________________
રાજા.
33
તરત જ સમજી ગયે. એક તરફ મુનિની હત્યા અને બીજી તરફ અસત્ય બોલવાને દેષ: એ બે વચ્ચેથી તેને સહિસલામત માર્ગ કાઢવાને હતે. તરત જ તેની કુશાગ્રબુદ્ધિ તેની મદદે આવી.
રાજાએ એક તત્ત્વજ્ઞાની જે દેખાવ કરીને કહ્યું: “તમે બને અજ્ઞાન લાગે છે. તવદષ્ટિ તે તેને એ જ જવાબ આપે કે જે જુએ છે તે બોલતા નથી અને જે બોલે છે તે જેતે નથી.” અર્થાત્ આંખ કે જે જોવાનું કામ કરે છે તે બેલતી નથી અને જીભ કે જે બોલવાનું કામ કરે છે તે જોઈ શકતી નથી.
ભીલ જેવા જડમતિ આ ઉત્તરમાં શું સમજે? રાજાને કહેવાને ભાવાર્થ તેઓ ન સમજ્યા. થોડી પળે સુધી તે તેઓ રાજાના મુખ સામે જ જોઈ રહ્યા. તેમને લાગ્યું કે આ માણસ કોઈ વિચિત્ર લાગે છે, એટલે તેઓ ઝાઝી રકઝક કર્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યા.
એટલામાં સૂર્ય આથમવાને સમય થયો. રાજાએ એક ગંભીર વડલાની ઓથમાં બેસી પિતાનું પ્રતિક્રમણ કરી લીધું. પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાં તે ઊંઘવાની તૈયારી કરતો હતો, એટલામાં એક બખેલમાંથી નીચેના શબ્દો તેના કાને પડ્યા –
આવતી કાલે મોટે સંઘ અહીં થઈને જ નીકળશે. ઘણા શ્રીમંત અને સેના-રૂપાનાં અલંકારવાળાં સ્ત્રી-પુરુષે તેમાં હશે. અહીં તેમને લૂંટવાની ઠીક મજા પડશે. વસતીથી આ સ્થાન એટલું દૂર છે કે આપણે ક્યાં સંતાયા છીએ તેને પણ કઈને કંઈ પત્તો નહીં મળે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com