Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 71
________________ સુભદ્રા બુદ્ધદાસને આ જવાબ સાંભળી ઘણું દુઃખ થયું, પણ તે નિરાશ થાય એ યુવક ન હતું. તેણે સુભદ્રાને મેળવવા પિતાને પ્રયાસ ચાલુ રાખ્યું. ધીમે ધીમે બુદ્ધદાસે જેનધર્મને અભ્યાસ કરવા માંડ્યો. જૈનમુનિઓની સેવા-ભક્તિમાં તે આગળ પડતો ભાગ લેવા લાગ્યો. દેવપૂજન, સાધુવંદન અને આવશ્યકાદિ ક્રિયાઓમાં પણ તેને ઉત્સાહ અનુકરણીય ગણાવા લાગ્યું. આથી સ્વાભાવિક રીત જ જિનદાસ શેઠને, બુદ્ધદાસ ઉપર નિર્મળ સ્નેહ ઊતર્યો. બુદાસ મિથ્યાત્વને ત્યાગ કરી સદ્ધર્મ, સદ્ગુરુ તથા સવની ઉપાસનામાં રુચિવાળે થયે. એ હકીકત જાણી–અનુભવી પિતાની કન્યા આ યુવકને જ સોંપવાનો જિનદાસ શેઠે નિશ્ચય કર્યો. અનુકૂળ સમયે બુદ્ધદાસ તથા સુભદ્રા લગ્નગ્રંથીથી જોડાયાં. જિનદાસ શેઠે એ અવસર ભારે ઉલ્લાસથી ઉજળે. નગરજને પણ આ ઉચિત લગ્નવિધિ નીરખી આનંદ પામ્યા. બુદ્ધદાસ પોતાની માતૃભૂમિ, માતા, પિતા તથા બહેન વગેરેને વિસરી શ્વસુરને ત્યાં જ સુખોપભેગમાં દિવસો નિર્ગમન કરવા લાગ્યા. એક દિવસે તેના હૈયામાં માતૃભૂમિ પ્રત્યેનું સ્વાભાવિક આકર્ષણ જાગ્યું. તેને પિતાનાં માત-પિતા યાદ આવ્યાં. સુભદ્રાના પિતા પોતાની કન્યાથી જુદા પડવા તૈયાર ન હોય એ બુદ્ધદાસની જાણબહાર ન હતું. વળી સુભદ્રાને એક જિનભક્ત કુટુંબને બદલે એક બોદ્ધધમી કુટુંબમાં રહેવા જવાનું હતું અને ત્યાં સુભદ્રા પિતાના આચાર-વિચાર બરાબર પાળી શકે કે કેમ? એ પણ જિનદાસ શેઠને જ વિચારવાનું હતું. આ પ્રકારની મુશ્કેલીઓને લીધે બુદ્ધદાસ થોડા દિવસ તો મન જ રહ્યો. પણ આખરે માતૃભૂમિ–ચંપાનગરીના આકર્ષણે બુદ્ધદાસ ઉપર વિજય મેળવ્યું. જિનદાસ શેઠ પણ પોતાના જમાઈની મૂંઝવણ સમજતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102