________________
૪૬.
કલારીતે સમજી શકે, પણ સારથિના આ પ્રકારના વર્તન ઉપરથી ભયાનક ભાવી તેને ગાઢ અંધકાર તરફ ખેંચી રહ્યું હોય એમ તે જોઈ શકી.
રાજાની આજ્ઞા સિવાય સારથિ આટલી હામ ન ભીડે એમ તે તે બરાબર સમજતી હતી. રાજા પોતે અરણ્યમાં જ રાતવાસો રહ્યા હોય અને અંતઃપુરના અંધારામાંથી બે દિવસ છૂટી આપવા બોલાવતા હોય તો તે પણ અસંભવિત નથી. ઘણીવાર રાજા એ રીતે કલાવતીને વનમાં પિતાની સાથે પણ લઈ જતે.
વનની શાંતિને ભેદતે રથ ઉતાવળી ગતિએ આગળ ને આગળ ચાલ્યા જતો હતે. કલાવતી કંઈ જ નિશ્ચય ન કરી શકી. ઘડીમાં તે સુખના સ્વપ્નની મહેલાત ચણતી તે ઘડીકમાં ભયંકર ભવિષ્યની આગાહી અનુભવી ધ્રુજી ઊઠતી. સૂર્યોદય થતાં જ સારથીએ રથ થંભાળે. પ્રથમના સંકેત પ્રમાણે વૃક્ષની ઓથ પાછળ છુપાયેલી બે રાક્ષસી જેવી સ્ત્રીઓએ આવી રથને પડદે ઊચક અને કલાવતીને નીચે ઊતરવાને ઈશારો કર્યો.
કલાવતીએ આસપાસ નજર કરી. રાજાની છાવણ જેવું કંઈ ચિહ્ન સરખું પણ ત્યાં ન ભાસ્યું. તે એક પળવારમાં આ બધી ઉતાવળ અને ચેાજનામાં રહેલા પ્રપંચ સમજી ગઈ.
તે કંપતા હૃદયે રથ નીચે ઊતરી. તરત જ રાક્ષસીઓના હાથમાં રહેલા ઘાતકી છરા સૂર્યના તેજમાં ચમકયા. શિર
છેદની જ બધી તૈયારી અગાઉથી કરી રાખી હોય એમ કલાવતીને લાગ્યું. રાજા શંખ કયા અપરાધ બદલ પોતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com