________________
વતી
પર
( ૩ ). આચાર્ય અમિતતેજના વદનમંડળ ઉપર અપૂર્વ પ્રભાવ વિલસતો. શંકાશીલેને તેમનાં દર્શન માત્રથી જ મનનું સમાધાન થઈ જતું. ક્ષમા, કરુણા અને અહિંસાની દિવ્ય પ્રભાથી તેમની આસપાસનું વાતાવરણ સ્વર્ગીય શાંતિ પ્રેરતું.
રાજા શંખ અને શ્રેષ્ઠીપુત્ર દત્ત, વિધિપૂર્વક વંદન કરી તેમની સન્મુખ બેઠા. આચાર્યશ્રીએ માનવદેહની દુર્લભતા તથા ધર્મકરણીની સાર્થકતા વિષે મર્મસ્પશી વિવેચન કર્યું.
પણ રાજા શંખને એટલેથી જ સંતોષ ન થયો. તે પિતાના અવિચારી કૃત્યથી એટલે પીડાતું હતું કે જીવનને અંત આણવા અથવા તે કલાવતીને મેળવવા તે અધીરે થઈ રહ્યો હતો. પ્રસંગ વિચારી આચાર્યશ્રીએ ક્રોધ અને તેનાં કડવાં પરિણામ વિષે વિવેચન કરતાં કહ્યું.
ક્રોધાતુર માણસને એગ્ય કે અયોગ્ય, ગુણ કે અવગુણનું પણ કંઈ જ ભાન નથી રહેતું. ક્રોધયુક્ત અવસ્થામાં માણસ જે ભૂલ કરે છે તેનું પરિણામ તેને ઘણા લાંબા વખત સુધી વેઠવું પડે છે. એ વખતે પણ જે હૈયે રાખી શકે છે તે આખરે જીતી જાય છે. ” એના સમર્થનમાં તેમણે પઘરાજાનું વૃત્તાંત વિસ્તારથી કહી સંભળાવ્યું. એ પદ્મરાજા પહેલાં એક શેઠની પુત્રી સાથે પ્રેમથી પર હતો. પાછળથી એવા સંગે ઊભા થયા કે તે પોતાની પ્રિયતમાને મુદ્દલ મળી શક નહીં. લગભગ પોતાની ભાર્યાને ભૂલી જ ગયે એમ પણ કહી શકાય.પછી શ્રેણીની કન્યાને જ્યારે પોતાના પતિને વિરહ
અસહા થઈ પડ્યો ત્યારે તેણીએ યુક્તિપૂર્વક રાજાને પોતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com