________________
સુભદ્રા
અમારાં સર્વ સાધને અને બળનો ઉપયોગ કરી ચૂક્યા. જ્યાં સુધી આપ પોતે પુષ્પ–ધુપાદિ બલિ સમપીને દેવતાઓને ન રીઝવો ત્યાંસુધી નગરના દરવાજા ઊઘડે એ સંભવ નથી.”
ચંપાપતિએ પ્રજાની પ્રાર્થના મંજૂર રાખી, દેવેની પ્રાર્થના કરી અને કપાયેલા દેવને સંબધી કહ્યું: “હે દેવદાનવ ! હું બે હાથ જોડી આપની પ્રસન્નતા યાચું છું. ”
એ જ વખતે આકાશવાણી થઈ કે: “જ્યાં સુધી આ નગરની કોઈ મહાસતી કાચા સૂત્રના તંતુએ બાંધેલી ચાલવતી, કૂવામાંથી પાણી કાઢી નગરદ્વારને નહીં છોટે ત્યાં સુધી એ દરવાજા બંધ જ રહેવાના. ”
આ આકાશવાણી સાંભળી રાજા તથા પ્રજાની પણ મૂઝવણ વધી પડી. શહેરની હજારો કુળવધુમાંથી મહાસતીની પરીક્ષા શી રીતે કરવી ? એ એક મહાવિકટ પ્રશ્ન થઈ પડ્યો.
સતીત્વના અભિમાનવાળી કેટલીયે સ્ત્રીઓ કૂવાના કાંઠે આવી, કાચા સુતરના તંતુએ બાંધેલી ચાલણવતી પાણી કાઢવાના પ્રયત્નમાં નિષ્ફળ નીવડી, ચૂપચાપ પોતાના ઘર તરફ ચાલી ગઈ. દેવોએ સુભદ્રાના સતીત્વને પ્રકટ કરવા અને તેના શિરે આવી ચડેલા અપવાદને દૂર કરવા માટે જ આ પ્રસંગ ચો હતો. સુભદ્રા પિતે આ વાત બરાબર જાણતી હતી.
કૂવાના કાંઠે ગયેલી સ્ત્રીઓમાંથી કેઈના સૂત્રતંતુ જ તૂટી જાય, કોઈના તંતુ કાયમ રહે તે ચાલણીમાં પાણી જ ન ભરાય અને એ બન્ને કદાચ ભાગ્યને બને તે ચાલણ ઉપર આવ્યા પછી પાણીનું ટીપું સરખું પણ ન હોય. આ રીતે ચંપાનગરીને શિરે શેક અને ચિંતાનું વાદળ ઝઝૂમી રહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com