________________
વતી
વિષે જરા વધુ તપાસ કરવા પ્રેરણા કરી, પરંતુ રાજાના અંધ
અભિમાને એ પ્રેરણાને સાદ સંભળાવા જ ન દીધો. તેણે પિતાની મેળે જ નિશ્ચય કરી વાજે કે “જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ મળી ચૂકયું હોય ત્યાં અનુમાન કે વિશેષ કંઈ તપાસ કરવાની જરૂર રહેતી જ નથી.”
એક તરફ રાજા જ્યારે કલાવતીને કઠેર દંડ આપવાને નિરધાર કરી રહ્યો હતો તે જ વખતે બીજી તરફ કલાવતી પિતાના સુખી સંસારની એક પછી એક અસંખ્ય ઘટનાઓ સંભારી ઊંડું આશ્વાસન લઈ રહી હતી.
રાત્રિને બીજો પ્રહર વીતવા છતાં રાજા શંખને સમયનું કંઈ ભાન ન રહ્યું. આજે નિદ્રા પણ તેનાથી રીસાઈ ગઈ હતી.
થોડીવારે તેણે એક અંગરક્ષિકાને બોલાવી અને તેના કાનમાં કંઈક કહ્યું. તે પછી તેણે નિઃકરુણ નામના એક સુભટને બોલાવી પ્રાત:કાળ થતાં પહેલાં કલાવતીને અતિ દૂરના ભયાનક અરણ્યમાં એકલી મૂકી આવવાની આજ્ઞા ફરમાવી. આથી રાજાના અંતર ઉપરને જે કંઈક ઓછો થવા લાગ્યો.
રાત્રિને અંધકાર ઓગળે તે પહેલાં સારથિ, કલાવતીને રથમાં બેસારી વિકટ અરણ્ય તરફ ચાલી નીકળે. કલાવતી કંઈ પૂછતી તે જવાબમાં તે માત્ર એટલું જ કહેતો કે: “ રાજાને હુકમ છે, આપની સાથે વધુ વાત કરવાને પણ મને હુકમ નથી.”
એક વખતની પ્રતાપી પટ્ટરાણી એક ક્ષણમાત્રમાં જે અસહાય અબળા બની ગઈ. તે રાજાને આશય તે શી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com