે ભોજન કરવા બેસે છે તેવામાં તેની સ્ત્રીએ પૂછયું: “પણ તમે દેવદર્શન કરી આવ્યા? પેલે નિયમ યાદ છે ને ?”
ધને એક વાર સ્ત્રીની સામે ઉદાસ દષ્ટિએ જોયું. તે ગમે તેટલે લેભી અથવા કૃપણ હોય, પરંતુ લીધેલ નિયમ પાળવામાં એટલે જ શૂરવીર હતું, એમ તેની સ્ત્રી બરાબર સમજતી હતી. ધનશ્રેણી તત્કાળ ત્યાંથી ઊડ્યો અને ચેત્યમાં પહોંચ્યા.
આજને દિવસ ધનની કસોટીને દિવસ હતે. જે કોઈ સામાન્ય માણસ, ધનના સ્થાને હેત તે કદાચ નિયમની દરકાર કર્યા વિના ભેજન કરી લેત, પણ ધન એ પરીક્ષામાંથી પસાર થયે. તેની આટલી ધીરજ અને શાંતિ જોઈ શાસનદેવ પણ પરમ પ્રસન્ન થયા.
માગ ! માગ ! શ્રેષ્ઠીપુત્ર ! ” એ અવાજ ચૈત્યના ગર્ભાગારમાંથી આવ્યું અને ધનશ્રેણી ઘડીભર તે દિલ્મઢ બની સાંભળી રહ્યો. એને ખાત્રી થઈ કે “ આ અવાજ કઈ માણસને નથી, દેવ પોતે જ મારી પ્રતિજ્ઞા ઉપર પ્રસન્ન થઈ મને કંઈક વરદાન આપવા ઈચ્છે છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com