________________
હંસ
યાત્રાએથી આવ્યા પછી બીજી જ ક્ષણે કર્ણન જેવા પાંચપચીશ રાજાના ભુક્કા કાઢી નાંખે. આ વિચાર કરી કણું
ને હંસરાજાનું મસ્તક લાવી આપનારને ભારે ઈનામ આપવામાં આવશે એવી ઉદ્ઘાષણ કરાવી. • ઈનામની લાલચે દેડતા બે સવાર રાજા હંસ પાસે આવી પહેચા. વેશ ઉપરથી તે તેઓ રાજાને ઓળખી શકે એમ ન હતું, તેથી સવારોએ રાજાને જ પૂછયું:
હંસરાજાને આ તરફ કયાં ગયે જાણે છો? રાજા કર્ણાર્જુન તેનું માથું વાઢી લાવનારને ભારે ઈનામથી નવાજવા માગે છે. અમારે ગમે તે રીતે પણ એ હંસરાજાને પકડ છે.”
અત્યાર સુધી ધર્મસંકટેમાંથી સીધે-સરલ રસ્તે કાઢનાર રાજા હંસ, આ સવારના સવાલ સાંભળી મૂંઝવણમાં પડ્યો.
તે વિચારવા લાગ્ય: “ડાશા જીવતરની ખાતર જૂઠું બોલવું એ શું મારા જેવા સત્યવૃત્તિવાળાને શોભે? બીજા જીવને બચાવવા હું ભલે યુક્તિપૂર્વક ઉત્તર આપું, પણ
જ્યાં મારા એકલાને સ્વાર્થ હોય ત્યાં તે મારે ખુલ્લેખુલ્લો સીધે-સરલ અને સત્ય જવાબ ન આપી દે જોઈએ.” આ વિચાર કરી હંસરાજાએ કહ્યું:–“ જેને તમે શોધી રહ્યા છે એ જ હું હંસરાજા પોતે છું. તમે ધારે તે તેને પકડી તમારા રાજા પાસે લઈ જઈ શકો છે. આ દેહનું ગમે તે કરે. આ જિંદગીમાં હું કોઈ દિવસ અસત્ય બે નથી અને આજે પણ થોડા જીવતરની આશાએ અસત્ય બોલવાનું પાપ નહીં રહે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com