________________
સતી
દર વતી એ તરખલું કાઢી નાખ્યું, પણ આમ કરવા જતાં સુભદ્રાના કપાળને વિષે રહેલા ચાંલ્લાનું કંકુ મુનિજીના કપાળ સાથે અંકાયું. મુનિજી ભિક્ષા લઈ પાછા ફરતા હતા તે વખતે સાસુ, નણંદ અને બુદ્ધદાસ વગેરેએ આ દેખાવ જોયે. જે અગ્નિ ધંધવાતું હતું તેમાં આથી ઘી હોમાયું. ઘરનાં સઘળાં માણસોને સુભદ્રા ઉપર કેપ ઊતર્યો. બૌદ્ધ ભકતાએ આ વાતને સારા ચે શહેરમાં વાયુવેગે પ્રચાર કરી દીધે. ઠેકઠેકાણે એક જૈન શ્રાવિકા–સુભદ્રાની નિંદા થવા લાગી. વાદળથી આચ્છાદિત થયેલો સૂર્ય જેમ નિર્વિકાર રહે તેમ સુભદ્રા પોતે આ નિંદા, કલંક અને અપવાદની મધ્યમાં પણ ક્રોધ કે આવેશથી અસ્પૃશ્ય જ રહી.
( ૨ આખી ચંપાનગરમાં આજ સવારથી જ હાહાકાર વર્તી ગયે છે. ભરનિદ્રામાં પડેલા માણસને જેમ તેના શત્રુઓ કારાગ્રહમાં પૂરી દે તેમ નિદ્રામાં પડેલી ચંપાનગરીને જાણે કઈ દેવતાએ કેદખાનામાં પૂરી દીધી હોય એવી વ્યાકુળતા સર્વ ચંપાનિવાસીઓ અનુભવી રહ્યા છે. નગરીના ચારે દિશાના દરવાજા આજે કેમે કરતાં ઊઘડતા નથી. ચંપાવાસીએને બહારની દુનિયા સાથેનો સંબંધ આજે તૂટી ગયે છે. જે આ દરવાજા ન ખૂલે તો ચંપાનગરી ક્ષુધાતૃષાને લીધે રીબાઈ રીબાઈને મૃત્યુના માર્ગે જ વહે અને વિનાશ પામે, એ સ્વતઃસિદ્ધ સત્ય કેઈને સમજાવવાની જરૂર ન હતી.
મુંઝાયેલી પ્રજા, ચંપાના નૃપતિ પાસે પહોંચી. દ્વારપાળોએ ખુલાસે કર્યો કેઃ “ દેવકૃત ઉપસર્ગ વિના આમ ન બને. અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com