________________
હંસમને રવાના કરી આપને એક વાર રાજધાનીમાં પધારવાની વિનંતિ કરવાનું કહ્યું છે. ”
એક તરફ રાજ્યની અદ્ધિ અને બીજી તરફ તીર્થયાત્રાને અપૂર્વ લાભ–એ બેમાંથી કઈ વસ્તુ પસંદ કરવી તેને હંસ રાજા આત્મસાક્ષીએ વિચાર કરવા લાગ્યું. ત્રાદ્ધિ તે કદાચ બીજી વાર મળે, પણ યાત્રાનો જે અવસર જાય તે પાછે બીજી વાર ન મળે. ધર્મના કાર્યમાં હમેશાં આવા ને આવાં જ વિદને આવે.
“ સ્વામિન ! માત્ર એક દિવસનો વિલંબ થશે. આપ લડવાને પાછા ફરો છો એમ જાણતાં જ દુશ્મન ઊભી પૂંછડીએ નાસી જશે, માટે મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે તો આપ અહીંથી પાછા ફરો એ જ ઉચિત છે. ” એક સુભટે કહ્યું.
બીજા સુભટે કે જેઓ યાત્રાના લહાવ કરતાં સંસારની રાજ્યઋદ્ધિને અધિક માનતા હતા તેમણે પણ રાજાને પાછા વળવા પ્રાર્થના કરી, છતાં હંસરાજા જરાએ ચલાયમાન ન થયે.
“આ સંસારમાં ભ્રમણ કરતાં આ જીવે કેણ જાણે કેટલીએ વાર ઇંદ્રની સમૃદ્ધિને ભુલાવે એવી લક્ષ્મી અને સંપત્તિ ભેગવી હશે. એ વસ્તુ કંઈ દુર્લભ કે અલભ્ય નથી. ખરેખર જે કોઈ સાર વસ્તુ હોય તે ભગવાનની ભક્તિ અથવા તીર્થયાત્રા જ છે.” એ દઢ નિશ્ચય કરી રાજાએ આગળ પ્રયાણ કર્યું.
ઘણુંખરા સુભટો તો ત્યાંથી જ પાછા ફર્યા કારણ કે યાત્રા કરતાં ધન-ધાન્ય તેમને અધિક વહાલાં હતાં. સાથેના તમામ નોકરો પાછા વળવા છતાં હંસરાજા સિંહની જેમ એક યાત્રાના રસ્તે આગળ ચાલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com