________________
લક્ષ્મીવિત આપને સાંભરી આવ્યું અને તેથી મણિમાળા જાણે કાચને સામાન્ય કકડો હોય તેમ તેને ત્યજી દઈ આગળ ચાલ્યા.
અતિ થાકને લીધે આપને કડકડીને તરસ લાગી, પણ અજાણ્યા માર્ગમાં પાણીની તપાસ શી રીતે કરવી? પાણી વિના પ્રાણ ઊડી જાય એવી સ્થિતિ થઈ. એટલામાં એક ઝાડની ડાળીએ બાંધેલા પાત્રમાંથી પાણી ટપકતું દેખાયું. આસપાસ કઈ માણસ ન મળે. કેઈને પૂછ્યા વિના અને માલીકની મંજૂરી મેળવ્યા વિના આપ પાણી શી રીતે લઈ શકો? કેટલીક વાર આવા વિષમ સંગમાં માણસ પિતાનું મનોબળ ગુમાવી દે છે. તે પિતાના મનને સમજાવે છે કે “ પાછું જેવી સામાન્ય વસ્તુ લેવામાં કઈને પૂછવાની શું જરૂર? ” પણ આપે આપના આત્માને ન છેતર્યો. ચાહે સામાન્યમાં સામાન્ય વસ્તુ હોય કે કિંમતીમાં કિંમતી અલંકાર હોય, તે પણ માલીકની રજા લીધા વિના એ વસ્તુ ગ્રહણ ન કરવી એવી આપે પ્રતિજ્ઞા લઈ લીધી હતી. પાણી વિના કંઠે પ્રાણ આવવા છતાં, આપ પાણીના પાત્રને ત્યાગ કરી આગળ રવાના થયા.
આપ તે સુધાતૃષા વેઠી શકે એટલા સંયમી હતા, પણ આપને વહાલો ઘોડો થાક અને ક્ષુધા-તૃષાનું દુઃખ સહી શકે નહીં. તે આપની નજર સામે જ પ્રાણુ છડી ગયે. આ દેખાવ જોઈ આપને બહુ લાગી આવ્યું. ઘોડાને કઈ સજીવન કરે તે સાથેનું સર્વસ્વ ધન તેને અર્પણ કરી દેવાને નિશ્ચય કર્યો, પણ એ બિહામણું અટવીમાં બીજું કોણ હોય?
અંતે આપ થાકીને એક વૃક્ષ નીચે બેઠા. મૃત્યુ સિવાય બીજે કઈ આરો નથી એમ વિચારી આ૫ પંચપરમેષ્ટીનું મરણ કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com