________________
વતી
૪૭
એક વખતની આશ્રિત અબળાને આવી ક્રૂર સજા કરવા તૈયાર થયે હશે તેની કલ્પના સરખી પણ કલાવતી ન કરી શકી. તેણુએ થોડી જ પળોમાં પોતાનું ભૂતકાળનું જીવન એક ચિત્રપટની જેમ નિહાળી લીધું. પણ તેમાં કેઈ સ્થળે આછું સરખું પણ કલંક, અશ્રદ્ધા કે પતિભક્તિની ઊણપ જેવું ન દેખાયું. તેણુએ અહોનિશ એક માત્ર સ્વામીનું જ ધ્યાન ધર્યું હતું, સ્વામીના સુખમાં જ પિતાનું સિભાગ્ય માન્યું હતું, છતાં આ સજા વિધિ શું દુર્બળને પીડવામાં જ પિતાના પરાક્રમની પરાકાષ્ઠા લેખે છે ?
કલાવતીએ એક નિ:શ્વાસ મૂક. આ ભવના નહીં તે પૂર્વ ભવનાં જ કઈ કર્મની આ સજા હશે એમ ચિંતવી મનને મનાવ્યું. તે પતિની ખાતર જ જીવતી હતી. આત્માની અમરતા ઉપર તેને એટલે તે અટલ વિશ્વાસ હતું કે જે તે ગર્ભવતી ન હોત તો એક નિસાસો નાંખ્યા વિના કે આંસુનું એક ટીપું પાડ્યા વિના તે રાક્ષસીની છરી નીચે પોતાનું મસ્તક ઝુકાવત અને પંચ–પરમેષ્ઠીનું સ્મરણ કરતાં જ આ સંસારને પ્રવાસ પૂરો કરી ચાલી નીકળત.
પણ આજે તે તે એક માતા બનવાની આતુરતા ધરી રહી હતી. પોતાની ખાતર નહીં પણ રાજા શંખના કુલગૌરવની ખાતર પણ તેને જીવવાની જરૂર હતી. તેણુએ ગભરાયેલા વદને આકાશ સામે જોયું અને જે રાક્ષસીઓને જોતાં સામાન્ય નરનારીનું હૈયું ધ્રુજી ઊઠે તેની તરફ અર્થશૂન્ય નજર ફેંકી.
રાણે સાહેબ! આપે અકળાવાની કંઈ જ જરૂર નથી, માત્ર આપનાં બે કાંડાં કાપી નાંખવાની જ અમને આજ્ઞા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com