________________
૨૮
જય અને
જગતમાં હંમેશાં સમથ પુરુષાની જ કસેાટી થાય છે, પામરના કાઈ ભાવ પણ નથી પૂછતું. ઉપસર્ગ કરવા આવનાર દેવે પણ અંતે એ સમ–શ્રદ્ધાશીલ રાજા વિજયકુમારની ક્ષમા માગી અને સ્ત્રી–પુત્રાદિકને પાછાં સજીવન કર્યાં. મિથ્યાત્વી દેવ પણ તે દિવસથી મિથ્યાત્વના ત્યાગ કરી સમકિતના ઉપાસક બન્યા.
એ રીતે સમકિતને વિષે સંપૂર્ણ શ્રદ્ધા રાખી વિજયકુમારે ઘણા કાળ સુધી રાજ્યલક્ષ્મીના ઉપભેાગ . આખરે તેને ચારિત્ર અંગીકાર કરવાના અભિલાષ થયા. તે પેાતાના જ્યેષ્ઠ પુત્રને રાજગાદી ઉપર સ્થાપી શ્રી વિમળાચળ તીથૅ ગયેા. ત્યાં એક દિવસે શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરી સમિતની ભાવના ભાવતા હતા, એટલામાં ઉત્કૃષ્ટ પરિણામના ચેાગે તેને સૂર્ય સમાન મહાપ્રતાપી, મિથ્યાત્વમાત્રને નાશ કરનારું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે દિવસથી વિજયરાજા વિજયરાજર્ષિ તરીકે પંકાયા. ધ્રુવે આપેલ મુનિવેષ પહેરીને તેમણે અનેક વિજન ઉપર મહાઉપકાર કર્યો.
રાજર્ષિ વિજયના પ્રતિબેાધને અનુસરી તેમની ત્રણ સ્રી, ત્રણ પુત્ર, જય ભૂપતિ અને તેમની ત્રણ સ્ત્રી તથા ત્રણ પુત્ર આદિએ જૈન ધર્મની પવિત્ર દીક્ષા લીધી. તે સૈા અનુક્રમે એક લાખ વનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધિપદને પામ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
前
www.umaragyanbhandar.com