________________
ર
જન
૩૧ જતાં જતાં એક મહાઅટથી આવી. આ અટવીમાં અનાર્ય જેવા ભીલ લેકે જ વસતા હતા. તેઓ એકાદ વસ્ત્ર કે થોડાં ઘરેણાં માટે ગમે તે મુસાફરને મારી નાંખે એવા ક્રૂર હતા. આથી રાજાએ પિતાનાં બધાં કિંમતી વસ્ત્રો અને અલંકારે ત્યાં ને ત્યાં જ ત્યજી દીધાં. સાદા વેશમાં તે અટવી ઓળંગવા લાગ્યો.
એટલામાં એક ભયભીત-ગભરાયેલું મૃગબાળ તેની પાસે થઈને દોડી ગયું. મૃગની નિર્દોષતા અને શીકારીઓની નિર્દયતાને તે હજી એ વિચાર કરી રહ્યો હતો તેટલામાં વિકરાળ દેખાવવાળો અને હાથમાં ધનુષ્ય–બાણવાળે એક ભીલ એ રાજાની પાસે આવીને ઊભે રહ્યો. મૃગની પાછળ દોડી દોડીને ખબ લેથપિોથ થઈ ગયો હોય તેમ તેના મોં ઉપરથી દેખાઈ આવતું હતું. આવતાંવેંત તેણે પૂછયું: “અહીંથી કઈ મૃગ ગયેલું તેં જોયું છે?”
સત્યવાદી રાજા હંસને, આ પ્રશ્નને શું જવાબ આપ એ એક ગંભીર પ્રશ્ન થઈ પડ્યો. જે સાચેસાચું જ બોલે તે મૃગનું મોત નીપજે અને જે ખોટું બોલે તો અસત્ય બોલવાનું પાપ વહોરવું પડે. આ બેમાંથી એકે પરિણામ ન આવે એ મધ્યમ માર્ગ તેને શોધવો પડ્યો.
જાણે કે રાજા હંસ પોતે કંઈ સમજતો કે સાંભળતા જ ન હોય તેવી રીતને તેણે દેખાવ કર્યો અને કહ્યું: “હું કોણ છું એમ તું પૂછે છે ને? હું એક અજાણ્યો અને ભૂલે-ભટકતે મુસાફર છું.”
તું ગમે તે હે, હું તે પૂછું છું કે અહીંથી કઈ મૃગ ગયું છે?” ભીલે બીજી વાર ઉતાવળમાં ને ઉતાવળમાં પ્રશ્ન કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com