________________
સુભદ્રા
તેમને મન કુટુંબના અપમાન જેવું જ લાગતું. થડે વખત તેમણે મૂંગે મેઢે આ બધું સહી લીધું, પણ ગામમાં જેમ જેમ સુભદ્રાની નિંદા પ્રસાર પામતી ગઈ તેમ તેમ તેણીનાં સાસુ-સસરા પણ સ્થિર કે તટસ્થ ન રહી શકયાં.
જિનમંદિરે ન જવાની તેમ જ જૈનમુનિઓની વૈયાવચ્ચે ન કરવાની સાસુ–સસરાએ સુભદ્રાને ઘણીવાર સલાહ આપી; પરંતુ સુભદ્રા પોતાના નિશ્ચયમાં અડગ રહી. આથી બુદ્ધદાસના મા-બાપ તથા બહેને વગેરેને બહુ ક્રોધ ઉપજે. પછી તે તેઓ પણ સુભદ્રા ઉપર ખેટા અપવાદ મૂકવા લાગ્યાં.
સુભદ્રા દુરાચારી છે. ” એમ કહી બુદ્ધદાસ આગળ સુભદ્રાને લાંછિત કરવા લાગ્યા. બુદ્ધદાસ ગમે તેવો વિચારશીલ કે પ્રેમી હોય પણ તે યુવક હતે. તેને થયું કે “આટલાં બધાં માણસે જ્યારે સુભદ્રાને નિંદે ત્યારે એમાં કંઈક સત્ય તે હાવું જ જોઈએ.” તે વહેમના પ્રવાહમાં આ રીતે પડ્યો અને તણા. સુભદ્રાના શિરે આક્તનું વાદળ ઝઝૂમી રહ્યું. “જે કંઈ થાય તે જોયા કરવું, સદ્ધર્મ, સદ્ગુરુ અને સદેવના પ્રતાપે બધાં સારાં વાનાં થશે ” એમ માની સુભદ્રાએ આત્મબળ એકઠું કરવા માંડ્યું.
એ કસોટીને દિવસ પણ આવી પહોંચ્યો. બન્યું એવું કે કોઈ એક જિનકલ્પી મુનિ ભિક્ષાથે સુભદ્રાની પાસે આવી ચડ્યા. મુનિજીની આંખમાં ઘાસનું એક તરખલું પવનવેગે પડયું હતું, પણ શરીર પ્રત્યે ઉદાસીનભાવ ધરનાર એ મુનિજીએ આંખમાંનું તરખેલું કાઢવાની પરવા કરી નહોતી. સુભદ્રાએ આહાર વહેરાવતાં મુનિજીની વ્યથા જેઈ અને ભક્તિભાવથી મુનિને સપર્શ ન થાય એવી રીતે લઘુલાઘવી કળાથી, જિલ્લાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com