________________
સુભદ્રા
૬૫
રાજ્યમાં આવી સતી સન્નારી વસે છે તે જોઈ પ્રફલિત થયે. ચાળણીનું પાણી સતી સુભદ્રાએ બંધ રહેલા દરવાજા ઉપર છાંટ્યુ અને આકાશવાણી પ્રમાણે તરત જ દરવાજા ઊઘડ્યા. ચંપાના સમસ્ત સ્ત્રી-પુરુષોએ તે દિવસે ઉત્સવ પાન્યા. ઠેકઠેકાણે સતી સુભદ્રાની કીર્તિકથા ગવાવા લાગી. ઈર્ષાળ સ્ત્રીઓનાં મુખ શરમથી મલિન બન્યાં.
રખેને પાછળથી કઈ ખોટું અભિમાન આણે અને પોતાને આવી તક ન મળવા બદલ વિવાદ કરે તે સારુ સતી સુભદ્રાએ ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ તરફના જ દરવાજા પોતાના સતીત્વના પ્રભાવથી ખોલ્યા, પૂર્વ તરફનું દ્વાર જાણું જોઈને બંધ જ રહેવા દીધું. પિતાને પરમ શિયલવતી માનનારી–મનાવનારી સ્ત્રીઓએ સુભદ્રાની હરીફાઈ કરવા ઘણા ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ પૂર્વ તરફનું ચંપાનગરીનું દ્વાર કેઈ ખેલી શક્યું નહીં. - બુદ્ધદાસને પિતાની આવી પવિત્ર સ્ત્રી બદલ અભિમાન કુંરે એ સ્વાભાવિક છે. તેના મુખ ઉપર શરઋતુના ચંદ્ર સમી કાંતિ ફેલાઈ. સુભદ્રાની સાસુ તથા નણંદ વગેરે આપ્તજને પણ પોતાના દોષ માટે પ્રાયશ્ચિત કરી સુભદ્રાનું બહુમાન કરવા લાગ્યા. રાજા પોતે તેમ જ ચંપાના ઘણા નાગરિકે જૈન ધર્મનો પ્રભાવ જોઈ વીતરાગ-પ્રણીત તત્ત્વમાં રુચિવાળા થયા.
સતી સુભદ્રાની દઢ શ્રદ્ધા અને શિયળવ્રતના પ્રતાપે દિગ– દિગન્તમાં જૈનધર્મની વિજય-પતાકા ફરકી રહી. આજે પણ સતીઓનાં ગુણગાન પ્રસંગે સવારના પહેરમાં સતી સુભદ્રાનું નામ લેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com