________________
લક્ષ્મીપુંજ
સૌધર્મ શેઠ જન્મથી જ દરિદ્ર હતા. લક્ષમી મેળવવાને તે જેમ જેમ ફાંફાં મારે તેમ તેમ વધુ નિરાશ બને. નસીબને જગ જ એ કે એકે પાસે સવળ ન પડે. પછી તે સૌધર્મ શેઠે પણ લક્ષ્મીવાન બનવાની આશા ત્યજી દીધી.
પણ જે દિવસે સાધમ શેઠની ભાર્યા ધન્નાએ એક સુકુમાર તેજસ્વી પુત્રને જન્મ આપે તે દિવસથી અચાનક સૈધર્મ શેઠની સ્થિતિ બદલાઈ ગઈ. કહેવત છે કે “ પુત્રનાં લક્ષણ પારણામાંથી જ કળાય” પરંતુ લક્ષ્મીપુંજને આત્મા તે ગર્ભમાં આવ્યું તે પળથી જ તેને પ્રભાવ દેખાડવા લાગ્યા. પુત્ર પિતે એટલે બધે ભાગ્યશાળી હતે કે સૌધર્મ શેઠને નજીવા વેપારમાં પણ પુષ્કળ લાભ થવા માંડ્યો. લક્ષ્મી પોતે જ જાણે કે બીજું કઈ સારું સ્થાન ન મળવાથી સૌધર્મ શેઠને
ત્યાં આવીને વસવા માગતી હોય એવાં ચિહ્ન જણાવા લાગ્યાં. ધીમે ધીમે એક વખતના દીન-દરિદ્ર શેઠને ત્યાં સાગરના મોજાંની જેમ લક્ષ્મી ઉછાળા મારવા લાગી.
ગર્ભમાં આવતાં જ જે પુત્ર આટલે પુણ્યપ્રભાવ દાખવે તેના પ્રત્યે માત-પિતાને અસાધારણ વાત્સલ્ય સ્કુરે એમાં તે કંઈ કહેવાપણું જ ન હોય. સૌધર્મ શેઠે ધન્નાના સઘળા દેહદ પૂરા કર્યા. ભારે ધામધમથી લક્ષ્મીપુજનો જન્મોત્સવ ઊજ અને શાસ્ત્રમાં વર્ણવેલા સોળ સંસ્કાર કરાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com