________________
હંસ
ઇ પણ પ્રકાર
તો, કેઈ સુ
ચમાં દૂર દીવાન
તીર્થયાત્રાએ જત જૈન સંઘ અટવીમાં લુંટાય અને સાધુસાધ્વી તેમ જ શ્રાવક-શ્રાવિકાઓને ઉપદ્રવ થાય એ વિચાર માત્રથી રાજાનું ધાર્મિક અંતર ધ્રુજી ઊયું. આ લૂંટારાઓના પંજામાંથી સંધને કઈ પણ પ્રકારે મુક્ત તે કરવું જોઈએ, પણ આજે તે તે નિરાધાર હતો, નિ:શસ્ત્ર હતું, કેઈ સુભટ પણ સાથે ન હતો. એ ચિંતામાં થોડો વખત વીતી ગયે. એટલામાં દૂર દીવાને પ્રકાશ દેખાય. હાથમાં મશાલ લઈ, સૈન્યનાં માણસો જેવા પુરુષે બરાબર પોતાની પાસે જ આવતાં હોય એમ લાગ્યું.
નવા આવનારા પૈકી એક સૈનિકે રાજાની મુખમુદ્રાનું ઝીણું આંખે અવલોકન કર્યું અને કહ્યું: “આ તે કઈ મહાપ્રતાપી પુરુષ દેખાય છે.”
જરા કહેશો કે તમે કેને શોધી રહ્યા છે?” રાજાએ શાંતિથી પૂછ્યું.
અમે સાંભળ્યું છે કે આટલામાં લુંટારાની એક ટોળી છે. આવતી કાલે અહીંથી સંઘ નીકળવાનું છે તેને કંઈ ઉપદ્રવ ન થાય તેટલા માટે અમે રાતમાં ને રાતમાં જ એ ટેળીને જડમૂળમાંથી ઉખેડી નાંખવા માગીએ છીએ. રાજાને સખ્ત હુકમ છે. તમે એ લૂંટારાઓ વિષે કંઈ કહી શકશે?” સૈનિકે ખુલાસો કર્યો.
બહુ બહુ તે લૂંટારાઓ વિષે હું એટલું કહી શકું કે તમારે સંઘની સાથે ખૂબ સાવચેત રહેવું જોઈએ, એથી વિશેષ હું શું કહી શકું?” -
“ ત્યારે તે જરૂર એણે લૂંટારાઓને જોયેલા હોવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com