________________
વતી
પ૭
તેજસ્વી પ્રતિમા સમી દેવી–કલાવતીને નગરમાં લઈ આવ્યો. રાજા પિતે તેની સામે ગયે અને અશ્રુથી ઊભરાતાં નયને કલાવતી પાસે પોતાના દેષની ક્ષમા યાચતે ઊભો રહ્યો.
ઘણે લાંબે વખતે પ્રેમી દંપતી પરસ્પરને મળ્યાં. એ વખતે તેમનાં હૈયાં પશ્ચાત્તાપ અને તપશ્ચર્યાના પ્રતાપે શરઋતુની પૂર્ણિમા જેવાં નિર્મલ બન્યાં હતાં, તેથી પોતાનાં પૂર્વોપાર્જિત કર્મને જ આ બધો પ્રતાપ છે-મનુષ્ય તો નિમિત્ત માત્ર છે એમ સમજી ધર્મકરણને વિષે તેમણે પોતાનું સમગ્ર ધ્યાન પરોવ્યું.
ગુરુમહારાજે જ્ઞાનના બળથી રાજા શંખ અને કલાવતીના પૂર્વભવ વર્ણવતાં કહ્યું કે: “કલાવતીએ પૂર્વભવમાં એક પાળેલા પોપટની પાંખે કાપી નાખી હતી તેને લીધે જ કલાવતીને આ ભવમાં કાંડાં કપાવવાં પડ્યાં. રાજા શંખ એ વખતે પોપટને જીવ હતો અને કલાવતીને જીવ રાજપુત્રી–સુલોચના હતે.” પિપટ એક તિર્યંચ હોવા છતાં જિનેશ્વરદેવની ભક્તિમાં કેટલે ઉદ્યત હતો તેનું પણ તેમણે મર્મસ્પશી વિવેચન સંભળાવ્યું.
પિતાના પૂર્વભવ સાંભળી રાજા શંખ તથા કલાવતીનાં અંત:કરણ વૈરાગ્યના રંગથી રંગાયાં. તે જ વખતે તેમણે આ સંસાર-સાગરને પાર પામવા ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ચારિત્રધર્મનું આરાધન કરતાં એ દંપતીએ પિતાના સઘળા સામર્થ્યને ઉપયોગ કરી જિનશાસનને પણ દીપાવ્યું.
રાજરાણી કલાવતીએ દુઃખના દિવસોમાં પણ પોતાના ચિત્તની શાંતિ ન ગુમાવી; શિયલવ્રતથી લેશ પણ ચલાયમાન ન થઈ. આજે પણ શિયલવતી નારીઓમાં રાણી કલાવતીનું ચરિત્ર ખૂબ ભક્તિ અને શ્રદ્ધાની સાથે ગવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com