________________
કલાવતી
( ૧ )
આ સુવર્ણવલય કેટલાં સુંદર છે? સખિ ! આ સંસારની સ્થલ ધાતુને બદલે કેવળ સનેહરસના જ એ બનેલાં હોય એમ તને નથી લાગતું? નેહીજનેને ઊભરાતે સ્નેહ હમેશાં આવી ભેટેમાં જ આકાર પામે છે. ક્ષી ધારાને આવી ભેટે જ વધુ સજીવ અને પ્રવાહી બનાવે છે.”
દેવશાલપુરની નિર્દોષ રાજકન્યા-કલાવતી, આજે પતિગૃહે આવ્યા પછી પહેલી જ વાર જાણે જૂનાં સંસ્મરણે ઉકેલતી હોય તેમ પિતાની એક સખી પાસે ઉપર પ્રમાણે અંતરના ઊભરા ઠલવી રહી હતી.
થોડી પરિચારિકાઓ સિવાય અંતઃપુરમાં બીજું કાંઈ ના હતું. કલાવતીની આંખ હાથમાંનાં સુવર્ણવલય ઉપર જ ઠરી ગઈ હતી. જગતની સારભૂત વસ્તુ મળતાં જેવી આત્મતૃપ્તિ થાય તેવી જ તૃપ્તિ તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ આવતી હતી. જાણે કે વલય માલના કલાવતી ઉપર કંઈ અજબ જ કર્યું હોય તેમ તે અંગ ઉપરનાં બીજાં આભૂષણેને ભૂલી વલયનું ધ્યાન ધરી બેસી રહી હતી. હાથમાંનાં વલયે આજે કલાવતી ઉપર સંપૂર્ણ અધિકાર જમાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com