________________
વતી
૫૫
ત્રીજાના ભાગમાં ચેપડા અને ચેથાના ભાગમાં સેનામહાર નીકળ્યાં. બુદ્ધિશાળી પિતાને આમ પક્ષપાત કરવાનું શું કારણ હશે ? તે કેઈથી ન સમજાયું. તેઓ અંદર અંદર વિવાદ કરવા લાગ્યા. દરેકના મનમાં સોનામહોર મળે તે ઠીક એમ થયું, પણ સિાથી નાનો ભાઈ એમ પિતાને ભાગ શા સારુ જવા દે ? પરાજા કે જે પોતાની સ્ત્રીના વિદ-વિલાસથી શંકાગ્રસ્ત બન્યો હતો તે પણ આ વિવાદનો નીકાલ ન કરી શકે એટલામાં એક ભરવાડ જેવો માણસ રાજાનો સભામાં આવી ચડ્યો. તેણે આ વિવાદને એ સરસ ખુલાસો કર્યો કે ભલભલા બુદ્ધિમાન મંત્રીઓ પણ દિમૂઢ બની ગયા. ભરવાડે કહ્યું: “ આટલી સાદી-સીધી વાત પણ તમે કાં કેઈ નથી સમજી શકતા ? ખરી વાત એ છે કે મરનાર શેઠ પોતે ઘણા વિચક્ષણ હતા. તેમણે બહુ જ બુદ્ધિમત્તાથી પોતાની સંપત્તિ ચાર ભાઈઓને આ રીતે વહેંચી આપી છે. જેના કળશમાં ધૂળ નીકળી તેને કૃષિકર્મ (ખેતી) સંબંધી સંપૂર્ણ સત્તા પ્રાપ્ત થાય છે, જેના ભાગમાં અસ્થિ આવ્યાં તેને સમસ્ત પશુઓ ઉપર સ્વામીત્વ મળે છે, જેને ચેપડા મળે છે તે વ્યાપાર અને ઉઘરાણીને હક્કદાર બને છે અને જેના ભાગમાં સેનામહાર આવી તેને બધી રોકડ રકમ મળવી જોઈએ. આ પ્રમાણે શેઠે પિતે પિતાની મેળે બધી મિલકતના સુંદર રીતે ભાગ કરી આવ્યા છે. ” ભરવાડને આ ખુલાસે સાંભળી ને એક સરખે સંતોષ થયે. રાજા પદ્યને પણ ખાત્રી થઈ કે એક ભરવાડ જેવા અભણ, વનવાસી જે પિતાની અક્કલથી આવાં રહસ્ય કળી જાય તે પછી એક કાંતા પોતાની સ્વાભાવિક કળા ચાતુરીથી પતિનું મન રંજન કરે એમાં કંઈ જ આશ્ચર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com