Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 62
________________ ૫૦ કલા ( ૨ ) રાક્ષસીએ રાજાની ખાત્રી માટે પાછાં આણેલાં કલાવતીનાં કાંડાં અને વલય રાજાએ જોયાં પરપુરુષ ઉપર આસક્તિ ધરાવનાર નારીને આવી જ શિક્ષા મળવી જોઈએ એમ તે મનને મનાવી રહ્યો એટલામાં તે તેની નજર વલયની ઉપર કોતરાવેલા અક્ષરો પર પડી અને જાણે આકાશમાંથી વજપાત થે હોય તેમ દિમૂઢ બની ગયે. અક્ષરમાં એવું તે શું હતું? માત્ર “જયસેન કુમાર” એટલા જ અક્ષરે એ વલયની વચમાં લખેલા હતા. - સત્ય વસ્તુનું ભાન થતાં રાજા શંખ પિતાના અંતરમાં અવિચારીપણાનું કારમું કષ્ટ અનુભવી રહ્યો. તેને ખાત્રી થઈ કે આ વલય કોઈ પરપુરુષ તરફથી નહીં, પણ તેણુના સહેદર–અબ્ધ તરફથી જ મળ્યાં હતાં અને કોઈ પણ બહેન પોતાના ભાઈ પ્રત્યે આટલી નેહ-લાગણું ધરાવે એ તદ્દન સ્વાભાવિક છે. નિર્દોષ કલાવતી ઉપર તેણે નાહકને જ કેર વર્તાવ્યો હતો. તેના હૈયામાં પશ્ચાત્તાપને અગ્નિ ભડભડ સળગવા લાગ્યો. એકીસાથે સેંકડો વીંછી કરડે એવી નારકીય વેદના તે અનુભવી રહ્યો. કલાવતીની શોધ કરવા તેણે ફરીથી માણસે રવાના કર્યા, પણ કમનશીબે તેઓ કલાવતીને કંઈ જ પત્તો મેળવ્યા વિના પાછાં ફર્યા. રાજાની અંતરંવેદના અન્ય કોઈ દરબારી કે રાજકર્મચારી સમજી શકે એમ ન હતું. તેનું હૃદય લેવાતું હતું. હરકોઈ પ્રકારે કલાવતીને મેળવવી અને થયેલ અપરાધ બદલ ક્ષમા યાચી પશ્ચાત્તાપ કરવો એ જ તેનું મુખ્ય ધ્યેય બની રહ્યું. જેમ જેમ દિવસે જવા લાગ્યા તેમ તેમ તેનો જખમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102