________________
સતી
સતી સુભદ્રા તદ્દન નિરભિમાન પણે પોતાની સાસુ અને નણંદ પાસે જઈ કહેવા લાગી: “માતા! જે આપની આજ્ઞા હોય તે બીજી સ્ત્રીઓની સાથે હું પણું પાણી કાઢવાનો પ્રયત્ન કરી જોઉં.”
એક તે શરમના માર્યા અમે, લોકોને મેં બતાવી શકતાં નથી. તારું ચરિત્ર જ એવું મલિન છે કે તું છાનીમાની ઘરમાં બેસી રહે એમાં જ અમારા કુટુંબની શોભા સમાયેલી છે, છતાં તારે અમારી મશ્કરી કરાવવી હોય તો તું જાણ!” સાસુએ સહેજ ક્રોધાવેશમાં આવે ઉત્તર વાળ્ય.
સતીત્વના તેજ અને આત્મશ્રદ્ધાના પ્રકાશથી ઝળહળતા વદનવાળી સતી સુભદ્રા, નીચી નજરે પિતાના આવાસ ભણી ગઈ. ત્યાં સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, પંચ પરમેષ્ઠીના મંત્રને જાપ કરી, શાસનદેવીને મરી, કૂવાકાંઠા તરફ ચાલી નીકળી.
એ વખતે સેંકડે સ્ત્રીઓ ત્યાં ઊભી હતી. ચિંતાતુર મુખવાળા હજારે પુરુષો કૂવાથી થોડે દૂર ઊભા ઊભા ચંપાનું અંધકારમય ભવિષ્ય ચિંતવી રહ્યા હતા.
લાવણ્ય અને લજજાની પ્રતિમા સમી સતી સુભદ્રા કૂવાના કાંઠા પાસે જઈ ઊભી. કાચા સુતરના તંતુથી ચાળણી બાંધી કૂવામાં ઊતારી. સંખ્યાબંધ નારીઓના આશ્ચર્ય વચ્ચે એ જ ચાળણું જ્યારે કૂવામાંથી બહાર આવી ત્યારે તેમાં છલછલ પાણું ભર્યું હતું.
પાણીથી ભરેલી ચાળણી બહાર આવતાં સનાં મુખ ઉપર આ સતીની જ્યોતિ ઝળહળી. “ સુભદ્રાને જય ” એ પ્રકારના અવાજથી આકાશ ગુંજી રહ્યું. ચંપાના નૃપતિને એ વાતની જાણ થતાં તત્કાળ ત્યાં આવ્યું. અને પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com