________________
સતી સુભદ્રા
વસંતપુરના ત્રાદ્ધિવંત શ્રેણીઓ જે મહોલ્લામાં રહેતા, ત્યાં થઈને બુદ્ધદાસ નામને એક યુવક નીકળે. તે ચંપા નગરીથી કંઈક વાણિજ્ય અર્થે થોડા દિવસ થયાં વસંતપુરમાં આવી વચ્ચે હતો. રસ્તે જતાં એક ભવ્ય પ્રાસાદના ગોખ ઉપર અચાનક તેની નજર પડી અને જાણે કે વાદળથી વિખૂટી પડી ગયેલી વિજળી, પ્રાસાદમાં કયાં સંતાઈ જતી હોય તેમ એક સૌંદર્યમૂર્તિ ગેખમાંથી નીકળી અંદર ચાલી ગઈ. બુદ્ધદાસને જીવનમાં પહેલી જ વાર પ્રતીતિ થઈ કે તે એક યુવાન હતું અને તેનું હૃદય પણ એવી જ એક સુકુમાર જીવનસંગિનીની ધમાં તલસતું હતું. એ પ્રાસાદ જિનદાસ નામના એક શ્રેણીને હતો અને ગોખમાંથી અંદર ચાલી ગયેલી કન્યા, તેની પુત્રી સુભદ્રા હતી એમ પાછળથી બુદ્ધદાસને સમજાયું.
સુભદ્રા, જિનદાસ શેઠની એકની એક પુત્રી હતી. તે ઘણા જ લાડમાં ઉછરી હતી; છતાં પિતાના સંસ્કારોએ પુત્રી ઉપર એવી સુંદર અસર નીપજાવી હતી કે નાનપણથી જ તે શુદ્ધ સમ્યક્ત્વધારી બની હતી. જિનદાસ શેઠને વિચાર પણ આ પુત્રીરત્ન, યોગ્ય સમ્યકત્વધારી જૈનકુળમાં જ આપવાને હતે.
બુદ્ધદાસે સુભદ્રાનાં રૂપ-ગુણ ઉપર મુગ્ધ બની તેના પિતા પાસે સુભદ્રાનું પાણિગ્રહણ કરવા માગણી કરી, પરંતુ જિનદાસ શેઠે બોદ્ધકુટુંબમાં પિતાની કન્યા આપવાની સાફ ના પાડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com