________________
કલાજ્યારે મોટા સાથે સાથે પર્યટન કરતો હતો ત્યારે તેણે જ જયસેનકુમાર(કલાવતીના સહેદર)ને ભરજંગલમાં અર્ધમૂચ્છિત નિહાળી તેની વિવિધ પ્રકારે સેવા-સુશ્રુષા કરી હતી; દત્તે જ જયસેનકુમારને મૃત્યુના મુખમાંથી બચાવી લીધો હતો. રાજા તથા કુમાર એ ઉપકારને બદલે વાળી શકે એમ ન હતું. તેમણે દત્તને પિતાના કુટુંબી જેટલું જ સન્માન આપ્યું અને દત્તની ઈછા તથા આગ્રહથી જ કલાવતી, રાજા શંખની સાથે લગ્નગાંઠથી જોડાઈ. આ સ્થિતિમાં જયસેનકુમારનાં માણસો દત્તને ત્યાં આવે, તેને ત્યાં જ ઊતરે અને તેની જ મારફતે કલાવતીને ભાઈની ભેટ મોકલાવે એ સ્વાભાવિક હતું.
બધુ દત્ત ! તમે કહે છે તે બરાબર છે. તમારી સરળતા તથા મારા પ્રત્યેની તમારી પ્રીતિ–ભક્તિ જ તમારી પાસે એમ બોલાવે છે, પરંતુ એથી કરીને મેં કલાવતીને આવેશમાં આવી જઈ જે કઠેર શિક્ષા કરી છે તેને હું બચાવ કરી શકતા નથી. આ બધું શી રીતે બનવા પામ્યું ? કલાવતી જેવી પવિત્ર, શિયલવતી નારીને એકદમ સજા કરવા હું શા માટે પ્રેરા ? તેનું કંઈ જ કારણ મારાથી સમજાતું નથી. જેમ જેમ એ વિષે વધુ વિચાર કરું છું તેમ તેમ મારી બુદ્ધિ બઠી બની જતી હોય એમ લાગે છે. જો કલાવતીને તરતમાં પત્તો નહીં લાગે તો મને ખાત્રી છે કે મારા હૈયામાં સળગતી પશ્ચાત્તાપની આગ મને આખે ને આ બાળી મૂકશે.” શંખરાજાએ પોતાનો ઊભરો ઠલવ્ય.
તે દિવસે દત્ત વિશેષ કંઈ ઊહાપોહ કર્યા વિના પિતાના આવાસ તરફ ચાલી નીકળે. વળતે દિવસે રાજા શંખને અમિતતેજ નામના જૈનશાસનના એક સમર્થ–પ્રતાપી મુનિવર પાસે લઇ જઈ તેમની દ્વારા યોગ્ય નિરાકરણ કરવાનો નિશ્ચય કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com