________________
વતી
પ૧
રૂઝાવાને બદલે વધુ ને વધુ પીડા ઉપજાવવા લાગ્યા. ક્ષણિક આવેશમાં આવી જઈ એક નિરાશ્રિત નારીને તેણે જે કઠેર દંડ આપે હતો તેના કરતાં સહસગણ વેદના તે રાતદિવસ અનુભવવા લાગ્યો.
આખરે એક દિવસે તો તેણે આ અસહ્ય દુઃખથી છૂટવા આત્મઘાત કરવાને પણ નિશ્ચય કરી વાજે. ગજ શ્રેષ્ઠીને પુત્ર દર, કે જેણે કલાવતીના ગુણેનું વર્ણન કરી રાજા શંખની સાથે કલાવતીને વિવાહ કરાવવામાં મુખ્ય ભાગ લીધો હતો અને જે કલાવતીને ધર્મબંધુ હતો, તે પણ રાજાનું આ પ્રકારનું અવિચારી સાહસ અનુભવી ખૂબ સંતાપ પામતે હતું. તે રાજાને આશ્વાસન આપવા માટે કહેવા લાગે
રાજન ! ખરું જોતાં આ બધામાં મને મારો પિતાને જ મુખ્ય દોષ જણાય છે. હું જ મારી ધર્મબહેનના સુખમાં, મારી પિતાની મંદબુદ્ધિને લીધે કંટકરૂપ બને. જે મેં પહેલેથી જ આપને કહ્યું હેત કે કલાવતીના પિતાના અનુચરોએ મારે ત્યાં જ આશ્રય લીધો હતો અને તેમણે ઘણું ઘણા પ્રકારની કિંમતી ભેટે આણી હતી, તે આટલી ગેરસમજ ઊભી થવા ન પામત. મેં એ અનુચરોને આપની પાસે ન મોકલતાં સીધા કલાવતી પાસે મોકલ્યા એ મારી મોટી ભૂલ થઈ. એ ભયંકર ભૂલનું જ પરિણામ આજે આપણે સે ભેગવી રહ્યા છીએ.”
દત્તના આ આશ્વાસનથી રાજા શંખના દુઃખમાં કંઈ જ ફેર ન પડ્યો. કલાવતીને મેળવવા દત્તને જ માટે હિસ્સો હતો. કલાવતીના પિતા તથા ભાઈ જેટલા દત્તને ઓળખતા હતા તેટલા રાજા શંખને ભાગ્યે જ ઓળખતા હશે. દત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com